________________
४६४
सूत्रार्थमुक्तावलिः कृतोदनादेर्ज्ञानपूर्वं परित्यक्ता, पूर्वोक्तगुणयुक्तस्य आधार्मिकभोजनपरिहारवतः क्षुरमुण्डितशिरसः शिखावतो वा केनापि किञ्चिद्गृहव्यतिकरे पृष्टस्य तज्ज्ञाने सति जानामीति अज्ञाने च सति न जानामीति ब्रुवाणस्य दश मासान् यावदुत्कर्षेण एवंविधविहारस्य दशमी प्रतिमेति । श्रमणभूतः-श्रमणो निर्ग्रन्थः, तद्वद्यः तदनुष्ठानात्स श्रमणभूतः पूर्वोक्तसमग्रगुणोपेतस्य क्षुरमुण्डस्य कृतलोचस्य वा गृहीतसाधुनेपथ्यस्य ईर्यासमित्यादिकं साधुधर्ममनुपालयतो भिक्षार्थं गृहिकुलप्रवेशे सति श्रमणोपासकाय प्रतिमाप्रतिपन्नाय भिक्षा दत्तेति भाषमाणस्य कस्त्वमिति कस्मिंश्चित् पृच्छति प्रतिमाप्रतिपन्नः श्रमणोपासकोऽहमिति ब्रुवाणस्यैकादशमासान् यावदेकादशी प्रतिमेति ॥८॥
હવે સમાધિ વિના શ્રાવકની પ્રતિમાઓ ન હોવાથી શ્રાવકની પ્રતિમા કહે છે.
શ્રમણોની જે ઉપાસના કરે તે ઉપાસક એટલે કે શ્રાવક કહેવાય. તેમની જે પ્રતિજ્ઞા તે ઉપાસક પ્રતિમા. તેમાં દર્શન એટલે સમ્યક્ત્વ, તે જેણે પ્રાપ્ત કર્યું છે તે દર્શનશ્રાવક. અહીંયા પ્રતિમા અને પ્રતિમા ધારણ કરનાર ઉપાસક બન્નેયનો અભેદોપચાર કર્યો હોવાથી દર્શન શ્રાવક પ્રતિમા એમ કહ્યું છે. અહીંયા દર્શન શ્રાવક એ પ્રતિમા એટલા માટે છે કે સમ્યગદર્શનની પ્રાપ્તિ તો પૂર્વે પણ હતી, પરંતુ પ્રતિભાવાન શ્રાવકનું જે સમ્યગદર્શન છે તે શંકાદિ દોષો અને રાજાભિયોગ આદિ જે સમ્યકત્વના અપવાદો છે તેનાથી સંપૂર્ણપણે વર્જિત એટલે કે અપવાદ રહિત અહીં સમ્યક્ત્વની એક માસ પર્વતની પ્રતિપત્તિ હોય છે. બીજી પ્રતિમા વ્રત..... એટલે કે જે પ્રતિમામાં અણુવ્રતાદિનુ શ્રવણ, જાણકારી ઇચ્છા અને સ્વીકાર બે માસ પર્વત હોય છે. ત્રીજી પ્રતિમા ઋતસામાયિક :- જે પ્રતિમામાં દેશથી સાવઘયોગોનું પરિવર્જન અને નિરવઘ યોગોનું આસેવન રૂપ સામાયિક કરવાનું કહેવાયું છે. આવું સામાયિક એ ત્રણ માસપર્યત દર્શનવ્રતવાળા પૌષધયુક્ત શ્રાવકે નિત્ય કરવાનું આ પ્રતિમામાં કહેવાયું છે. હવે છૂતપણથોપવાસ:- રૂપ ચતુર્થી પ્રતિમામાં “પોષ' એટલે કે કુશલધર્મોની પુષ્ટિ અને આહારાદિ ત્યાગ રૂપ જે અનુષ્ઠાન તે પૌષધ. આવા પૌષધ સાથે “ઉપવાસ' એટલે કે અહોરાત્ર રહેવું તે પૌષધોપવાસ. અથવા તો બીજી પણ વ્યાખ્યા કરે છે કે “પૌષધ' એટલે અષ્ટમી વિગેરે પર્વના દિવસો તેમાં ઉપવાસ એટલે આહાર ત્યાગ તેનું નામ પૌષધોપવાસ. અહીં જે વ્યાખ્યા કરાયી છે તે પૌષધશબ્દની વ્યુત્પત્તિથી કરાયેલી છે.
આમાં રહેલા શ્રાવકની પ્રવૃત્તિ આહાર, શરીર સત્કાર, બ્રહ્મચર્ય અને વ્યાપાર પરિત્યાગ રૂપ હોય છે. આવા પૌષધોપવાસમાં નિરત એવા પૂર્વની ત્રણ પ્રતિમાઓથી યુક્ત શ્રાવકની જે ચતુર્વિધા પૌષધરૂપ ચાર માસ સુધીની આઠમ, ચૌદસ, અમાસ અને પૂનમે કરાયેલી પ્રતિમા તે કૃતપૌષધોપવાસ રૂપ પ્રતિમા છે.
પાંચમી પ્રતિમા ત્રિ પરિમાળ પ્રતિમા છે. આ પ્રતિમામાં અષ્ટમી વિગેરે પર્વતિથિઓમાં એક રાત્રિ પ્રમાણ પૂર્વોક્ત ચાર પ્રતિમાઓથી સંયુક્ત હોય છે, અને શેષ દિવસોમાં દિવસે સંપૂર્ણ