________________
४४८
• ૯૬મા સમવાયમાં ચક્રવર્તીના ગામ, વાયુકુમારના ભવન, દંડ ધનુષનું અંગુલ પ્રમાણ
વગેરે વર્ણિત છે. • ૯૭માં સમવાયમાં આઠ કર્મોની ઉત્તર પ્રવૃતિઓ વગેરેનું વર્ણન છે. • ૯૮મા સમવાયમાં નંદનવનના ઉપરના ભાગથી પાંડુકવનના અધોભાગનું અંતર
વર્ણિત છે. • ૯૯મા સમવાયમાં મેરુ પર્વતની ઊંચાઈ વગેરે વર્ણન છે. • ૧૦૦મા સમવાયમાં ભગવાન સુવિધિનાથની ઊંચાઈ, ભગવાન પાર્શ્વનાથનું આયુ વગેરે
વર્ણિત છે. • ૧૫૦મા સમવાયમાં ભગવાન ચંદ્રપ્રભુની ઊંચાઈ, આરણ, અશ્રુતકલ્પના વિમાન
વગેરેનું વર્ણન છે. • ૨૦૦મા સમવાયમાં સુપાર્શ્વનાથની ઊંચાઈ વગેરે વર્ણિત છે. • ૨૫૦મા સમવાયમાં ભગવાન પદ્મપ્રભુની ઊંચાઈ, અસુરકુમારોના પ્રાસાદોની ઊંચાઈ
વગેરે વર્ણિત છે. • ૩00મા સમવાયમાં ભગવાન સુમતિનાથની ઊંચાઈ, ભગવાન મહાવીર સ્વામીના ચૌદ
પૂર્વીય મુનિ વગેરેનું વર્ણન છે. ૩૫૦મા સમવાયમાં ભગવાન પાર્શ્વનાથના ચૌદ પૂર્વધારી મુનિ, ભગવાન અભિનંદનની . ઊંચાઈ વગેરેનું વર્ણન છે. ૪૦૦મા સમવાયમાં ભગવાન સંભવનાથની ઊંચાઈ વગેરેનું વર્ણન કરી અંતે ભગવાન મહાવીરના ઉત્કૃષ્ટવાદી મુનિનું વર્ણન છે. ૪૫૦મા સમવાયમાં ભગવાન અજિતનાથની અને સગરચક્રવર્તીની ઊંચાઈ વગેરેનું
વર્ણન છે. • ૫૦૦મા સમવાયમાં ભગવાન ઋષભદેવની, ભરત ચક્રવર્તીની તથા વિવિધ પર્વતોની
ઊંચાઈ વગેરેનું વર્ણન છે. • ૬૦૦મા સમવાયમાં ભગવાન પાર્શ્વનાથના આદિમુનિ, ભગવાન વાસુપૂજ્યની સાથે દીક્ષિત
થયેલા મુનિઓનું વર્ણન છે. • ૭00મા સમવાયમાં ભગવાન મહાવીરના કેવલજ્ઞાની શિષ્યો અને ભગવાન અરિષ્ટનેમિનો
કેવલી-પર્યાય વર્ણિત છે.