________________
४४९
• ૮૦૦મા સમવાયમાં ભગવાન અરિષ્ટનેમિના ઉત્કૃષ્ટવાદી મુનિઓ તથા વિવિધ વિમાનોની
ઊંચાઈનું વર્ણન છે. • ૯૦૦મા સમવાયમાં વિવિધ વિમાનોની ઊંચાઈ વગેરે વર્ણન છે. - ૧૦૦૦મા સમવાયમાં સર્વ રૈવેયક વિમાનોની ઊંચાઈ વગેરેનું વર્ણન કરી અંતે પદ્મદ્રહ,
પુંડરીક દ્રહના વર્ણનની વાત કરી છે. • ૧૧૦૦મા સમવાયમાં ભગવાન પાર્શ્વનાથના વૈક્રિય લબ્ધિવાળા શિષ્યોનું વર્ણન છે. • ૨૦૦૦મા સમવાયમાં મહાપ્રહ્મદ્રહ, મહાપુંડરીકદ્રહના આયામોનું વર્ણન છે. • ૩૦૦૦મા સમવાયમાં રત્નપ્રભાના વજકાંડના ચરમાત્તથી લોહિતાક્ષ કાંડના ચરમાન્ત
સુધીના અંતરનું વર્ણન છે. • ૪૦૦૦મા સમવાયમાં તિગિચ્છદ્રહના અને કેશરીદ્રહના આયામોનું વર્ણન છે. • ૫૦૦૦માં સમવાયમાં ધરણીતલમાં મેરુના મધ્યભાગથી અંતિમ ભાગ સુધીનું અંતર
વર્ણિત છે.
૬૦૦૦માં સમવાયમાં સન્નાર-કલ્પના વિમાનોનું વર્ણન છે. • ૭૦૦૦મા સમવાયમાં ઉપરના તલથી પુલકકાંડના નીચેના સ્થળના અંતરનું વર્ણન છે.
૮000મા સમવાયમાં હરિવર્ષ અને રમ્યફવર્ષના વિસ્તારનું વર્ણન છે. • ૯૦૦૦મા સમવાયમાં દક્ષિત અર્ધ ભારતની જીવાનું આયામ વર્ણિત છે. • ૧૦૦૦૦મા સમવાયમાં મેરુપર્વતના વિખંભનું વર્ણન છે. • એક લાખથી આઠ લાખના સમવાયમાં જંબૂઢીપના આયામ અને વિખંભથી માંડીને અંતે
મહેન્દ્રકલ્પના વિમાનોનું વર્ણન છે. • કોટિ સમવાયમાં ભગવાન અજિતનાથના અવધિજ્ઞાની, પુરૂષસિંહ વાસુદેવનું આયુ વગેરેનું
વર્ણન છે. • કોટાકોટિ સમવાયમાં ભગવાન મહાવીરના પોટિલ ભવના શ્રમણ-પર્યાય, ભગવાન
ઋષભદેવથી ભગવાન મહાવીરનું અંતર તથા તેર સૂત્રોમાં દ્વાદશ અંગોનો પરિચય, બે રાશિ, ચોવીસ દંડકમાં પર્યાપ્ત-અપર્યાપ્ત સર્વ નરકાવાસ, સર્વ ભવનાવાસ, સર્વ વિમાનાવાસ વગેરેનું વિસ્તૃત વર્ણન કરી, ચોવીસ તીર્થકરો, બાર ચક્રવર્તીઓ, નવ બલદેવો, નવ વાસુદેવો, નવ પ્રતિવાસુદેવો વગેરેના માતા-પિતા વગેરેની ગતિ-આગતિ, પૂર્વભવના ધર્માચાર્યો અને અંતે નવ વાસુદેવોની નિદાન ભૂમિઓ અને નિદાનના કારણો જણાવી ઉપસંહારમાં સમવાયાંગમાં વર્ણિત વિષયો સંક્ષિપ્તમાં જણાવ્યા છે.