SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रार्थमुक्तावलिः અનાચારવાળો પોતાના દુષ્ટ આચારને છુપાવવા દ્વારા અન્યની માયાને જીતે છે તે પણ મહામોહ બાંધે છે. ૮. સ્વયં કરેલા ઋષિઘાત વગેરેને કોઇકના દુષ્ટ વ્યાપારને આગળ કરી એને આરોપ દઇને ભાંગી નાંખે છે. પોતાના પાપને અવિદ્યમાન બનાવે છે તે પણ મહામોહ બાંધે છે. ૯. જે અસત્ય છે એમ સમજે છે. તે છતાં સભામાં કંઇક સાચું પણ ઘણું બધું ખોટું... (અર્ધસત્ય) એવા સત્યમૃષા રૂપ વાક્યોને બોલે છે. તે પણ મહામોહનીય બાંધે છે. ૧૦. કોઇક હોશીયાર મંત્રી, રાજા અને એના દીકરા, પત્ની વગેરેના અર્થાગમના દ્વારો તોડી નાંખીને અથવા આજુબાજુના સામન્ત વગેરે પરિકરનો બળવો વગેરે કરાવીને અને સમજાવવા નિકટ આવતા એવા સામંતોને પણ પ્રતિકુળ વચનો કહેવા દ્વારા રાજાના વિશિષ્ટ ભોગોને વિદારી નાંખે છે. તે પણ મહામોહનીય બાંધે છે. ૧૧. જે કુંવારો નથી, બ્રહ્મચારી પણ નથી તે છતાં સ્ત્રીમાં આસક્ત થયેલો હું કુવારો છું. બ્રહ્મચારી છું. એવું કહેનારો પણ મહામોહ બાંધે છે. ૧૨. અબ્રહ્મચારી હોવા છતાં ય સ્ત્રી પ્રત્યેની વૃદ્ધિથી તાત્કાલિક મૈથુન સેવીને પણ હમણા હું બ્રહ્મચારી છું. એમ અત્યન્ત ધૂર્તપણાએ બીજાને ઠગવા જે બોલે છે, તે પણ મહામોહનીય બાંધે છે. ૧૩. જે આજીવિકાના લાભ માટે રાજા વગેરેને સેવે છે અને આ રાજાનો માણસ છે. એમ પ્રતિષ્ઠા પામેલો પછીથી તે રાજા વગેરેના ધનમાં જ લોભાય છે તે પણ મહામોહનીય બાંધે છે. ૧૪. રાજાએ જેને સમૃદ્ધ બનાવ્યો હોય તે છતાં સંપત્તિવાળો થઇને ઉપકારકારક એવા રાજાની બાબતમાં દુષ્ટ અંતઃકરણવાળો રાજા વગેરેને અંતરાય કરનારો થાય તો તે પણ મહામોહનીય બાંધે છે. ૧૫. જે પોતાને પોષનાર સેનાપતિનેરાજાને-મંત્રીને-ધર્મપાઠકને હણે છે તે પણ મહામોહનીય બાંધે છે કેમકે તેવા મોટા માણસના મોતથી ઘણા માણસો મુશ્કેલીમાં મુકાય છે. ૧૬. કારણ હોવા છતાં પણ રાષ્ટ્રના નાયક, ઘણા યશવાળા, વેપારી મંડળનું શાસન કરવાવાળા શ્રેષ્ઠિને જે હણે છે તે પણ મહામોહ બાંધે છે. ૧૭. ઘણાજનોના નાયક પ્રાવનિકપુરુષ અને હેય ઉપાદેય વસ્તુના સમૂહને પ્રકાશનાર વ્યક્તિને હણનારો પણ મહામોહનીય બાંધે છે. ૧૮. પ્રવ્રજ્યાના ઇચ્છુકને (મુમુક્ષુને) તેમજ પ્રવ્રુજિત સમાધિમાન્ સાધુને જે વ્રત અને ચારિત્ર ધર્મથી ભ્રષ્ટ કરે છે, તે પણ મહામોહનીય બાંધે છે. ૧૯. જ્ઞાનાદિ અનેક અતિશયોથી સંપન્ન, ત્રણ જગતમાં પ્રસિદ્ધ એવા જિનેશ્વરો પ્રત્યે અવર્ણવાદ (નિંદા) કરનારો પણ મહામોહનીય બાંધે છે. ૨૦. સત્ય (ન્યાય) માર્ગ એવા સમ્યગ્દર્શન (જ્ઞાન, ચારિત્ર) પ્રત્યે દ્વેષ કરનારો અને અન્યજીવોને પણ દ્વેષ કરાવનારો પણ મહામોહનીય બાંધે છે. ૨૧. પોતાને ભણાવનાર એવા પણ આચાર્ય અને ઉપાધ્યાયને આતો અલ્પજ્ઞાની છે. એમ જ્ઞાનની બાબતમાં આ બધા તો અન્યદર્શનીઓના સંસર્ગ કરનારા છે. એમ દર્શનની બાબતમાં અને ચારિત્રધર્મમાં મન્દ થયેલા પાસત્થાના સ્થાને રહેલા છે એમ ચારિત્રની બાબતમાં એમનું ઘસાતુ બોલનારો મહામોહનીયને બાંધે છે. ૨૨. ભણાવનારા અને ગ્લાન અવસ્થામાં સેવા કરનારા વગેરે ઉપકાર કરનાર આચાર્ય વગેરેને વિનય-આહાર અને ઉપધિ વગેરેથી જે પ્રત્યુપકાર નથી કરતા અને અભિમાની એવો તે આચાર્ય-ઉપાધ્યાયનું આસેવન નથી કરતો તે મહામોહને બાંધે છે. ૨૩. જે અબહુશ્રુત છે. તે છતાં પોતાને અનુયોગધારી અને બહુશ્રુત કહીને જાતની પ્રશંસા કરે છે તે ५००
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy