________________
४६२
सूत्रार्थमुक्तावलिः થાય છે. બીજા દર્શનોમાં કહેલા દ્રવ્યનો સ્વભાવ, શ્રુતવિગેરેને જ્ઞપરિજ્ઞાથી જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાનથી ત્યાગ કરવો તે આ ધર્મચિંતાનું પ્રયોજન છે.
બીજું સમાધિસ્થાન સ્વપ્નદર્શન - જેમ પરમાત્મા મહાવીર દેવના રવપ્નનું ફળ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં પ્રતિપાદિત કરાયેલું છે. આવા સ્વપ્નો અવશ્ય મોક્ષવિગેરે શુભફળના અનુભવ માટે સાધુને દેખાય છે. કલ્યાણના સૂચક એવા આ સાચા સ્વપ્નનું દર્શન એ ચિત્તનું બીજુ સમાધિસ્થાન કહેવાય છે.
ત્રીજું સમાધિસ્થાન સંજ્ઞિજ્ઞાન છે. યદ્યપિ હેતુવાદોપદેશિકી, દૃષ્ટિવાદોપદેશિકી તથા દીર્ઘકાલિકી એમ સંજ્ઞા વિકસેન્દ્રિય, સમ્યગૃષ્ટિ અને સંજ્ઞીને આશ્રયિને ત્રણ પ્રકારની છે, તો પણ અહીંયા દીર્ઘકાલિકી સંજ્ઞા ગ્રહીત કરવાની છે. આવી સંજ્ઞા જેને હોય તે અહીં સંજ્ઞી એટલે સમનસ્ક કહેવાયો છે. આવું સંજ્ઞિજ્ઞાન એ જાતિસ્મરણ રૂપ છે. આવા જાતિસ્મરણથી પૂર્વે નહી સ્મરાયેલા એવા પોતાના પૂર્વભવોનું સ્મરણ થાય છે, અને આવા પૂર્વભવ સ્મરણ દ્વારા સંવેગ અને સંવેગથી સમાધિ પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ ચતુર્થ સમાધિ સ્થાન દેવદર્શન છે. દેવતાથી અધિષ્ઠિત થયેલાને ગુણવત્તાદિના કારણે દેવતાનું દર્શન થાય છે. આવું દર્શન તેને પૂર્વે થયું હોતું નથી કે જેમાં, તેને દેવતાઓના મંત્રી આદિ વિરાટ પરિવારાદિ દીવ્ય દેવતાઈ સમૃદ્ધિથી વિશિષ્ટ તેજસ્વી અલંકારો અને ઉત્તમ કોટીના વૈક્રિય રૂપોનું દર્શન થાય છે. આવા દેવદર્શનથી આગમમાં કહેલા દેવતા વિગેરેના વર્ણન પ્રત્યેની શ્રદ્ધા દઢ થાય છે અને ધર્મમાં બહુમાનભાવની વૃદ્ધિ થાય છે. જે ચિત્તની સમાધિનું કારણ બને છે. હવે પંચમ સમાધિસ્થાન અવધિજ્ઞાન છે. આ અવધિજ્ઞાનથી પણ અપૂર્વ એવું મર્યાદિત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ રૂપ લોકનું જ્ઞાન થાય છે. જે જ્ઞાન ચિત્તસમાધિનું કારણ બને છે. છઠ્ઠું સ્થાન અવધિદર્શન છે તે પણ અવધિજ્ઞાનની જેમ જ ચિત્તસમાધિનું કારણ બને છે. સાતમું સ્થાન મન:પર્યવજ્ઞાન છે. આ મન:પર્યવથી અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તોના મનોગત ભાવોની અપૂર્વ જાણકારી મળે છે. તે પણ ચિત્તસમાધિ કારક બને છે. કેવલજ્ઞાન એ આઠમું ચિત્તસમાધિસ્થાન છે. આ પહેલા ક્યારેય પ્રાપ્ત ન થયેલા જ્ઞાનથી લોકાલોકની સર્વ વસ્તુઓનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેથી એની પણ ચિત્તસમાધિસ્થાનતા છે. અહીંયા પૂર્વે કહ્યા પ્રમાણે સમનસ્કતા નહીં કિન્તુ અમનસ્કતા હોવાથી કેવલજ્ઞાન વિશિષ્ટ ચૈતન્ય જ છે એમ સમજવું. નવમું કેવલદર્શનરૂપ સમાધિસ્થાન પણ આજ પ્રમાણે જાણવું. દશમું કેવલીમરણ રૂપ સમાધિસ્થાન એ સર્વ દુઃખના નાશરૂપ હોવાથી સર્વોત્તમ સમાધિસ્થાન રૂપ કહ્યું છે. Iકા
अथ समाध्यन्तरेण श्रावकप्रतिमानामभावात् ता आह
दर्शनश्रावककतव्रतकर्मसामायिकपौषधोपवासरात्रिपरिमाणप्रकटप्रकाशभुक्सचित्तारम्भप्रेष्योद्दिष्टभक्तपरिज्ञातश्रमणभूता एकादशोपासकप्रतिमाः ॥८॥
दर्शनश्रावकेति, श्रमणान् ये उपासन्ते सेवन्ते ते उपासका:-श्रावकास्तेषां प्रतिमा:प्रतिज्ञा अभिग्रहरूपा उपासकप्रतिमाः, तत्र दर्शनं सम्यक्त्वं प्रतिपन्नः श्रावको दर्शनश्रावकः,