________________
४७६
सूत्रार्थमुक्तावलिः
સમ્યગદર્શનની સાથે રહેનાર જે ક્ષમાદિ ગુણરૂપ ઉપશમ વગેરે ચારિત્રાંશનો પ્રતિબંધી છે. (સમ્યગદર્શન સહભાવી) ઉપશમ વગેરેથી જ એ વ્યક્તિ ચારિત્રી નથી બનતો કેમકે ચારિત્રગુણનું એમાં અલ્પત્વ છે. જેમ (ભાવમન હોવા છતાં) મન વિનાનો વ્યક્તિ સંજ્ઞી નથી કહેવાતો, મન પ્રાપ્ત થાય ત્યારે જ એ સંજ્ઞી કહેવાય છે. તેવી રીતે મહાન એવા (અહિંસાદિ) મૂલગુણરૂપ ચારિત્રથી જ જીવ ચારિત્રી કહેવાય છે.
એજ રીતે જે કષાયના ઉદયમાં અણુવ્રતરૂપ પ્રત્યાખ્યાનાદિ નથી હોતા તે દેશવિરતિનો આવારક અપ્રત્યાખ્યાન કષાય છે.
જે સર્વવિરતિને વરે છે તે પ્રત્યાખ્યાન કષાય છે અને જે સર્વ સાવદ્યરૂપ વિરતિને બાળે છે. (અતિચાર યુક્ત બનાવે છે) તે સંજવલન કષાય છે.
(અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજવલન એમ ચારે પ્રકારે ચાર પ્રકારના ક્રોધ માન માયા લોભ કષાયો.. ૧૬ ભેદને પામે છે) II૧૩ી
तत्सद्भावासद्भावाभ्यां संयमासंयमौ भवत इति तावाह
पृथिव्यप्तेजोवायुवनस्पतिकायद्वित्रिचतुःपञ्चेन्द्रियाजीवकायप्रेक्षोपेक्षापहृत्याप्रमार्जनमनोवाक्कायविषयौ संयमासंयमौ ॥१४॥
पृथिवीति, पृथिव्यादिविषयेभ्यः संघट्टपरितापोपद्रावणेभ्य उपरमः तत्तत्संयमः, तद्विपरीतोऽसंयमः, अजीवकायासंयमो विकटसुवर्णबहुमूल्यवस्त्रपात्रपुस्तकादिग्रहणम्, तदुपरमः तत्संयम, प्रेक्षायामसंयमः स्थानोपकरणादीनामप्रत्युपेक्षणमविधिप्रत्युपेक्षणं वा, उपेक्षाऽसंयमोऽसंयमयोगेषु व्यापारणं संयमयोगेष्वव्यापारणं वा, अपहृत्यासंयमः अविधिनोच्चारादीनां परिष्ठापनतो यः सः, अप्रमार्जनासंयमः पात्रादेरप्रमार्जनयाऽविधिप्रमार्जनया वेति, मनोवाक्कायानामसंयमास्तेषामकुशलानामुदीरणानीति, असंयमविपरीतः संयम इति ॥१४॥
તે કષાયોના સદૂભાવમાં સંયમ અને અસદ્ભાવમાં અસંયમ થાય છે માટે. (૧૭ પ્રકારના) સંયમ અસંયમ કહે છે.
પૃથિવીતિ - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વિષયક સંઘટ્ટો પરિતાપ ઉપદ્રવ આદિથી અટકવું તે પૃથ્વી સંયમ, અપૂસંયમ, તેજઃ સંયમ, વાયુસંયમ વનસ્પતિસંયમ છે. તેનાથી વિપરિત વર્તવું તે તે તે સંબંધી અસંયમ છે બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયના સંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ આદિથી અટકવું તે બેઈન્દ્રિયસંયમ, તેઈન્દ્રિયસંયમ, ચઉરિન્દ્રિયસંયમ, પંચેન્દ્રિયસંયમ છે. તેનાથી વિપરિત વર્તવું તે તતસંબંધિ અસંયમ છે. અજીવકાયનો અસંયમ વિકટ, સુવર્ણ, બહુમૂલ્યવાળા વસ્ત્ર-પાત્ર આદિના ગ્રહણ કરવારૂપ છે. તેનાથી અટકવું તે