________________
४७२
सूत्रार्थमुक्तावलिः એને પૂર્વ કહેવામાં આવે છે. અને ત્યાં ગણધરો (સૂત્ર) રચના કરે છે અને (દ્વાદશાંગીને) આચાર વગેરેના ક્રમથી સ્થાપે છે..
તે ચૌદપૂર્વોમાં – ઉત્પાદપૂર્વમાં... સર્વદ્રવ્યો અને સર્વ પર્યાયોના ઉત્પત્તિને અશ્રયિને પ્રરૂપણા કરાય છે. તે ઉત્પાદપૂર્વનું પદ પરિમાણ એક કરોડ પદ છે.
અગ્રાયણીય = અગ્ર એટલે પરિમાણ. તેનું અયન એ ગાયન - જ્ઞાન.
પરિમાણના જ્ઞાન માટે હિતકારી તેનું નામ અગ્રાયણીય. સર્વ દ્રવ્ય -વગેરેના પરિમાણનો બોધ કરાવનાર એમ ભાવાર્થ થયો. તેમાં સર્વદ્રવ્યોનું સર્વ પર્યાયોનું સર્વજીવ વિશેષોનું પરિમાણ વર્ણવાય છે. તે અગ્રાયણીય પૂર્વના પદનું પરિમાણ ૯૬ લાખ પદ છે.
વીર્યપ્રવાદ = કર્મયુક્ત અને કર્મરહિત જીવોનું તેમજ અજીવોનું વીર્ય જેમાં વર્ણવાય છે તે આ વીર્યપ્રવાદ પૂર્વનું પદ પરિમાણ ૭૦ લાખ પદ છે.
અસ્તિનાસ્તિપ્રવાદ - લોકમાં ધર્માસ્તિકાય વગેરે જે વસ્તુ છે... અને ખરશંગ (ગધેડાના શીંગડા) વગેરે જે વસ્તુઓ નથી... અર્થાતુ અસ્તિત્વ ધરાવતી કે ન ધરાવતી વસ્તુઓનું જે વર્ણન કરે છે અથવા દરેક વસ્તુ સ્વરૂપથી છે પરસ્વરૂપથી નથી તે પ્રરૂપણા જેમાં કરાય તે અસ્તિનાસ્તિપ્રવાદ, પૂર્વ છે. તેના પદનું પરિમાણ ૬૦ લાખ પદ છે.
જ્ઞાનપ્રવાદ પૂર્વ :- મતિજ્ઞાન વગેરે ભેજવાળા (પાંચેય પ્રકારના જ્ઞાનને વિસ્તાર સહિત કહે છે.. તે જ્ઞાનપ્રવાદ પૂર્વ છે. તેનું પરિમાણ ૧૫ર ન્યૂન એવા એક કરોડ પદ છે.
સત્યપ્રવાદ - સત્ય એટલે સંયમ અથવા વચન - સંયમને અથવા વચનને ઉત્કૃષ્ટતાથી જે વર્ણવે છે. તે સત્યપ્રવાદ પૂર્વ છે. અને એનું પદ પરિમાણ એક કરોડને છ પદનું છે.
આત્મપ્રવાદઃ - આત્માને અર્થાત્ જીવને અનેક પ્રકારે નય અને મતના ભેદથી જે વિશેષ રીતે કહે છે. તે આત્મપ્રવાદ પૂર્વ છે તેના પદનું પરિમાણ ૨૬ કરોડ પદ છે.
કર્મપ્રવાદ - કર્મ - જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારના છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ વગેરે ભેદોથી તે આઠ પ્રકારના કર્મોનું વિસ્તારપૂર્ણ વર્ણન કરે છે. તે કર્મપ્રવાદ પૂર્વ છે. તેનું પદ પરિમાણ ૧ કરોડ ૮૬ હજાર પદ .
પ્રત્યાખ્યાન પૂર્વ :- ભેદ પ્રભેદ સહિત પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ) ને જે વર્ણવે છે તે પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ છે. તેનું પ્રમાણ ૮૪ લાખ પદ છે.
વિદ્યાનુપ્રવાદ - ચમત્કારીક પ્રભાવોથી સંપન્ન અનેક વિદ્યાઓને જે કહે છે તે પણ આમ્નાયો સાધનોની અનુકુળતા દ્વારા ને સિદ્ધિના પ્રકર્ષ દ્વારા, તે વિદ્યાનુપ્રવાદ છે તેના પદનું પરિમાણ ૧ કરોડ ને ૧૦ લાખ પદ છે.