________________
४९२
सूत्रार्थमुक्तावलिः અવગ્રહ અનુજ્ઞાપના :- ત્રીજા મહાવ્રતમાં... માલિક પાસે અવગ્રહની અનુજ્ઞા મેળવવી, અવગ્રહની અનુજ્ઞા પ્રાપ્ત થયે છતે અવગ્રહની સીમા મર્યાદાનું બરોબર જ્ઞાન મેળવવું તે સીમા પરિજ્ઞાન છે. સીમા જણાયા બાદ સ્વયં પોતેજ અવગ્રહનો પાછો સ્વીકાર કરવો તે અવગ્રહ સ્વીકાર છે. સાધર્મિક = ગીતાર્થ નિશ્રાએ કે અનુજ્ઞાએ સમુદાય સાથે વિહરતા સંવિગ્ન મુનિઓનો જે અવગ્રહ છે માસકલ્પમાં એક માસ કાલનો અથવા પાંચ કોશનું ક્ષેત્ર રૂપ અવગ્રહ તેમાં, તેઓની રજા લઈને જ વસતિ વગેરેમાં વસવું... “તદનુજ્ઞયા ભક્તાઘુપભોગઃ” સામાન્યથી જે આહારાદિ વગેરે છે તે સર્વ તે આચાર્ય ભગવંતોની રજાથી વાપરવું (આમ ત્રીજા મહાવ્રતની આ પાંચ ભાવના છે.)
ચતુર્થવ્રતની પાંચ ભાવના = સ્ત્રી સાથે પરિચય ન કરવો અર્થાત્ સ્ત્રી યુક્ત વસતિમાં વાસ ન કરવો, તેમજ સ્ત્રીથી ઉપમુક્ત શયન આસન વાપરવું નહી, નહીં તો બ્રહ્મવ્રતનો ભંગ થઈ શકે છે. તેમજ તત્ત્વનો જાણકાર મુનિ શુદ્ર અને અપ્રશસ્ય એવી સ્ત્રી વિષયક કથાઓ પણ ન કરે. તેની કથામાં આસક્ત મુનિને માનસિક વિકારો થઈ શકે છે. તેમજ સ્ત્રીને અથવા તેના અંગોને લોલુપતાથી જોવા નહીં, સતત સુંદર સ્ત્રી અને અવયવો જોવામાં બ્રહ્મવ્રતને બાધા સંભવી શકે છે. પૂર્વકાળમાં ગૃહસ્થ અવસ્થામાં સ્ત્રી સાથે કરેલા ભોગોનું સંસ્મરણ ન કરે. તેમજ આહારમાં પણ સંયમી બને, અત્યંત રસાળ અને અતિમાત્ર ભોજન ન કરે. કેમકે સતત ભારે સ્નિગ્ધ મધુર રસથી પોષાયેલ વ્યક્તિ પ્રધાનધાતુના પરિપોષણ દ્વારા વેદોદયથી અબ્રહ્મ પણ સેવી લે અને અતિમાત્ર આહાર માત્ર બ્રહ્મવ્રતનો લોપ કરનાર જ નથી પરંતુ કાયકલશ કરનાર પણ છે માટે તેનો ત્યાગ કરવો. (આમ ચોથા મહાવ્રતની આ પાંચ ભાવના છે)
પાંચમા મહાવ્રતની ભાવના = જે સાધુ આવેલા અને ઇન્દ્રિયોના વિષયભૂત બનેલા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શીને પામીને મનગમતા વિષયોમાં રાગ ન કરે અને અણગમતા વિષયોમાં દ્વેષ ન કરે એજ સાધુ સત્ત્વશાળી છે, જિતેન્દ્રિય છે, નહીં તો શબ્દાદિ વિષયોમાં મૂછ વગેરે થવાથી વ્રતની વિરાધના થાય. રા
एतद्भावना अन्तरेण मोहनीयप्रकृतिसद्भावस्य नित्यत्वमाहमिथ्यात्वमोहनीयषोडशकषायस्त्रीपुनसकवेदहास्यारतिरतिभयशोकजुगुप्सा अभवसिद्धिकानां जीवानाम् सदैवसत्तायाम् ॥२३॥ - मिथ्यात्वमोहनीयेति, मोहयति सदसद्विकलं करोत्यात्मानमिति मोहनीयम्, यथा हि मद्यपानमूढः प्राणी सदसद्विकलो भवति तथाऽनेनापि कर्मणा मूढो जंतुरपि तथा भवति, तच्च दर्शनचारित्रमोहनीयभेदभिन्नम् । कषायाः पूर्वोक्ताः षोडशविधाः, यद्वशात् स्त्रियाः पुंस्यभिलाषः पुरुषस्य स्त्रियं प्रत्यभिलाषः नपुंसकस्य तदुभयं प्रत्यभिलाषो भवति ते स्त्रीवेदपुंवेद