________________
समवायांगसूत्र
४६७
क्षुल्लकमन्यत्रैव च संविग्ना निर्वहन्ति ततस्तत्क्षेत्रं परिहरन्त्येव, अथ पार्श्वस्थादीनां क्षेत्रं विस्तीर्णं संविग्नश्चान्यत्र न निर्वहन्ति ततस्तत्रापि प्रविशंति, सचित्तादि च गृह्णन्ति प्रायश्चित्तिनोऽपि न भवन्तीति । सन्निषद्या-आसनविशेषः, सा च सम्भोगासम्भोगकारणं भवति, तथाहि संनिषद्यागत आचार्यो निषद्यागतेन साम्भोगिकाचार्येण सह श्रुतपरिवर्तनां करोति शुद्धः, अथामनोज्ञपार्श्वस्थादिसाध्वीगृहस्थैः सह तदा प्रायश्चित्ती भवति, तथाऽक्षनिषद्यां विनाऽनुयोगं कुर्वतः श्रृण्वतश्च प्रायश्चित्तं तथा निषद्यामुपविष्ट: सूत्रार्थों पृच्छति अतिचारान् वाऽऽलोचयति यदि तदा तथैवेति । कथावादादिका पंचधा तस्याः प्रबन्धनं-प्रबन्धेन करणम्-कथाप्रबन्धनं तत्र संभोगासंभोगौ भवतः, तत्र मतमभ्युपगम्य पञ्चावयवेन त्र्यवयवेन वा वाक्येन यत्तत्समर्थनं स छलजातिविरहितो भूतार्थान्वेषणपरो वादः, स एव छलजातिनिग्रहस्थानपरो जल्पः, यत्रैकस्य पक्षपरिग्रहोऽस्ति नापरस्य सा दूषणमात्रप्रवृत्ता वितण्डा, तथा प्रकीर्णकथा चतुर्थी, सा चोत्सर्गकथा द्रव्यास्तिकनयकथा वा, निश्चयकथा पञ्चमी सा चापवादकथा पर्यायास्तिक नयकथा वेति, तत्राद्यास्तिस्रः कथाः श्रमणीवजैः सह करोति, ताभिः सह कुर्वन् प्रायश्चित्ती, चतुर्थवेलायाञ्चालोचयन्नपि विसम्भोगार्ह इति ॥९॥
પ્રતિમા સ્વીકારનારના ભોગ વિષયક નિરૂપણ કરે છે.
સમાન સામાચારિવાળા સાધુઓના ભોજનાદિ તે સંભોગ કહેવાય. આ સંભોગ ઉપધિ આદિ વિષયના ભેદથી બાર પ્રકારનો છે તેમાં ઉપધિ એટલે વસ્ત્ર પાત્રાદિ, તેને સાંભોગિકની સાથે ઉદ્ગમ, ઉત્પાદન અને એષણાદિ દોષોથી રહિત જયારે ગ્રહણ કરે છે ત્યારે તે શુદ્ધ છે. પરંતુ તે જ વસ્ત્ર પાત્રાદિ અશુદ્ધ ગ્રહણ કરતો, જ્યારે તે સાંભોગિક કોકથી પ્રેરણા પામીને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે છે, ત્યારે તેવી રીતના ભૂલ કરનાર તે ત્રણવાર સાંભોગિક રહેવાને યોગ્ય છે. કિન્તુ ચોથી વખતનો તે જો આવી જ ભૂલ કરે તો પ્રાયશ્ચિત ગ્રહણ કરવા છતા પણ સાંભોગિક રહેવાને યોગ્ય નથી રહેતો. જે અસાંભોગિક એવા પાર્થસ્થાદિની સાથે કે શ્રમણીની સાથે શુદ્ધ કે અશુદ્ધ એવા ઉપધિ કે આહારાદિ નિષ્કારણ ગ્રહણ કરતો હોય તે પ્રેરણા પમાયા પછી ત્રણ વારથી વધુ એજ ભૂલ કરી અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે તો તેવો પણ શ્રમણ અસાંભોગ્ય બની જાય. એજ પ્રમાણે ઉપધિનું પરિકર્મ કે પરિભોગ કરતો પણ ત્રણ વાર સાંભોગિક અને ચોથી વખત અસાંભોગિક બને છે. વિધિ પૂર્વક સાંભોગિક કે અસાંભોગિક પાસે ઉપસંપદા સ્વીકારનારની પાસે શ્રતની વાચના, પૃચ્છનાદિને ગ્રહણ કરનાર શુદ્ધ કહેવાય છે. પરંતુ તેની જ પાસે અવિધિ પૂર્વક ઉપસંપદા સ્વીકારનાર કે ન સ્વીકારનાર તથા પાર્થસ્થાદિ કે સાધ્વી વાચનાદિ ગ્રહણ કરનાર ત્રણ વખત પછી અસાંભોગિક બની જાય છે. ભક્ત અને પાન વિષે ઉપધિ દ્વારા પ્રમાણે જાણી લેવું. પરંતુ ભોજન અને દાન એ બન્ને પરિકર્મ અને પરિભોગને સ્થાને લેવા. સાંભોગિકોની અને અન્ય