________________
समवायांगसूत्र
४९९
पाध्यायादीन् निजशिक्षकान् अल्पज्ञाना एते इति ज्ञानतः, अन्यतीर्थिकसंसर्गकारिण इति दर्शनतः, मन्दधर्माणः पार्श्वस्थादिस्थानवर्त्तिन इति चारित्रतश्च निन्दति स तथा । श्रुतदानग्लानावस्थाप्रतिचरणादिभिरुपकृतानाचार्यादीन् यो विनयाहारोपध्यादिभिर्न प्रत्युपकरोति, नासेवते मानवांश्च सोऽप्येवम् । अबहुश्रुतो यः श्रुतवानहमनुयोगधरोऽहमित्यात्मानं श्लाघते स महामोहकारी । अतपस्वी य आत्मानं तपस्विनं कथयति स तथा । यः कश्चिदाचार्यादिः समर्थः ग्लाने उपस्थिते उपदेशेनौषधादिदानेन च स्वतोऽन्यतश्चोपकारं 'समर्थोऽपि सन्न ममाप्येष किञ्चनापि करोती ति विद्वेषेण असमर्थोऽयं बालत्वादिना किं कृतेनास्य ? पुनरुपकर्तुमशक्तत्वादिति लोभेन न करोति' सोऽतथा कौटिलीयादिहिंसाप्रवर्तकशास्त्राणि राजकथादीनि यंत्रादीनि च पुनःपुनः प्रयुंक्ते यः सोऽपि सर्वतीर्थनाशनाय प्रवृत्तेस्तथा । यः श्लाघायै निमित्तवशीकरणादिप्रयोगान् प्रयुनक्ति सोऽपि तथा । य: पारलोकिकभोगेष्वतृप्यन् मानुष्यकान् भोगानभिलषति सोऽपि तथा । यो देवानां ऋद्धिद्युतियशोवर्णबलवीर्यप्रभृतिष्ववर्णवान् सोऽप्येवम् । यो देवानपश्यन्नपि पश्यामीति ब्रूते जिनस्येव च पूजामर्थयते गोशालकवत् सोऽपि महामोहं प्रकरोतीति ॥२७॥
પાપશ્રુતને કહેનારો મહામોહનીય સ્થાનમાં પડનારો જ બને છે માટે. ૩૦ મોહનીયસ્થાનો હવે કહે છે.
આઠ પ્રકારના કર્મ છે તેમાં મોહનીય ચોથી કર્મપ્રકૃતિ છે. તેના સ્થાનો એટલે કે નિમિત્તો સમવસરણે બિરાજમાન પ્રભુ મહાવીર સ્વયં નીચે પ્રમાણે કહ્યા છે.
જે જે સ્ત્રી હોય કે પુરુષ હોય તે આ સ્થાનોને આચરતા વારંવાર અશુભ (શઠ) અધ્યવસાય ધારણ કરવાથી મોહનીય કર્મને (પ્રબળરીતે) બાંધે છે.
સ્ત્રી પુરુષ ગૃહસ્થ કે અન્યમતવાળા ત્રસ વગેરેને પાણીમાં પ્રવેશી પાણીને શસ્ત્ર બનાવી પગ વગેરેથી દબાવી ને મારી નાંખે તે ત્રસમારણ રૂપ ૧. મોહનીય સ્થાન આવી રીતે મારનારો જીવ મહામોહનો ઉત્પાદક છે, સંક્લિષ્ટ ચિત્તવાળો છે ને તેથી સો સો ભવ સુધી દુઃખે કરીને વેદાય એવા મહામોહને જાતે બાંધે... ૨. પ્રાણીઓના મુખ વગેરેને હાથથી ઢાંકી દાબીને અંદર જ બૂમ પાડતા તેને મારી નાંખે તે મહામોહનીય બાંધે છે. ૩. મોટા મંડપ અને વાડા વગેરેમાં લોકોને સંધી અગ્નિ પેટાવી ને જે મારી નાંખે છે. તે મહામોહનો બંધ કરે છે. ૪. મસ્તક વગેરે પર ખગ કે મુગર વગેરે દ્વારા પ્રહાર કરી પ્રાણીનો નાશ કરનારો મહામોહનીય કર્મ બાંધે છે. ૫. લીલી ચામડાની વાધરને માથાને પાઘડી વીંટાળીને જે કોઈ ત્રસ જીવને મારી નાખે છે તે મહામોહને બાંધે છે. ૬. કપટથી વણિક વગેરેનો વેષ ધારણ કરી રસ્તામાં જતાં એકાંતમાં સાથે રહેલા વિશ્વાસુને જે મારી નાંખે છે હણીને તેનો ઉપહાસ વગેરે કરે છે. તે મહામોહ બાંધનારો છે. ૭. જે ગુપ્ત