________________
सूत्रार्थमुक्तावलिः
वज्रकण्टकाकुलं शाल्मलीवृक्षं नारकमारोप्य खरस्वरं कुर्वन्तं कुर्वन् वा कर्षति स खरस्वरः, यस्तु भीतान पलायमानान् नारकान् पशूनिव वाटकेषु महाघोषं कुर्वन्निरुणद्धि स महाघोष કૃતિ ॥૨॥
४७४
આ ચૌદપૂર્વના વિરાધકો.. પરમાધાર્મિકકૃત પીડાઓને સહન કરે છે. માટે તે ૧૫ પરમાધાર્મિકોને... હવે કહે છે.
અંબ - પરમ એવા તે સંક્લિષ્ટ પરિણામથી અધાર્મિકો, અસુરનિકાયવર્તી એવા તેઓ (દેવો - અસુરો) (પ્રથમ) ત્રણ ના૨કીઓમાં નારકોની કદર્થના કરે છે. તે અસુરો પોતાના વિવિધ વ્યાપારોને લઇને ૧૫ પ્રકારના થાય છે.
તેમાં - જે પરમાધાર્મિક દેવ નારકોને હણે છે. પાડે છે બાંધે છે. લઇ જઇને આકાશ તલે મુકે છે. તેને અંબ (પ્રકારના ૫૨માધાર્મિક) કહેવાય છે.
જે મારેલા એવા નારકોનો તીક્ષ્ણ છરીઓ વગેરેથી ટુકડા કરીને ભટ્ઠામાં પકાવવા યોગ્ય બનાવે છે તે અંબરિષી (પ્રકારના પરમાધાર્મિક) કહેવાય છે.
અને જે ચાબુક કે હાથ વગેરે દ્વારા નારકીઓને સાતન પાતન = (પીડા) પહોંચાડે છે. અને વર્ણથી કાળા છે તે શ્યામ (પ્રકારના પરમાધાર્મિક) કહેવાય છે.
જે નારકીઓના આંતરડા, ચરબી, હૃદય, કલેજું વગેરેને ઉખાડી નાંખે છે વર્ણથી કાબરચીતરા હોય છે તે શબલ (પ્રકારના પરમાધાર્મિક) કહેવાય છે.
જે શક્તિ અને ભાલાઓ વગેરેથી નારકીઓને (આરપાર) પરોવી દે છે. તે રોદ્રપણાથી રૌદ્ર (પ્રકારના પરમાધાર્મિકો) કહેવાય છે.
જે તેઓનો અંગોપાંગોને ભાંગી નાંખે છે તે અત્યન્ત ક્રૂર પરિણામી હોવાથી ઉપરૌદ્ર (પ્રકારના પરમાધાર્મિક) કહેવાય છે.
જે ખાજ વગેરેમાં (નારકીઓને) પકાવે છે. ને વર્ણથી કાળો છે. તે કાલ (પ્રકારના પરમાધાર્મિકો) કહેવાય છે.
જે માંસના ઝીણા ટુકડા કરીને (ના૨કીને) ખવડાવે છે તે મહાકાલ. (પ્રકારના પરમાધાર્મિકો) કહેવાય છે.
જે ખડ્ગ આકારના પાંદડાવાળા વનને વિકુર્તીને તેના આશરે આવેલા નારકીઓને અગ્નિપત્ર પાડવા દ્વારા તલ તલ જેવડા ટુકડાની જેમ છેદી નાંખે છે. તે અસિપત્ર (પ્રકારના પરમાધાર્મિકો) કહેવાય છે.
જે ધનુષ્યમાંથી છોડેલા અર્ધ ચન્દ્રાદિ બાણો દ્વારા (નારકીઓના) કાન વગેરે છેદન ભેદન કરે છે. તે ધનુ: (પ્રકારના પરમાધાર્મિકો) કહેવાય છે.