SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ समवायांगसूत्र ४८३ એવા આચારાંગાદિ સૂત્રોને ઉગ્વાડા પોરિસી એટલે પ્રથમ પોરિસી સુધી ભણવું. કાલિક સૂત્રો માટે દિવસનો અને રાત્રિનો પ્રથમ અને અંતિમ પ્રહર છોડી બાકી બધો અકાલ છે. અકાલનો સ્વાધ્યાય કરનારો (આ ૧૪મું અસમાધિસ્થાન છે) સરજસ્કપાણિપાદ :- જે સચિત્તરજંથી ખરડાયેલ હાથવાળા પાસેથી ભિક્ષા ગ્રહણ કરે છે. તેમજ સ્થંડિલ વગેરે ભૂમિમાં જતો પગ વગેરેને પુંજતો નથી અથવા તેવા પ્રકારના કારણો હોતે છતે જે સચિત્ત પૃથ્વી ઉપર કલ્પ (ઉનના આસન) વગેરેથી આવરિત કર્યા વિના જ આસન (બેસવાનું) કરે છે. તે આમ કરતો સંયમમાં પોતાના આત્માને અસમાધિમાં જોડે છે (આ ૧૫મું અસમાધિસ્થાન છે) કલહકર :- જેના દ્વારા કલહ વગેરે થાય એવા આક્રોશ વગેરે જે કરે તે કલહકર છે. (આ ૧૬મું અસમાધિસ્થાન છે) શબ્દકર :- સૂતા પછી એકાદ પ્રહર બાદ રાત્રે મોટા શબ્દોથી વાર્તાલાપ અને સ્વાધ્યાય કરનારો, અથવા ગૃહસ્થની ભાષા બોલનારો અથવા વેરત્તિકાલ ગ્રહણ કરતો મોટા શબ્દોથી બોલે તે શબ્દકર કહેવાય (આ ૧૭મું અસમાધિસ્થાન છે) -- ભેદકર :- જે ક૨વાથી ગચ્છની અંદર ભેદ ઉત્પન્ન થાય, મનમાં દુઃખ ઉત્પન્ન થાય તેવું બોલે તે ભેદકર કહેવાય (આ ૧૮મું અસમાધિસ્થાન છે) સૂરપ્રમાણભોજી :- સૂર્યોદયથી માંડી અસ્તના સમય સુધી અશન પાન વાપરનારો, ઉચિત સમયે પણ સ્વાધ્યાય વગેરે નથી કરતો, પ્રેરણા કરતા ગુસ્સે થાય છે અને અજીર્ણમાં પણ ઘણો આહાર વાપરવામાં અસમાધિ વગેરે દોષ થાય છે. (આ ૧૯મું અસમાધિસ્થાન છે) એષણાઅસમિત :- એષણામાં જોડાયો હોવા છતાં પણ વિવિધ પ્રકારની એષણા નથી કરતો, એ બાબતમાં પ્રેરણા કરનારની સાથે ઝગડો કરે છે અને અનેષણીય વસ્તુને નહી પરિહરતો, જીવને પીડા પહોંચાડવામાં એ વર્તતો. આમ પોતાને-બીજાને અસમાધિ કરવા દ્વારા આ પણ અસમાધિસ્થાન છે (આ ૨૦મું અસમાધિસ્થાન છે) ૧૭ણા असमाधिमान् शबलो भवतीति शबलानाह हस्तकर्ममैथुनरात्रिभोजनाधाकर्मराजपिण्डक्रितादिपुनःपुनःप्रत्याख्यातभुग्गणान्तर सङ्क्रमणत्र्यधिकोदकलेपकृन्मायास्थानत्रयकृत्सागारिकपिण्डभुगाकुट्टिप्राणातिपातमृषावादादत्तादानकृदनन्तरितसचित्तपृथिव्युपयोगबीजादिमत्स्थितिमूलादिभुक्दशोदकलेप कृद्दशमायास्थानकृच्छीतोदकव्याप्तपाणिदत्ताहारभोजिनः शबलाः ॥१८॥ हस्तकर्मेति, यैः क्रियाविशेषैर्निमित्तभूतैश्चारित्रं कर्बुरं भवति तेद्योगात्साधवोऽपि शबला इति व्यपदिश्यन्ते ते एवं हस्तकर्म - वेदविकारविशेषमुपशमं कुर्वन कारयन्ननुजानन् वा शबलो
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy