________________
समवायांगसूत्र
४९३
नपुंसकवेदाः । यदुदयात्सनिमित्तमनिमित्तं वा हसति तत्कर्म हास्यम्, मोहनीयकर्मभेदः । यदुदयाज्जीवस्य सचित्ताचित्तेषु बाह्यद्रव्येषु अरति मोहनीयजो मनोविकारः रतिर्वोत्पद्यते तदरतिरतिकर्मणी नोकषायवेदनीयकर्मभेदौ । यदुदयेन भयवर्जितस्यापि जीवस्येहलोकादिसप्तप्रकारं भयमुत्पद्यते तद्भयकर्म मोहान्तर्गता नोकषायरूपा प्रकृतिः । येन शोकरहितोऽपि प्रियविप्रयोगादिविकलचेतोवृत्तितयाऽऽक्रन्दनादि करोति तच्छोककर्म नोकषायवेदनीयकर्मभेदः । यदुदयात् सनिमित्तमनिमित्तं वा जीवस्याशुभवस्तुविषया जुगुप्सा भवति तज्जुगुप्सामोहनीयम् स्त्रीवेदादयः सर्वा नोकषायप्रकृतयः, भवैर्नास्ति सिद्धिर्येषां तेषामेतानि कर्माणि सदैव स्युर्यद्यपि भवसिद्धिकानामपि भवावस्थायां भवन्ति तथापि न सदैव चरमे भवे तदभावादिति રરૂા.
આ ભાવનાઓ વિના મોહનીય (૨૬) પ્રકૃતિનો સદ્ભાવ કાયમી નિત્ય રહે છે... તે ર૬ પ્રકૃતિઓ હવે કહે છે.
મોહપમાડે... અર્થાત્ સારા નરસાથી જીવને વિકલ બનાવે, સારા નરસાનો ભેદ સમજવા ન દે એનું નામ મોહનીય (કર્મ) છે. જેવી રીતે મદ્યપાન કરીને મૂઢ બનેલા જીવને સારાસારનો વિવેક નથી રહેતો તેવી જ રીતે આ મોહનીય કર્મથી મૂઢ બનેલ જીવ પણ સારાસારના વિવેક વિનાનો થાય છે.
તે મોહનીય કર્મ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એમ બે ભેદે છે. (આમાં સારાસારને સમજવા ન દે તે દર્શનમોહનીય છે અને સારને ગ્રહણ કરી અસારનો ત્યાગ ન કરવા દે તે ચારિત્રમોહનીય છે તેમાં મિથ્યાત્વમોહનીય એ દર્શનમોહનીય છે.)
પૂર્વમાં કહેલા (અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજવલન ક્રોધ, માન, માયા, લોભ) એવા સોળ પ્રકારના કષાયો છે.
તેમજ જે મોહનીયકર્મને વશ થઈ સ્ત્રી પુરુષનો અભિલાષ કરે છે, પુરુષ સ્ત્રીનો અભિલાષ કરે છે અને નપુંસક ઉભયનો અભિલાષ કરે છે તે સ્ત્રીવેદ-પુવેદ અને નપુંસકવેદ છે. નિમિત્તથી કે વગર નિમિત્તે પણ જે કર્મના ઉદયથી હાસ્ય ઉત્પન્ન થાય છે તે હાસ્યમોહનીય કર્મ મોહનીયનો એક ભેદ છે. સચિત્ત કે અચિત્ત બાહ્યદ્રવ્યોમાં જે કર્મના ઉદયથી અરતિ = મોહનીયથી ઉત્પન્ન મનોવિકાર (અજંપો અણગમો) થાય છે અથવા રતિ = મોહનીયથી ઉત્પન્ન મનોવિકાર (ખુશીપરિતોષ) થાય છે. તે અરતિ મોહનીય અને રતિ મોહનીય કર્મ છે જે નોકષાય વેદનીય (નોકષાય વેદન) કર્મ છે.
જે કર્મના ઉદયથી ભય વર્જિત વ્યક્તિને પણ ઇન્દ્રલોક પરલોકાદિ સાત પ્રકારના ભયનો અનુભવ થાય છે તે મોહનીય કર્મ અંતર્ગત નોકષાય મોહનીયની પ્રકૃતિ ભયકર્મ (ભયમોહનીય) છે.