________________
४४४
• રરમા સમવાયમાં પરીષહ, દષ્ટિવાદની વિગતો, પુદગલના પ્રકાર અને અંતે બાવીસ
ભવથી મુક્તિની વાત કરી છે. • ૨૩મા સમવાયમાં સૂત્રકૃતાંગના બે શ્રુતસ્કંધોના અધ્યયન અને અંતે ત્રેવીસ ભવથી મુક્તિ
જવાની વાત જણાવી છે. • ૨૪મા સમવાયમાં ચોવીસ તીર્થકર તેમજ ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી વગેરે નદીઓના
પ્રવાહ, વિસ્તાર અને અંતે ચોવીસ ભવે સિદ્ધ થનારની વાત છે. ર૫ મા સમવાયમાં પાંચ મહાવ્રતની ભાવના, ભગવાન મલ્લિનાથની ઊંચાઈ અને અંતે
પચ્ચીસમા ભવથી મુક્ત થનારની વાત જણાવી છે. • ર૬મા સમવાયમાં દશ શ્રુતસ્કંધ, બૃહકલ્પ અને વ્યવહારના ઉદ્દેશકોની સંપદા અને
અંતે છવ્વીસ ભવથી મુક્તિએ જનારની વાત છે. • ર૭મા સમવાયમાં અણગાર ગુણો વગેરેનું વર્ણન કરી અંતે સત્તાવીસ ભવથી મુક્તિની
વાત જણાવી છે. • ૨૮મા સમવાયમાં આચાર પ્રકલ્પ, મૌનની પ્રકૃતિઓ વગેરેનું વર્ણન કરી અંતે અઠ્ઠાવીસ
ભવે મુક્તિએ જનારની વાત કરે છે. • ર૯મા સમવાયમાં પાપશ્રુત, જુદા-જુદા માસના દિવસ-રાત, ચંદ્ર, દિવસના મુહૂર્ત વગેરેનું
વર્ણન કરી અંતે ઓગણત્રીસ ભવથી મુક્ત થનારની વાત છે. • ૩૦મા સમવાયમાં મોહનીયના સ્થાન, ત્રીસ મુહૂર્તોનાં નામ વગેરે વર્ણન કરી ત્રીસ ભવથી
મુક્ત થનારની વાત કરી છે. • ૩૧મા સમવાયમાં સિદ્ધોના ગુણ વગેરેનું વર્ણન કરી અંતે એકત્રીસ ભવથી મુક્ત થનારની
વાત જણાવી છે. • ૩૨માં સમવાયમાં યોગસંગ્રહ, દેવેન્દ્ર વગેરેનું વર્ણન કરી અંતે બત્રીસ ભવથી મુક્ત
થનારની વાત કરી છે. • ૩૩મા સમવાયમાં આશાતના વગેરેનું વર્ણન કરી અંતે સર્વાર્થસિદ્ધિ વિમાનના દેવોના શ્વાસોશ્વાસ, કાળ, આહાર, ઈચ્છા અંતે તેત્રીસ ભવથી મુક્તિ થનારની વાત
જણાવી છે. • ૩૪મા સમવાયમાં તીર્થંકરના અતિશયો, ચક્રવર્તીના વિજયક્ષેત્રો વગેરેનું વર્ણન છે. ' • ૩૫મા સમવાયમાં સત્યવચનાતિસય, ભગવાન કુંથુનાથ અને અરનાથની ઊંચાઈ વગેરેનું
વર્ણન છે.