________________
समवायांगसूत्र
અજીવકાયસંયમ છે. સ્થાન તથા ઉપકરણ વગેરેનું અપ્રત્યુપેક્ષણ (સમ્યક્ રીતે જોવું નહીં તે) અથવા અવિધિથી જોવું તે પ્રેક્ષાઅસંયમ.
४७७
ઉપેક્ષા અસંયમ :- અસંયમ યોગમાં પ્રવૃત્તિ અને સંયમયોગ અપ્રવૃત્તિરૂપ છે.
અપહૃત્ય અસંયમ ઃ- અવિધિથી સ્થંડિલ મારું વગેરેનું જે પરઠવું તે છે.
અપ્રમાર્જના અસંયમ :- પાત્ર વગેરેની અપ્રમાર્જના અથવા અવિધિથી પ્રમાર્જના કરવા વડે થાય છે.
મનઃ અસંયમ, વચન અસંયમ અને કાયઅસંયમ :- અકુશલ (અશુભ) મન વચન અને કાયાની ઉદીરણા રૂપ છે આ અસંયમથી વિપરીત (પ્રવૃત્તિ + પરિણતિ) એ સંયમ છે. ૧૪॥ संयमिनामेतदष्टादशस्थानानि भवन्तीति तान्याह
व्रतषट्ककायषट्काकल्पगृहिभाजनपर्यङ्कनिषद्यास्नानशोभावर्जनानि अष्टादशनिर्ग्रन्थानां सक्षुद्रकव्यक्तानां स्थानानि ॥१५॥
व्रतषट्केति, सह क्षुद्रकैर्व्यक्तैश्च ये ते तेषाम्, तत्र क्षुद्रका वयसा श्रुतेन वाऽव्यक्ताः, व्यक्तास्तु ये वयः श्रुताभ्यां परिणताः तेषां स्थानानि परिहारसेवा श्रयवस्तूनि । तत्र व्रतषट्कं - महाव्रतानि रात्रिभोजनविरतिश्च, कायषट्कं पृथिवीकायादि, अकल्पः-अकल्पनीयपिण्डશય્યાવસ્ત્રપાત્રરૂપ:, વૃત્તિમાનનં-સ્થાપ્ત્યાતિ, પર્યતૢ:-મદ્માવિ, નિષદ્યા-સ્ત્રિયા સહાસનમ્, स्नानं - शरीरक्षालनम्, शोभावर्जनं प्रसिद्धमिति ॥१५॥
સંયમીઓના આ અઢાર સ્થાનક હોય છે... તે હવે કહે છે.
ક્ષુદ્રકો દ્વારા અને વ્યક્તો દ્વારા. સહિત જેઓ છે. તેઓ સક્ષુદ્રક વ્યક્ત કહેવાય છે. તેઓના સ્થાનો અર્થાત્ પરિહાર કરવાના આશ્રયભૂત ને સેવા કરવાને આશ્રયભૂત વસ્તુઓ (તે અઢાર છે)
તેમાં ઉંમરથી તથા જ્ઞાનથી જે અવ્યક્ત છે... અપરિણત છે... ક્ષુદ્ર કહેવાય તેમજ વય અને જ્ઞાનથી જેઓ પરિણત છે તેઓ વ્યક્ત કહેવાય છે.
તે અઢાર સ્થાન પૈકી વ્રતષટ્ક પાંચ મહાવ્રત અને રાત્રિ ભોજન વિરમણ છે. કાયષક પૃથ્વી-અપ્-તેજો-વાયુ-વનસ્પતિ અને ત્રસકાય રૂપ છે. અકલ્પ અકલ્પનીય પિંડ-શય્યા-વસ્ત્ર અને પાત્ર રૂપ છે. ગૃહિભાજન - થાળી વગેરે, પર્યંક માંચી-પલંગ-ખાટલા વગેરે રૂપ છે. નિષદ્યા સ્ત્રીની સાથે (એક) આસને બેસવું તે. સ્નાન શરીર ધોવારૂપ છે. શોભાવર્જન શણગાર રૂપ પ્રસિદ્ધ છે.
(આમાં... કાયષટ્ક અકલ્પ ગૃહિભાજન-પર્યંક-નિષદ્યા-સ્નાન ને શોભા વગેરે સ્થાનકો પરિહાર યોગ્ય છે. અને વ્રતષક સેવા યોગ્ય છે) ॥૧૫॥