________________
समवायांगसूत्र
४९५
ક્ષમા - દ્વેષરૂપ જે અપ્રીતિ છે. તેનો સંપૂર્ણ અભાવ અથવા ક્રોધ માનનો ઉદય અટકાવવો તે છે.
પૂર્વે કહેલ ક્રોધ માનના વિવેકમાં, ઉદયમાં આવેલા એવા ક્રોધ માનને અટકાવવા તે છે. ક્ષમામાં-એનો ઉદય જ ન થવા દેવો એટલો તફાવત સમજવો. તેથી પુનરુક્તિ દોષ નથી.
વૈરાગ્ય :- રાગમાત્રનો અભાવ અથવા માયા કે લોભનો અનુદય. મન વચન કાયાની સમાધારણતા :- અકુશલ મન – વચન અને કાયાને અટકાવવા રૂપ છે. જ્ઞાનસંપન્નતા દર્શનસમ્પન્નતા ચારિત્રસમ્પન્નતા - એ ત્રણ છે. વેદનાતિ સહનતા :- શીત-ઉષ્ણ વગેરે વેદનાઓને અત્યંત સહન કરવી તે.
મારણાન્તિક સહનતા - મારણાન્તિક ઉપસર્ગોને (ઉપસર્ગ કરનાર પ્રત્યે) કલ્યાણમિત્રની બુદ્ધિથી સહન કરવા તે છે.
આમ સાધુના સત્યાવીસ ગુણ છે. ૨૪ अनगारविशेषाणां विशिष्टदेवगतिसम्भवात् तद्गतियोग्यकर्माण्याह
देवगतिपञ्चेन्द्रियवैक्रियतैजसकार्मणसमचतुरस्रवैक्रियाङ्गोपाङ्गवर्णगन्धरसस्पर्शदेवानुपूर्व्यगुरुलघूपघातपराघातोच्छ्वासप्रशस्तविहायोगतित्रसबादरपर्याप्तप्रत्येकयशःकीर्तिनिर्माणनामानि स्थिरास्थिरयोः शुभाशुभयोरादेयानादेययोरन्यतरच्च देवगति बन्धन्नाम्न उत्तरप्रकृतीर्बध्नाति, एवं नैरयिकाऽपि नानात्वं तु अप्रशस्तविहायोगतिहुण्डास्थिरदुर्भगाशुभदुःस्वरानादेयायशःकीर्तिनिर्माणनामभिः ॥२५॥
देवगतीति, स्पष्टम्, स्थिरास्थिरयोः शुभाशुभयोरादेयानादेययोश्च परस्परं विरोधित्वेनैकदा बन्धाभावादन्यतरदित्युक्तम्, नारकोऽपि विंशतिस्ता एव प्रकृतयोऽष्टानान्तु स्थानेऽष्टावन्या बध्नाति ॥२५॥
અનગાર વિશેષોની વિશિષ્ટ દેવગતિ સંભવતી હોવાથી તે દેવગતિ ગત જીવોને યોગ્ય કર્મો હવે કહે છે.
૧. દેવગતિનામકર્મ, ૨. પંચેન્દ્રિય જાતિ નામકર્મ, ૩. વૈક્રિય શરીર નામકર્મ, ૪. તૈજસ શરીર નામકર્મ, ૫. કાર્પણ શરીર નામકર્મ, ૬. સમચતુરગ્ન સંસ્થાન, ૭. વૈક્રિયાંગોપાંગ નામકર્મ, ૮. વર્ણ નામકર્મ, ૯.ગંધ નામકર્મ, ૧૦. રસ નામકર્મ, ૧૧. સ્પર્શ નામકર્મ, ૧૨. દેવાનુપૂર્વનામ, ૧૩. અગુરુલઘુનામ, ૧૪.ઉપઘાતનામ, ૧૫. પરાઘાત નામ, ૧૬ ઉચ્છવાસનામ, ૧૭. પ્રશસ્ત વિહાયોગતિ નામ, ૧૮. ત્રસનામ, ૧૯. બાદરનામ, ૨૦. પર્યાપ્તનામ, ૨૧. પ્રત્યેકનામ, ૨૨. યશ-કીર્તિનામ, ૨૩. ઉપરાંત શુભનામ, ૨૪. અશુભનામ, ૨૫. આદેયનામ, ૨૬. અનાદેયનામ.