________________
समवायांगसूत्र
५०१
,,
પણ મહામોહ બાંધે છે. ૨૪. અતપસ્વી હોવા છતાં પણ પોતાની જાતને તપસ્વી કહે છે તે પણ મહામોહનીય બાંધે છે. ૨૫. જે કોઇ સમર્થ આચાર્ય છે જેની પાસે ગ્લાન ઉપસ્થિત થયે છતે “આતો સમર્થ હોવા છતાં મારું કશું નથી કરતો” એવા દ્વેષથી અથવા “આતો બાલક છે અસમર્થ છે. મને પ્રત્યુપકાર કરવામાં અશક્ત છે.” માટે મારે શું ? આવા લોભથી ઉપદેશ દ્વારા કે ઔષધિ આપવા દ્વારા પોતે કે બીજા પાસે ઉપકાર નથી કરતો તો તે પણ મહામોહ બાંધે છે. ૨૬. ચાણક્ય વગેરેના હિંસા પ્રવર્તક શાસ્ત્રોને, રાજકથા વગેરેને, યંત્રો વગેરેનો વારંવાર પ્રયોગ કરે છે તે પણ સર્વ તીર્થના નાશ માટે પ્રવૃત્તિ કરતો હોવાથી મહામોહનીય બાંધે છે. ૨૭. પોતાની પ્રશંસા માટે જે વ્યક્તિ નિમિત્તશાસ્ત્ર, વશીકરણ વગેરેના પ્રયોગ કરે છે તે પણ મહામોહનીય બાંધે છે. ૨૮. જે પરલોકમાં મળનાર દિવ્ય ભોગોથી પણ તૃપ્તિ ન પામતો મનુષ્યના જ ભોગોને ઇચ્છે છે તે પણ મહામોહનીય બાંધે છે. ૨૯. જે દેવતાઓની ઋદ્ધિ-શ્રુતિ-યશ-રૂપ-બલ-સામર્થ્ય વગેરે પ્રત્યે અવર્ણવાદી નિંદા કરનારો છે તે પણ મહામોહ બાંધે છે. ૩૦. જે દેવતાઓને ન જોતો હોય છતાં પણ હું દેવોને જોઉં છું. એમ કહે અને તીર્થંકરની જેમ પૂજાને ઇચ્છે, ગોશાલકની જેમ તે પણ મહામોહનીય બાંધે છે. I૨૭ના
महामोहनीयस्थानानामनासेवी सिद्धो भवतीति तद्गुणानाह
आभिनिबोधिक श्रुतावधिमनः पर्यवकेवलज्ञानचक्षुरचक्षुरवधिकेवलदर्शनावरण
निद्रानिद्रानिद्राप्रचलाप्रचलाप्रचलास्त्यानर्द्धिसातासातवेदनीयदर्शनचारित्रमोहनीयनारकतिर्यङ्मनुष्यदेवायुरुच्चनीचगोत्रशुभाशुभनामदानलाभभोगोपभोगवीर्यान्तरायक्षयाः
सिद्धादिगुणाः ॥२८॥
आभिनिबोधिकेति, सिद्धानामादौ - सिद्धत्वप्रथमसमय एव गुणा: सिद्धादिगुणाः, ते चाभिनिबोधिकावरणादिक्षयस्वरूपाः, दर्शनावरणनवकायुश्चतुष्कज्ञानावरणीयपञ्चकान्तरायपञ्चकवेदनीयद्वयमोहनीयद्वयनामद्वयगोत्रद्वयानि क्षीणशब्दविशेषितत्वेन प्रोच्यमानानि एकत्रिशत्संख्याकानि सिद्धादिगुणरूपाणि भवन्तीति भावः ॥२८॥
આ ૩૦ મહામોહનીય સ્થાનનું આસેવન નહી કરનાર વ્યક્તિ સિદ્ધ બને છે. તે સિદ્ધના (૩૧) ગુણોને હવે કહે છે.
સિદ્ધોના આદિ ગુણો અર્થાત્ સિદ્ધત્વના પ્રથમ સમયે જ જે ગુણો હોય છે. સિદ્ધના આદિ ગુણો કહેવાય છે ને તે આભિનિબોધિકાવરણ વગેરેના ક્ષય સ્વરૂપ હોય છે.
દર્શનાવરણીય નવક, આયુષ્ય ચતુષ્ક, જ્ઞાનાવરણીય પશ્ચક, અન્તરાય પંચક, વેદનીય હ્રય, મોહનીય હ્રય, નામદ્રય, ગોય, આમ ૯+૪+૫+૫+૨+૨+૨+૨ = ૩૧ પ્રકૃતિઓ ક્ષીણ શબ્દથી યુક્ત બનાવો તો તે ૩૧ સંખ્યાવાળા સિદ્ધના આદિ ગુણ રૂપ બને છે. ૨૮૫