________________
४९४
सूत्रार्थमुक्तावलिः
જે કર્મના ઉદયથી શોક રહિત હોય તો પણ પ્રિય વ્યક્તિના વિયોગથી આકુલ-વ્યાકુલ વૃત્તિપણાએ આક્રંદન વગેરે જીવ કરે છે તે શોકકર્મ (શોક મોહનીય) નોકષાયવેદનીય ભેદ છે. (અર્થાત્ નોકષાય મોહનીય)
જેના ઉદયથી સનિમિત્ત કે અનિમિત્ત અશુભ વસ્તુ પ્રત્યે જીવને જે અરૂચિ - જુગુપ્સા પેદા થાય છે તે જુગુપ્સા મોહનીય છે.
સ્ત્રીવેદથી માંડીને જે જુગુપ્સા સુધીના ૯ નોકષાય મોહનીયની પ્રકૃતિઓ છે.
અનંત ભવે પણ જેઓની સિદ્ધિ (મોક્ષ) નથી થવાનો તે અભવસિદ્ધિકો (અભવ્યો) ને આ મોહનીયકર્મ સદૈવ-હંમેશા જ રહે છે.
જો કે ભવસિદ્ધિકો (ભવ્યોને) ને પણ મોહનીયકર્મ ભવાવસ્થામાં હોય જ છે. પરંતુ ચરમભવમાં તેનો અભાવ થતો હોવાથી સદૈવ નથી રહેતું... ૨૩
तत्सत्ताविरोध्यनगारगुणानाचष्टे
व्रतपञ्चकपञ्चेन्द्रियनिग्रहक्रोधमानमायालो भविवेकभावकरणयोगसत्यक्षमावैरा
ग्यमनोवाक्कायसमाहरणताज्ञानदर्शनचारित्रसम्पन्नतावेदनामारणान्तिकातिसहनताः
અનાનુળા: ॥૨૪॥
व्रतपञ्चकेति, अनगाराणां साधूनां गुणाश्चारित्रविशेषरूपाः, तत्र महाव्रतानि इन्द्रियनिग्रहाश्च पञ्च क्रोधादिविवेकाश्चत्वारः, सत्यानि त्रीणि, तत्र भावसत्यं शुद्धान्तरात्मता, करणसत्यं - यत्प्रतिलेखनाक्रियां यथोक्तां सम्यगुपयुक्तः कुरुते, योगसत्यं - योगानां मनःप्रभृतीनामवितथत्वम्, क्षमाद्वेषसंज्ञितस्याप्रीतिमात्रस्याभाव:, अथवा क्रोधमानयोरुदयनिरोधः, क्रोधमानविवेकशब्दाभ्यां तदुदयप्राप्तयोस्तयोर्निरोधोऽभिहित इति न पुनरुक्तता, वैराग्यं अभिष्वङ्गमात्रस्याभाव:, अथवा मायालो भयोरनुदयः, मनोवाक्कायानां समाहरणता अकुशलानां निरोधरूपाः, ज्ञानादिसम्पन्नताः तिस्रः, वेदनातिसहनता शीताद्यतिसहनम्, मारणान्तिकातिसहनताकल्याणमित्रबुद्ध्या मारणान्तिकोपसर्गसहनमिति ||२४||
મોહનીયકર્મની સત્તાના વિરોધી એવા અણગારગુણો સાધુના (૨૭) ગુણો હવે કહે છે.
અણગાર = સાધુઓના ગુણો અર્થાત્ ચારિત્રધર્મ વિશેષો તે ૨૭ છે. તેમાં ૫ મહાવ્રતો અને ઇન્દ્રિય નિગ્રહ ૫ છે. ક્રોધાદિવિવેક ચાર છે. ત્રણ સત્યો છે. તેમાં શુદ્ધ અન્તરાત્મદશા તે ભાવસત્ય છે. જે પડિલેહણાદિ ક્રિયાઓ જેવી કહી છે તેવી રીતે સમ્યગ્ ઉપયોગપૂર્વક કરવી તે કરણસત્ય છે મન વચન કાયા રૂપ યોગ ખોટા ન કરવા (શુભમાં પ્રવર્તાવવા) તે યોગસત્ય છે