________________
४७०
सूत्रार्थमुक्तावलिः प्रत्ययः, एवमदत्तादानप्रत्ययोऽपि, आध्यात्मिको बाह्यनिमित्तानपेक्षः मनसि भवः शोकादिभव इत्यर्थः, मानप्रत्ययः जात्यादिमदहेतुकः, मित्रद्वेषप्रत्ययः-मातापित्रादीनामल्पेऽप्यपराधे महादण्डनिवर्त्तनम्, मायाप्रत्ययो मायानिबन्धनः, एवं लोभप्रत्ययोऽपि, ऐर्यापथिक:-केवलयोगप्रत्ययः कर्मबन्धः-उपशान्तमोहादीनां सातवेदनीयबन्ध इति ॥१०॥
હવે અસાભ્યોગિક સાથે સાંભોગિકપણું કરવું એ પાપ માટે છે... તેથી (પાપરૂપ) (૧૩) ક્રિયા સ્થાનો કહે છે.
અર્થ = પ્રયોજન ક્રિયા = કર્મબન્ધનીકારણભૂતચેષ્ટા તે ક્રિયાના સ્થાનો એટલે કે ભેદો.. એનું નામ છે ક્રિયાસ્થાનો. (તે ૧૩ પ્રકારના છે, તેમાં અર્થ માટે... અર્થાત્ શરીર-સ્વજન-ધર્મ વગેરેના પ્રયોજનથી જે ત્રસસ્થાવર હિંસા રૂપ દંડ કરે છે... તે અર્થદંડ ક્રિયા છે. તેનાથી વિલક્ષણ એટલે કે તેવા કોઈ પ્રયોજન વિના જે હિંસાદિ દંડ કરાય તે અનર્થદંડ ક્રિયા છે.. આણે મને માર્યો હતો અથવા મારે છે કે મારશે... તેવો હિંસા સંબંધિ વિકલ્પથી અથવા આ મારો વૈરી છે. એવા પ્રણિધાનથી કોઇનો વિનાશ કરવો તે હિંસાદંડ છે. મનમાં જેને મારવાનો વિકલ્પ નથી ને અન્યના વધની પ્રવૃત્તિથી કોઈ અન્યનો જ વિનાશ થઇ જાય તે અકસ્માત દંડ છે. દૃષ્ટિ = બુદ્ધિ એની વિપરીતતા અથવા વિપરીત એવી દૃષ્ટિથી મતિભ્રમ થકી કોઈ પ્રાણિવધ થાય તે દૃષ્ટિ વિપર્યાસિકા દંડ છે. જેમ કે મિત્ર વગેરેને અમિત્ર માનીને મારી નાંખવું. પોતાના માટે, અન્યના માટે કે ઉભયમાટે જુઠું વચન બોલવાના કારણે જે હિંસાદિ દંડ થાય છે તે મૃષાવાદપ્રત્યયદંડ છે. એજ રીતે અદત્તાદાન = ચોરી જે દંડનું કારણ બને છે તેવો હિંસાદિ દંડ અદત્તાદાન પ્રત્યયદંડ છે. બાહ્યનિમિત્તની અપેક્ષા વિના મનમાં શોકાદિ ઉત્પન્ન થાય છે તે આધ્યાત્મિક દંડ છે. જાતિમદ વગેરે મદ જેમાં કારણ બનીને હિંસાદિ દંડ થાય છે તે માન પ્રત્યય દંડ છે. માતપિતાના નાના પણ અપરાધમાં મોટી શિક્ષા કરવારૂપ મિત્રદ્રષ પ્રત્યય દંડ છે. માયા જેમાં કારણ બને છે તે માયા પ્રત્યય દંડ છે. ને એજ રીતે લોભ જેમાં કારણ બને છે લોભ પ્રત્યય દંડ છે. માત્ર કાયયોગ જે કર્મબંધમાં કારણ બને છે તે ઐયંપથિક દંડ છે. જેમકે ઉપશાંતમોહ વગેરેને (ગુણસ્થાનીકોને) સાતા વેદનીયનો બંધ ઇતિ. ૧૦ના
क्रियास्थानाभावाय पूर्वज्ञानं भवतीति तान्याह
उत्पादाग्रायणीयवीर्यास्तिनास्तिप्रवादज्ञानप्रवादसत्यप्रवादात्मप्रवादकर्मप्रवादप्रत्याख्यानविद्यानुप्रवादावन्ध्यप्राणायुःक्रियाविशाललोकबिन्दुसाराणि चतुर्दशपूर्वाणि તેશ
___ उत्पादेति, तीर्थकरस्तीर्थप्रवर्तनकाले गणधरान् सकलश्रुतार्थावगाहनसमर्थानधिकृत्य पूर्वं पूर्वगतसूत्रार्थं भाषते ततस्तानि पूर्वाण्युच्यन्ते, गणधराः पुनस्तत्र रचनां विदधते आचारादि