________________
समवायांगसूत्र
४६५
બ્રહ્મચારી, અને રાત્રે અબ્રહ્મના પરિમાણવાળો તે સ્નાન અને રાત્રિભોજન લેવાના પચ્ચક્ખાણ સાથે અબદ્ધકચ્છપણે પાંચ મહિના સુધી પંચમ પ્રતિમા ધારણ કરે છે. છઠ્ઠી પ્રદ પ્રાણમુદ્ નામની પ્રતિમા છે, જેમાં ઉપરોક્ત પાંચે ય પ્રતિમાના પાલન પૂર્વક છ માસ સુધી સંપૂર્ણ રાત્રિભોજનનો ત્યાગ કરે છે, અને દિવસના જ આહાર કરે છે.
સાતમી અચિત્ત પ્રતિમા, એ સંપૂર્ણ સચિત્તાહારના ત્યાગ વાળી હોય છે. આ ત્યાગ પૂર્વોક્ત છ પ્રતિમાયુક્ત શ્રાવકે સાત માસ પર્યંત કરવાની હોય છે.
આઠમી આરંભ પ્રતિમા છે. જેમાં પૂર્વોક્ત સાતેય પ્રતિમાથી યુક્ત એવા પ્રતિમાધારી શ્રાવકે પૃથિવ્યાદિના ઉપમર્દન રૂપ આરંભનો આઠ મહિના સુધી ત્યાગ કરવાનો હોય.
નવમી પ્રેષ્ય પરિજ્ઞાત નામક પ્રતિમા. પ્રેષ્ય એટલે પોતાના આરંભાદિમાં સહાયક બનનાર જે સેવક હોય તેને પોતાના આરંભમાં જોડાવવા પ્રેરણા કે અનુમતિ ૯ માસ સુધી ન આપવી, અને સાથે સાથે બીજી પણ આઠે આઠ પ્રતિમાઓનું પાલન કરવાનુ આ પ્રતિમામાં હોય છે.
દશમી ભક્ત પરિજ્ઞાત રૂપ પ્રતિમા છે. આ પ્રતિમામાં પૂર્વોક્ત નવેય પ્રતિમા યુક્ત શ્રાવકે અસ્ત્રાથી મુંડન કરાવી ૧૦ મહિના સુધી પોતાના માટે બનાવેલો ઓદનાદિ આહાર ન વાપરવો, અને ગૃહ સંબંધી કોઇપણ વાર્તાલાપમાં જાણકારી હોય તો જાણું છું એમ કહેવું, અને ન જાણતો હોય તો ‘આ બાબતમાં હું અજ્ઞાન છું. એમ સત્ય બોલવાનું હોય છે.
અગ્યારમી શ્રમણભૂત પ્રતિમા છે. શ્રમણ એટલે નિગ્રંથ, નિગ્રંથની સમાન જેનું અનુષ્ઠાન હોય તે શ્રમણભૂત કહેવાય. પૂર્વોક્ત અગિયાર પ્રતિમાઓના સંપૂર્ણ પાલન પૂર્વક આ બારમી પ્રતિમા વહન કરનારે ક્યાં તો અસ્ત્રાથી અથવા હાથેથી લંચિત થઇ, શ્રમણલિંગ - શ્રમણનો વેષ ધારણ કરી, ઇર્યાસમિતિ આદિ સાધુધર્મોનુ પાલન કરતાં, ભિક્ષા માટે ગૃહસ્થાન ઘરે ‘શ્રમણોપાસક એવા પ્રતિમાધારી મને ભિક્ષા દાન કરો એમ બોલતો આ અગિયારમી પ્રતિમા પ્રતિપક્ષ શ્રાવક અગિયાર મહિના સુધી આ પ્રતિમાનું પાલન કરે. ॥૮॥
विहितप्रतिमस्य सम्भोगसम्भवात्तान्निरूपयति
उपधिश्रुतभक्तपानाञ्जलिप्रग्रहदाननिकाचनाभ्युत्थानकृतिकर्मवैयावृत्त्यसमवसरण
सन्निषद्याकथाप्रबन्धा द्वादश सम्भोगाः ॥ ९॥
उपधीति, सम् - एकीभूय समानसमाचाराणां साधूनां भोजनं सम्भोगः स चोपध्यादिलक्षणविषयभेदात् द्वादशविधा, तत्रोपधिर्वस्त्रपात्रादिस्तं साम्भोगिकः साम्भोगिकेन सार्द्धद्गमोत्पादनैषणादोषैर्विशुद्धं गृह्णन् शुद्धः, अशुद्धं गृह्णन् प्रेरितः प्रतिपन्नप्रायश्चित्तो वारत्रयं यावत्संभोगार्हश्चतुर्थवेलायां प्रायश्चित्तं प्रतिपद्यमानोऽपि विसम्भोगार्ह इति, विसम्भोगिकेन पार्श्वस्थादिना वा संयत्या वा सार्धमुपधि शुद्धमशुद्धं वा निष्कारणं गृह्णन् प्रेरितः प्रतिपन्नप्रायश्चित्तोऽपि