________________
सूत्रार्थमुक्तावलिः
હવે ઉપરોક્ત નક્ષત્રો એ દેવતા વિશેષરૂપ હોવાથી દેવોની સ્થિતિ જણાવી રહ્યા છે. એક પલ્યોપમની સ્થિતિ છે જેમની તેવા કેટલાક નારકીઓ... આવી સ્થિતિ વાળા નારકો રત્નપ્રભા પૃથ્વી નામની પહેલી નરકના ચોથા પ્રસ્તર (પાથડામાં) રહે છે. તેઓની સ્થિતિ સાધિક એક સાગરોપમની હોય છે. અસુરકુમારના ઇન્દ્રને છોડીને બાકીના કેટલાક ભવનપતિનિકાયના દેવોની મધ્યમસ્થિતિ એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન દ્વિપલ્યોપમની હોય છે. હૈમવત અને ઐરણ્યવત એમ બે વર્ષક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલા તિર્યંચોની પણ એક પલ્યોપમ સ્થિતિ હોય છે. આ જ રીતે એક પલ્યોપમની સ્થિતિવાળા વાણવ્યન્તરના દેવતાઓ જ સમજવા, કારણકે દેવીઓની તો સ્થિતિ અર્ધપલ્યોપમની જ છે. સૂત્રમાં સૌધર્મ દેવલોકના દેવ શબ્દથી દેવીઓ પણ ગ્રહણ કરી છે, કારણકે પ્રથમ દેવલોકની તો જઘન્ય સ્થિતિ પણ પલ્યોપમથી ઓછી નથી. આ ૧ પલ્યોપમની સ્થિતિ પહેલા દેવલોકના પહેલા પાથડાની જધન્ય સ્થિતિ છે. એવી જ રીતે મૂળ સૂત્રમાં ઈશાનદેવલોકના દેવ શબ્દથી દેવીઓનું પણ ગ્રહણ કરવું, કારણકે બીજા દેવલોકે સાધિક પલ્યોપમથી ઓછી જઘન્યથી પણ કોઇ દેવ કે દેવીની આયુ સ્થિતિ હોતી નથી. ।।૪।
તથા
४५८
द्वित्रिपल्योपमस्थितिका अपि ॥५॥
द्वीति, रत्नप्रभायां नैरयिकाणां द्विपल्योपमास्थितिश्चतुर्थप्रस्तरे मध्यमा असुरेन्द्रवर्ज - भवनवासिनां द्वे देशोने पल्योपमे स्थितिरौदीच्यनागकुमारादीनाश्रित्य तथाविधतिरश्चां मनुष्याणाञ्च हरिवर्षरम्यकवर्षजन्मनां द्विपल्योपमा स्थितिरिति एवमन्यत्रापि भाव्यम् । रत्नप्रभानारकाणां असुरकुमाराणां सौधर्मेशानकल्पदेवानान्तु त्रिचतुःपञ्चषट्सप्ताष्टनवादिपल्योपमानि સ્થિતય: IIII
તથા—
રત્નપ્રભાનારકના ચોથા પ્રસ્તરના નારકીઓની મધ્યમસ્થિતિ બે પલ્યોપમની હોય છે. અસુરનિકાયના ઇન્દ્રને છોડીને ભવનવાસીઓની દેશોન દ્વિપલ્યોપમની સ્થિતિ હોય છે. ઉત્તર દિશાના નાગકુમારાદિને આશ્રયિને તથા હરિવર્ષ અને રમ્યવર્ષના તિર્યંચ અને મનુષ્યોની આયુષ્ય સ્થિતિ બે પલ્યોપમની હોય છે, રત્નપ્રભા નારકીઓ, અસુરકુમારો, સૌધર્મ તથા ઇશાનકલ્પના દેવોની ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ પલ્યોપમાદિની સ્થિતિ હોય છે. ।।પા
स्थित्यनुसारेण देवानामुच्छ्वासादीनाह
यावत्सागरोपमस्थितिकस्य देवस्य तावदर्धमासेषूच्छ्वासस्तावद्वर्षसहस्त्रैराहारः ॥६॥