________________
४८२
सूत्रार्थमुक्तावलिः રાત્વિકપરિભાષી :- આચાર્ય વગેરે પૂજય એવા ગુરૂ ભગવંતોના પરિભવ = (અપમાનાદિ) કરનાર અથવા બીજા પણ કોઈ જાતિથી શ્રુતથી પર્યાય વગેરેથી વડીલ હોવાથી હિતશિક્ષા આપે તેને જાતિ વગેરે ભેદ સ્થાનોથી અપમાનિત કરે તે રાત્વિક પરિભાષી કહેવાય
આ રીતે ગુરૂને પરાભવ કરતો, અથવા આજ્ઞા વગેરેનું ઉત્થાપન કરતો પોતાને તથા બીજાઓને અસમાધિમાં જોડે જ છે. માટે તે પાંચમું અસમાધિસ્થાન છે.)
સ્થવિરોપઘાતિક - સ્થવિર = આચાર્ય વગેરે ગુરૂઓ (પૂજયો) તેઓને આચારના દોષ દ્વારા કે શીલના દોષ દ્વારા કે અપમાનાદિ દ્વારા જે હણે છે એવા પ્રકારના સ્વભાવવાળો તે સ્થવિરોપઘાતિક કહેવાય છે. (આ છઠું અસમાધિસ્થાન છે.)
- ભૂતોપઘાતિક:- ભૂત = એકેન્દ્રિય વગેરેને હણવાના સ્વભાવવાળો કોઈપણ પ્રયોજન વિના ઋદ્ધિગારવ, રસગારવ ને સાતાગારવ દ્વારા કે વિભૂષા માટે આધાકર્મી વગેરે ભોજનને અપુષ્ટાલંબનમાં પણ ગ્રહણ કરનારો અથવા ઉપરોક્ત નિમિત્ત માટે, તેવું કાંઈક બોલે કે જેનાથી ભૂત (એકેન્દ્રિયાદિ) નો ઘાત થાય.. તે ભૂતોપઘાતિક કહેવાય (આ સાતમું અસમાધિસ્થાન છે.)
સંજ્વલન:- પ્રતિક્ષણ ગુસ્સાવાળો તે વ્યક્તિ તેવા પ્રકારના ક્રોધ દ્વારા પોતાના ચારિત્રને અને સમ્યક્ત્વને હણે છે. અથવા અગ્નિની જેમ બાળે છે. (આ આઠમું અસમાધિસ્થાન છે)
ક્રોધન - એકવાર પણ ગુસ્સે થયેલો અત્યંત ક્રોધિત બને છે. એનો વૈરભાવ ઉપશાંત નથી થતો. (આ નવમું અસમાધિસ્થાન છે)
પૃષ્ઠિમાંસાશિક - વિરોધી એવા અન્યનો અવર્ણવાદકારી અર્થાત અવગુણ બોલનારો તે આવું કરતો પોતાને અને પરને અસમાધિમાં જોડે છે. (આ દસમું અસમાધિસ્થાન છે)
અવધારયિતા - વારંવાર શંકિત એવા પદાર્થ માટે પણ નિઃશંકિત વ્યક્તિની જેમ આ આમ જ છે. એમ અવધારણ પૂર્વક બોલનારો અથવા અવહારયિતા એટલે કે બીજાના ગુણોનો અપહાર કરનારો જેમ તેમ અન્યની સાથે હાસ્ય કરતો પણ અદાસ અને અચૌરને પણ તું તો દાસ છે તું તો ચોર છે એવું બોલનારો (આ ૧૧મું અસમાધિસ્થાન છે)
નવોત્પાદયિતા - નવા - અનુત્પન્ન એવા કલહોને ઉત્પન્ન કરનારો તે કલહોને ઉત્પન્ન કરીને પોતાને તથા અન્યને અસમાધિમાં એ જોડે છે અથવા નવોત્પાદયિતા એટલા નવા અધિકરણોને (યંત્ર વગેરેને) ઉત્પન્ન કરનારો (આ ૧૨મું અસમાધિસ્થાન છે)
પુરાતનોદીરયિતા - જૂના કલહો એટલે કે ખમાવવા દ્વારા ઉપશમિત અને સહન કરવાથી ઉપશમિત થયેલ જૂના કલહોને વળી પાછા ઉદીરિત કરનારો - ભડકાવનારો (આ ૧૩મું અસમાધિસ્થાન છે)
અકાલસ્વાધ્યાયી - જે અકાલમાં સ્વાધ્યાય કરે છે. તે ઉત્કાલિક એવા દશવૈકાલિક વગેરે સૂત્રને ચાર સંધ્યાના સમયોને છોડી સતત સ્વાધ્યાય કરી શકાય છે તે તેનો કાળ છે. તેમજ કાલિક