________________
समवायांगसूत्र
४९१
શાશ્વત ચૈત્યો છે તેમાં, અષ્ટાપદ વગેરે તીર્થોમાં, જ્યાં જ્યાં પણ પ્રભુના ચૈત્યો સંભવિત છે ત્યાં સામેથી જઇને વંદન-પૂજન-સ્તવના કરવા દ્વારા કલ્યાણકારી ભાવનાઓ ઉત્પન્ન થાય છે, તેમજ મૌનીન્દ્ર એવા તીર્થંકર પરમાત્માના જ્ઞાન સ્વરૂપ પ્રવચનો કે જે પ્રવચન જેવા છે તેવા સકલ પદાર્થોના પ્રકાશક છે જેને સારી રીતે ચિંતવવાથી સ્પષ્ટ રીતે અહિંસાદિ ધર્મો આ શાસનમાં જ સારી રીતે ઘટે છે એમ સમજાય છે.
આવા પ્રવચનોને ભાવવાથી પણ પ્રશસ્ત ભાવના પેદા થાય છે માટે હવે ૨૫ ભાવના બતાવે છે.
ઈર્યા - ગમન ક્રિયા તેમાં ઉપયોગવાળા થવું (તે ઈર્યાસમિતિ) અસમિતિવાળો પ્રાણીઓની હિંસા કરે છે. સંયમી સમાધિવાળો હોતે છતે મનને અદુષ્ટ રાખનારો હોય છે. જે વ્યક્તિ મનને દુષ્ટ બનાવે છે. તેની કાયસંલીનતા વગેરે હોવા છતાં પણ કર્મબંધ થાય છે. સંભળાય છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિની મનોગુપ્તિ દ્વારા અહિંસા વ્રત ભાવિત ન રહ્યું અને તેથી હિંસા ન કરતા હોવા છતાં ૭ મી નરકને યોગ્ય કર્મ તેમણે નિર્માણ કર્યા. એજ રીતે વાણીને પણ અદુષ્ટ બનાવવી દુષ્ટ વાણી પ્રવર્તાવનારો જીવોનો વિનાશ કરે છે.
આલોકિત પાત્ર ભોજન :- સાધુએ સર્વકાળ સારી રીતે ઉપયોગવાળા બની સારી રીતે જોઇને- ભોજનાદિ કરવું જોઇએ અથવા પાણી અને આહારને ગ્રહણ કરવા જોઇએ અર્થાત્ દરેક ઘરે પાત્રે પડેલા પિંડને ચક્ષુઆદિ દ્વારા તેમાંથી ઉત્પન્ન થયેલ કે આગંતુક જીવના રક્ષણ માટે ઉપયોગ પૂર્વક જોવું જોઇએ, વહોરીને વસતિમાં આવીને વળી પ્રકાશિત પ્રદેશમાં રહી સારી રીતે પાન ભોજનને જોઈ પ્રકાશવાળા પ્રદેશમાં રહીને મોટા પાત્રમાં વાપરવું જોઇએ, જોયા વિના વાપરનાર સાધુને પ્રાણિ હિંસા સંભવે છે.
નિક્ષેપણા સમિતિ:- પાત્ર વગેરેને આગમાનુસારી પદ્ધતિથી પડિલેહણ પ્રમાર્જનાપૂર્વક ગ્રહણ કરવા અને મૂકવા તે બાબતમાં પ્રમાદ કરનાર જીવ વિરાધના કરે છે. આ પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના થઈ
અનુવિચિન્ય ભાષણતા - અનુવિચિત્ય એટલે કે સમ્યગુ સમજણપૂર્વક = વિચારીને બોલનાર, વિચાર્યા વિના બોલનારો ક્યારેક ખોટું પણ બોલી જાય છે. પોતાને વૈર અને પીડા વગેરે પેદા કરે છે. સામે સત્ત્વ = જીવનો ઉપઘાત થાય છે.
તેમજ જે ક્રોધ, લોભ અને ભય ને પરિહરે છે તેજ રાત દિવસ મોક્ષને જોનારો મુનિ સર્વકાલ ચોક્કસ મૃષાનો છોડનારો બને છે. અને ક્રોધ, લોભ, ભય ને પરવશ એવો વક્તા સ્વપર નિરપેક્ષપણે કાંઇપણ બોલનારો હોવાથી મૃષાભાષણ પણ કરે છે. એજ રીતે હાસ્ય પણ છોડી દેવું કેમકે હાસ્યથી પણ જુઠું બોલાય છે. (આમ વિચારીને બોલવું. ક્રોધ, લોભ, ભય, હાસ્યથી જુઠું ન બોલવું.) આ પાંચ ભાવના બીજા મહાવ્રતની છે.