________________
समवायांगसूत्र
જે કુંભ વગેરેમાં તેઓને પકાવે છે. તે કુંભ (પ્રકારના પરમાધાર્મિકો) કહેવાય છે.
જે કદંબપુષ્પ જેવા આકારવાળી વજ જેવી બળબળતી વૈક્રિય વાલુકા (રેતી) માં ચણાની જેમ (નારકીઓને) ભુંજે છે. તે વાલુકા (પ્રકારના પરમાધાર્મિકો) કહેવાય છે.
જે અત્યંત તપેલા તાંબા, સસા ને ગંધાતા લોહી વગેરેના કળણથી ભરેલી અને જેનું અત્યંત ભયંકર તરવા રૂપે પ્રયોજનો છે એવી યથાર્થ નામ વાળી વૈતરણી નદીને વિક્ર્વીને તેમાં તરાવવા દ્વારા નારકીઓને ભયંકર કદર્થના કરે છે તે વૈતરણી (પ્રકારના પરમાધાર્મિકો) કહેવાય છે.
વજ જેવા કાંટાથી ભરેલા શાલ્મલીવૃક્ષોને વિકર્વીને એના ઉપર નારકોને (પરાણે) ચડાવીને એકદમ કર્કશ સ્વર કરતા તેઓને ઝાડ પરથી ઘસડીને ખેંચે છે તે ખરસ્વર (પ્રકારના પરમધામિકો) કહેવાય છે.
જે ડરેલા અને ભાગતા નારકીઓને.. પશુઓની માફક મોટેથી અવાજ કરી વાડા વગેરેમાં બાંધે છે તે મહાઘોષ (પ્રકારના પરમધાર્મિકો) કહેવાય છે. I/૧ર/
तीव्रकषायैर्भवन्ति परमाधार्मिका इति कषायानाहंअनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानसंज्वलनक्रोधमानमायालोभाःषोडशकषायाः રૂા __ अनन्तेति, कष्यन्ते बाध्यन्ते प्राणिनोऽनेनेति कषं कर्म भवो वा तदायो लाभ यतस्ते कषायाः मोहनीयपुद्गलविशेषोदयसम्पाद्यजीवपरिणामविशेषाः क्रोधमानमायालोभाः, अनन्तं भवमनुबध्नात्यविच्छिन्नं करोतीत्येवंशीलोऽनन्तानुबन्धी अनन्तो वाऽनुबन्धो यस्येत्यनन्तानुबन्धी सम्यग्दर्शनसहभाविक्षमादिस्वरूपोपशमादिचरणलवविबन्धी चारित्रमोहनीयत्वात्तस्य न चोपशमादिभिरेव चारित्री, अल्पत्वात्, यथाऽमनस्को न संज्ञी, किन्तु मनसैव, तथा महता मूलगुणादिरूपेण चारित्रेण चारित्री । न विद्यते प्रत्याख्यानमणुव्रतादिरूपं यस्मिन् सोऽप्रत्याख्यानो देशविरत्यावारकः । सर्वविरति यो वृणोति स प्रत्याख्यानः, संज्वलयति दीपयति सर्वसावद्यविरतिमिति संज्वलनः ॥१३॥
તીવ્ર કષાયો દ્વારા જીવ પરમાધાર્મિક બને છે. માટે (૧૬ ભેદ) કષાયોને કહે છે.
જેનાથી પ્રાણીઓ પીડાય છે તેનું નામ કષાય અથવા કષ = કર્મ, કષ = ભવનો જેનાથી લાભ થાય તે કષાય છે કારણકે મોહનીય (કર્મ) પુદ્ગલ વિશેષના ઉદયથી સંપન્ન એવા જીવ પરિણામ વિશેષ રૂપ ક્રોધ, માન, માયા અને લોભરૂપ આ કષાયો છે.
અનન્ત ભવનો અનુબંધ અવિચ્છિન્નપણે કરાવે એવા સ્વભાવવાળા કષાયો અનંતાનુબંધી છે. અથવા જેનો અનુબંધ અનંત છે તે અનંતાનુબંધી છે. અનંતાનુબંધી ચારિત્ર મોહનીય હોવાથી એ