________________
४६८
सूत्रार्थमुक्तावलिः સાંભોગિક સંવિગ્નોને પ્રણામ કરવા પૂર્વક ખમાસમણ, આલોચના અથવા સૂત્રાર્થ વાચનાદિના કારણે નિષઘા પાથરવા માટે આપવું તે શુદ્ધ છે. જ્યારે આજ બધું જો પાર્થસ્થાદિને કરાય તો પૂર્વવત્ કરનાર સાંભોગિક અને અસાંભોગિક બને છે. સાંભોગિક શ્રમણ સાંભોગિકને અને અન્ય સાંભોગિક કે શિષ્યગણને દાન આપતા તેજ રીતે સંભોગ્ય વિસંભોગ્ય બને છે. હવે નિકાચન, છંદન કે નિમંત્રણ આ બધું જ એકાર્થક છે. એમાં શય્યા, ઉપાધિ અને આહારથી, શિષ્યગણના દાનથી અને સ્વાધ્યાયથી સાંભોગિકને સાંભોગિક નિમંત્રણ આપે તો શુદ્ધ, નહીતર પૂર્વવત્ સાંભોગિક અસાંભોગિક બને, અભુત્થાન એટલે આસનનો ત્યાગ. તેમાં પાર્થસ્થાદિનું અભ્યસ્થાન કરે તો પૂર્વવત્ અસાંભોગ્ય, અહિંયા અભ્યત્યાન ઉપલક્ષણ જાણીને કિંકરતા એટલે મહેમાન સાધુઓ કે ગ્લાનાદિ અવસ્થામાં શું વિશ્રામણાદિ કરું? ઇત્યાદિ પ્રશ્નાત્મક છે. અભ્યાસ કરણ એટલે, પાર્થસ્થાદિના ધર્મથી અત થયેલાને ફરી પાછું તેમાં સ્થાપવું. અવિભક્તિ એટલે પાર્થસ્થાદિ સાથે અભિન્નભાવવાળી અવિભક્તિ કરતો અશુદ્ધ અને અસાંભોગ્ય છે. અને આ જ બધું જો આગમ અનુસાર કરે તો શુદ્ધ અને સાંભોગ્ય છે. કૃતિકર્મ એટલે વંદન, જો આવું વંદન વિધિપૂર્વક થાય તો શુદ્ધ છે અને અવિધિપૂર્વક કરે તો અશુદ્ધ આ વંદનનો વિધિ આ પ્રમાણે છે, જે સાધુનો વાયુ વિગેરેના કારણે દેહ જકડાઈ ગયો હોય અને ઉત્થાનાદિ કરવાને જે અસમર્થ હોય તે વંદનના સૂત્રોનું અસ્મલિતપણું ઉચ્ચારણ કરે એજ પ્રમાણે આવર્તાદિ, શિરો નમનાદિ પણ જેટલું શક્ય બને એટલું કરે. આ પ્રમાણે અશઠભાવથી કરાયેલા વંદનનો વિધિ કહ્યો. વૈયાવૃત્ય - આહાર ઉપધિ વિગેરેના દાનથી, લઘુનીતિ માટે માત્રક વિગેરે આપવા વિગેરે સહાયથી જે ઉપકાર કરવો તે વિષયમાં સાંભોગિક અને અસાંભોગિક થાય એમ જાણવું. સમવસરણ - જિનેશ્વર ભગવંતના સ્નાત્ર, અભિષેક, રથયાત્રા, પદયાત્રાદિ જેમાં ઘણા બધા મહાત્મા - શ્રમણો મળે તે સમવસરણ - અહિંયા ક્ષેત્રને આશ્રયિને સાધુઓને સામાન્ય અવગ્રહ હોય છે. અને વસતિને આશ્રયને સાધારણ અને અસાધારણ એમ બે પ્રકારના અવગ્રહ હોય છે. આમ કહીને અન્ય અવગ્રહો પણ ઉપલક્ષણથી કહેવાઈ ગયા. જેમકે, વર્ષાવગ્રહ, ઋતુબદ્ધાવગ્રહ, વૃદ્ધવાસાવગ્રહ ઇત્યાદિ. આ પ્રત્યેક અવગ્રહના સાધારણ અને પ્રત્યેક એમ બે બે ભેદ છે, તેમાં જે ક્ષેત્ર વર્ષાકલ્પ માટે એક સાથે ભીન્ન ગચ્છના બે કે તેથી વધારે સાધુઓની અનુજ્ઞા અપાયેલું હોય તે સાધારણ, અને જે ક્ષેત્ર એક જ સાધુઓએ (અન્યગચ્છનાનડી) અનુજ્ઞાપિત કર્યું હોય તે પ્રત્યકાવગ્રહ, આ જ પ્રમાણે આ બધા અવગ્રહોમાંથી અનાતાપ્ય એવા સચિત્તરૂપ શિષ્યને કે અચિત્ત એવા વસ્ત્રાદિને ગ્રહણ કરતો અથવા અનાભોગથી ગ્રહણ કરાયેલા તે ન આપતો એવો તે શ્રમણ ક્રમથી સમનોજ્ઞ અને અમનોજ્ઞ બનવાથી એક પ્રાયશ્ચિત્તના ભાગી બને છે અને બીજા અસાંભોગ્ય બને છે. પાર્ટી વિગેરેના તો અવગ્રહ જ હોતો નથી. છતાં પણ જો ક્ષેત્ર સુલ્લક એટલે કે સામાન્ય હોય, અને સંવિગ્નોનો નિર્વાહ અન્યત્ર પણ થઈ જતો હોય તો તે ક્ષુલ્લક ક્ષેત્રને છોડી દે અને જો પાર્થસ્થાદિનું ક્ષેત્ર વિશાળ હોય, અને સંવિગ્નોનો નિર્વાહ અન્યત્ર ન થતો હોય તો સંવિગ્નો એ પાર્થસ્થના ક્ષેત્રમાં