SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ४४७ • ૭૬મા સમવાયમાં વિદ્યુતુકુમાર, દ્વીપકુમાર, દિશા, ઉદધિ, સ્વનિત, અગ્નિ વગેરે કુમારોના ભવનોનું વર્ણન છે. • ૭૭મા સમવાયમાં ભરત ચક્રવર્તીની કુમાર અવસ્થા વગેરે વર્ણિત છે. ૭૮મા સમવાયમાં સ્થવિર અકંપિતના આયુ વગેરેનું વર્ણન છે. ૭૯મા સમવાયમાં જંબૂઢીપમાં પ્રત્યેક કારોનું અંતર વગેરેનું વર્ણન છે. • ૮૦મા સમવાયમાં ભગવાન શ્રેયાંસનાથની ઊંચાઈ વગેરે વર્ણિત છે. • ૮૧મા સમવાયમાં નવ નવમીકા ભિક્ષુપ્રતિમાના દિવસ વગેરેનું વર્ણન છે. • ૮૨મા સમવાયમાં જંબૂદીપના સૂર્યના મંડળ વગેરે વર્ણિત છે. • ૮૩મા સમવાયમાં ભગવાન મહાવીરના ગર્ભહરણદિન વગેરેનું વર્ણન છે. ૮૪મા સમવાયમાં ભગવાન ઋષભદેવ, ભગવાન શ્રેયાંસનાથ, ભરત, બાહુબલી, બ્રાહ્મી સુંદરીના સર્વ આયુનું વર્ણન અને અંતે સર્વ વિમાનોનું વર્ણન છે. ૮૫મા સમવાયમાં ચૂલિકાસહિત આચારાંગના ઉદ્દેશક વગેરે વર્ણિત છે. • ૮૬મા સમવાયમાં ભગવાન સુવિધિનાથના ગણ-ગણધર, ભગવાન સુપાર્શ્વનાથના વાદમુનિ વગેરેનું વર્ણન છે. • ૮૭મા સમવાયમાં મેરુ પર્વતના પૂર્વ ભાગનો અંત અને ગોખંભ આવાસ પર્વતના પશ્ચિમ ભાગનો અંત - આ અંતર વગેરે વર્ણિત છે. • ૮૮મા સમવાયમાં એક ચંદ્ર-સૂર્યના પ્રહ, દૃષ્ટિવાદના સૂત્ર વગેરેનું વર્ણન છે. • ૮૯મા સમવાયમાં ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરના નિર્વાણકાળ વગેરે વર્ણિત છે. • ૯૦મા સમવાયમાં ભગવાન શીતલનાથની ઊંચાઈ વગેરે વર્ણિત છે. • ૯૧મા સમવાયમાં વૈયાવૃત્ત પ્રતિમા, કાલોદધિ સમુદ્રની પરિધિ વગેરેનું વર્ણન છે. ૯૨મા સમવાયમાં સર્વપ્રતિમા, સ્થવિર ઈન્દ્રભૂતિના આયુ વગેરેનું વર્ણન છે. • ૯૩મા સમવાયમાં ભગવાન ચંદ્રપ્રભુના ગણ અને ગણધર વગેરેનું વર્ણન છે. • ૯૪મા સમવાયમાં ભગવાન અજિતનાથના અવધિજ્ઞાની મુનિઓ, નિષધ પર્વતની આયામ વગેરે વર્ણિત છે.. • ૫મા સમવાયમાં ભગવાન સુપાર્શ્વનાથના ગણ અને ગણધર સ્થવિર મૌર્યપુત્રના આયુ વગેરેનું વર્ણન છે.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy