________________
४४३
• ૮મા સમવાયમાં મદસ્થાન, આઠ પ્રવચનમાતા વગેરેનું વિસ્તૃત વર્ણન કરી આઠ ભવથી
મુક્તિની વાત જણાવી છે. • ૯મા સમવાયમાં બ્રહ્મચર્ય ગુપ્તિ, બ્રહ્મચર્ય અગુપ્તિ, ભગવાન પાર્શ્વનાથની ઊંચાઈ વગેરેનું " વિસ્તૃત વર્ણન કરી અંતે નવ ભવથી મુક્તિની વાત કરી છે. • ૧૦મા સમવાયમાં શ્રમણધર્મ, ચિત્તસમાધિસ્થાન વગેરેનું વિસ્તૃત વર્ણન કરી દસ ભવથી
મુક્તિની વાત જણાવી છે. • ૧૧મા સમવાયમાં ઉપાસક પડિયા, ભગવાન મહાવીરના અગિયાર ગણધરો અને અંતે
અગિયાર ભવથી મુક્તિની વાત છે. • ૧૨મા સમવાયમાં ભિક્ષુપ્રતિમા, વંદનના આવર્ત, જઘન્ય દિવસ-રાત્રિના અંતમુહૂર્ત અને
અંતે બાર ભવથી મુક્તિની વાત જણાવી છે. • ૧૩મા સમવાયમાં ક્રિયાસ્થાન, સૂર્યમંડલનું પરિમાણ અને અંતે તેર ભવથી મુક્તિની વાત
જણાવી છે. ૦ ૧૪મા સમવાયમાં ભૂતગ્રામ, પૂર્વગુણસ્થાન, ચક્રવર્તીના રત્ન, ભગવાન મહાવીરની
ઉત્કૃષ્ટ સંપદા અને અંતે ચૌદ ભવથી મુક્તિની વાત કરી છે. ૧૫ મા સમવાયમાં પરમાધામી દેવ, ભગવાન નેમિનાથની ઊંચાઈ, વિદ્યાપ્રવાદપૂર્વની વસ્તુ. સંજ્ઞી મનુષ્યમાં યોગ અને અંતે અધ્યયનની ગાથાઓ, કષાયના ભેદ, મેરુપર્વતના
નામ અને અંતે પંદર ભવથી મોક્ષે જનારની વાત છે. • ૧૬મા સમવાયમાં સૂત્રકૃતાંગના સોળ અધ્યયનની ગાથાઓ, કષાયના ભેદ, મેરુપર્વતના
નામ અને અંતે સોળ ભવથી મોક્ષે જનારની વાત છે. • ૧૭મા સમવાયમાં સત્તર પ્રકારના અસંયમ-સંયમ અને અંતે સત્તર ભવથી મુક્તિની વાત
જણાવી છે. • ૧૮મા સમવાયમાં બ્રહ્મચર્ય, ભગવાન નેમિનાથની ઉત્કૃષ્ટ સંપદા, બ્રાહ્મી લિપિના અઢાર
પ્રકાર અને અંતે અઢાર ભવથી મુક્તિની વાત કરી છે. • ૧૯મા સમવાયમાં જ્ઞાતાધર્મકથા, પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયન અને અંતે ઓગણીસમા
ભવથી મુક્તિની વાત જણાવી છે. • ૨૦મા સમવાયમાં અસમાધિસ્થાન, ભગવાન મુનિસુવ્રતસ્વામીની ઊંચાઈ અને અંતે વીસ
ભવથી મુક્તિની વાત જણાવી છે. • ૨૧મા સમવાયમાં સબલ દોષ અને અંતે એકવીસમા ભવે મુક્તિ થવાની વાત છે.