SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ४४६ • પદમા સમવાયમાં ભગવાન વિમલનાથના ગણ અને ગણધરોનું વર્ણન છે. • ૫૭મા સમવાયમાં આચારાંગ (ચૂલિકા છોડીને) સૂત્રકૃતાંગ અને સ્થાનાંગના અધ્યયન વગેરેનું વર્ણન છે. ૫૮મા સમવાયમાં પહેલા, બીજા અને પાંચમાં નરકના આવાસનું વર્ણન છે. • ૫૯મા સમવાયમાં ચાંદ્ર સંવત્સરના દિવસ-રાત, ભગવાન સંભવનાથનો ગૃહવાસ વગેરે વર્ણિત છે. • ૬૦મા સમવાયમાં એક મંડળમાં સૂર્યને રહેવાનો સમય, ભગવાન વિમલનાથની ઊંચાઈ વગેરેનું વર્ણન છે. • ૬૧માં સમવાયમાં યુગ, ઋતુ, માસ વગેરેનું વર્ણન છે. • દરમાં સમવાયમાં ભગવાન વાસુપૂજયના ગણ અને ગણધર, પાંચવર્ષીય યુગની પૂર્ણિમા અને અમાસ શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ, ભાગ-હાનિ વગેરેનું વર્ણન છે. ૬૩મા સમવાયમાં ભગવાન ઋષભદેવનો ગૃહવાસકાળ વગેરે વર્ણિત છે. • ૨૪મા સમવાયમાં અસુરકુમારોના ભવન, ચક્રવર્તીના મુક્તાહારની સેરો વગેરેનું વર્ણન છે. • ૬૫મા સમવાયમાં જબૂદ્વીપના સૂર્યમંડળ વગેરે વર્ણિત છે. • ૬૬મા સમવાયમાં દક્ષિણધ મનુષ્યક્ષેત્રના સૂર્ય-ચંદ્ર વગેરેનું વર્ણન છે. • ૬૭મા સમવાયમાં પંચવર્ષીય યુગના નક્ષત્રવાસ વગેરે વર્ણિત છે. • ૬૮મા સમવાયમાં ભગવાન વિમલનાથની શ્રમણી સંપદા વગેરેનું વર્ણન છે. • ૬૯મા સમવાયમાં મોહનીય સિવાયની સાત કર્મોની ઉત્તર પ્રવૃતિઓ વર્ણિત છે. ૭૦મા સમવાયમાં ભગવાન મહાવીરના વર્ષાવાસના દિવસ-રાત, મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન છે. ૭૧મા સમવાયમાં વીર્યપ્રવાહના પ્રાભૃત, ભગવાન અજિતનાથ અને સગર ચક્રવર્તીનો ગૃહસ્થકાળ વર્ણિત છે. (૭રમા સમવાયમાં સ્વર્ણકુમારના ભવન, ભગવાન મહાવીરનું આયુ વગેરે વર્ણિત છે. • ૭૩મા સમવાયમાં હરિવર્ષના જીવો વગેરેનું વર્ણન છે. • ૭૪મા સમવાયમાં સ્થવિર અગ્નિભૂતિનું આયુ વગેરે વર્ણિત છે. ૭પમાં સમવાયમાં ભગવાન સુવિધિનાથના સામાન્ય કેવલી, ભગવાન શીતલનાથ અને ભગવાન શાંતિનાથના ગૃહવાસકાળ વગેરેનું વર્ણન છે.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy