________________
५०६
सूत्रार्थमुक्तावलिः श्चेति द्वयं वा, व्याकुर्वतो भगवतो हृदयंगमो योजानातिविक्रमी स्वरः, अर्धमागधीभाषातो धर्माख्यानम्, षण्णां भाषाविशेपाणां मध्ये या मागधी नाम भाषा साऽसमाश्रितस्वकीयसमग्रलक्षणाऽर्धमागधीत्युच्यते, तस्याश्चार्यानार्यदेशोत्पन्नानां द्विपदचतुष्पदमृगपशुपक्षिसरीसृपाणां आत्मनो भाषात्वेन परीणमनम्, पूर्वबद्धवैरा अपि देवासुरादयः प्रसन्नचित्ता धर्मं तं निशमयन्ति, अन्यतीर्थिकप्रावचनिका अपि भगवन्तं वन्दन्ते, आगतास्सन्तोऽर्हतः पादमूले निष्प्रतिवचना भवन्ति, यत्र यत्र भगवानास्ते तत्र तत्र पञ्चविंशतियोजनेषु धान्याद्युपद्रवकारि प्रचुरमूषकादिप्राणिगणबाधा न भवति न वा मारिर्भवति, स्वकीयराजसैन्यं तदपकारि न भवति, परचक्रमपि न भवति, अतिवृष्ट्यपि न भवति, अनावृष्टिरपि न भवति, दुर्भिक्षमपि न भवतीति अत्राद्याश्चत्वारोऽतिशया जन्मप्रभृतित एकोनविंशतिर्देवकृताः एकादश घातिकर्मणां क्षयाद्भवन्तीति ॥३१॥
આ ગુરુ પ્રત્યેની ૩૩ આશાતના નું પ્રતિપાદન કરનાર તીર્થંકર પ્રભુના અતિશયો (૩૪) હવે કહે છે.
૧. તીર્થંકર પરમાત્માના કેશ શ્મશ્ન (દાઢીમુંછ) નખ અને રોમ ન વધવાના સ્વભાવવાળા હોય છે. ૨. રોગ અને મલરહિત શરીર હોય છે. ૩. ગાયના દૂધ જેવું ઉજ્જવળ માંસ અને લોહી. ૪. કમળ જેવા સુગંધી શ્વાસોચ્છવાસ હોય છે. ૫. આહાર તથા મૂત્ર પુરીષ સંબંધી નીહાર એ બન્ને ચર્મચક્ષુથી અદેશ્ય હોય છે. ૬. આકાશે ચાલતું ધર્મચક્ર. ૭. આકાશગત છત્ર ૮. પ્રકાશમાન વીંઝાતા શ્વેતોજવલ ચામરો. ૯. પાદપીઠ સહિત આકાશ જેવા સ્વચ્છ સ્ફટીકમય સિંહાસન ૧૦. અનેક લઘુપતાકાથી યુક્ત અતિ ઉંચો એવો ઇન્દ્રધ્વજ પ્રભુની આગળ ચાલે છે. ૧૧. જ્યાં જ્યાં તીર્થકર પ્રભુ ઉભા રહે છે. બેસે છે. ત્યાં ત્યાં ત્યારે જ પાંદડાઓથી ઢંકાયેલું, પુષ્પ અને ફુલોથી શોભતું, છત્ર-ઘેટા-પતાકાથી અલંકૃત એવું શ્રેષ્ઠ અશોકવૃક્ષ તૈયાર થાય છે. ૧૨. મસ્તકની પાછળ કંઈક પાછળના ભાગે પ્રભાનું આભામંડલ કે જેનાથી દશ દિશાઓ અંધારે પણ ચમકે છે... ૧૩. (પ્રભુ જયાં વિચરે છે ત્યાં) અત્યંત સમથળ મનોહર ભૂમિ પ્રદેશ હોય છે... ૧૪. (પ્રભુ જયાં વિચરે ત્યાં) કાંટા ઉંધા થઈ જાય છે. ૧૫. સુખસ્પર્શવાળી અનુકુળ ઋતુઓ હોય છે. ૧૬. (પ્રભુ જ્યાં વિચરે ત્યાં) શીતલ સુખસ્પર્શ સુવાસિત એવા સંવર્તક વાયુથી એક યોજન જેટલા ક્ષેત્રની શુદ્ધિ થાય છે. ૧૭. (પ્રભુ જયાં વિચરે ત્યાં) રજ અને રેણુને સમાવી દેતો ઉચિત જલ બિંદુઓના પાત વડે સુગંધી જલ વરસતો મેઘ વર્ષે છે. ૧૮. (પ્રભુ જ્યાં વિચરે
ત્યાં) પંચવર્ણવાળા ઉર્ધ્વમુખ (ચત્તા) પુષ્કળ એવા પુષ્પોનો ઘુંટણ પ્રમાણ ઢગ (સમવસરણમાં) થાય છે. ૧૯. પ્રભુ જયાં બેસે છે તે સ્થાને કાલાગ વગેરે સુગંધી ધૂપ દ્રવ્યોથી ઉત્પન્ન સૌરભથી મઘમઘતું ને મનોહર હોય છે. ૨૦. અમનોજ્ઞ શબ્દાદિ (પ્રતિકુળશબ્દાદિ)નો (પ્રભુ પાસે) અભાવ હોય છે. ૨૧. તો મનોજ્ઞ (અનુકુળ) એવા શબ્દાદિ પંચ વિષયનો પ્રાદુર્ભાવ હોય છે. ૨૨. બોલતા એવા પ્રભુનો હૃદયને સ્પર્શી જાય તેવો એક યોજનને ઓળંગી જતો સ્વર હોય છે.