________________
४४२
શ્રી સમવાયાંગ સૂત્ર (૧૬૦ શ્લોક પ્રમાણ). શ્રી અભયદેવીચા ટીકા - ૩૫૭૫ શ્લોક પ્રમાણ
આ સમવાયાંગ સૂત્રમાં ૧ થી ૧૦૦ સુધીની સંખ્યામાં વસ્તુનું નિરૂપણ કરી ક્રોડા ક્રોડી સુધીની સંખ્યાવાળા પદાર્થોનો નિર્દેશ કર્યો છે. છેવટે સમસ્ત દ્વાદશાંગી (સર્વ આગમો)નો સંક્ષિપ્ત પરિચય, તીર્થકરો, ચક્રવર્તી, વાસુદેવ-બલદેવ-પ્રતિવાસુદેવ વગેરે ઘણી વસ્તુઓનો સંગ્રહ છે. સ્થાનાંગસૂત્ર આગમની અને આ આગમની શૈલી સમાન છે. સમવાય એટલે ભેગું કરવું. આ આગમમાં સંખ્યાના માધ્યમે જે તત્ત્વો ભેગા કરીને રસાળ શૈલીએ વર્ણવ્યા છે. અધ્યયન-૧, ઉદ્દેશ-૧ • ૧લા સમવાયમાં આત્મા-અનાત્મા, દંડ-અદંડ, ક્રિયા-અક્રિયા, લોક-અલોક, ધર્મ-અધર્મ, પુણ્ય-પાપ, બંધ-મોક્ષ, આશ્રવ-સંવર, વેદના-નિર્જરા અને અંતે કેટલાક ભવ્ય જીવો એક
ભવ પછી મુક્તિ પામે છે તેનું વર્ણન છે. • ૨ જા સમવાયમાં બે દંડ, બે રાશિ, બે બંધન વગેરેનું વર્ણન કરી અંતે બે ભવમાંથી
મુક્તિની વાત કરી છે. ૩જા સમવાયમાં ત્રણ દંડ, ત્રણ ગુપ્તિ, ત્રણ શલ્ય, ત્રણ ગારવ, ત્રણ વિરાધના વગેરેનું
વર્ણન કરી ત્રણ ભવથી મુક્તિનું વર્ણન છે. • ૪થા સમવાયમાં ચાર કષાય તેમજ ધ્યાન, ક્રિયા, સંજ્ઞા, બંધ, યોજનનું પરિમાણ વગેરેનું
વર્ણન કરી અંતે ચાર ભવથી મુક્તિની વાત કરી છે. • ૫ મા સમવાયમાં પાંચ ક્રિયા, મહાવ્રત, કામગુણ, આશ્રવાર, સંવરદ્વાર, નિર્જરાસ્થાન,
સમિતિ, અસ્તિકાય વગેરેનું વર્ણન કરી અંતે પાંચ ભવથી મુક્તિની વાત જણાવી છે. • ૬ઠ્ઠા સમવાયમાં છ વેશ્યા, છ જવનિકાય, બાહ્યતા, આત્યંતરતપ, છાબસ્થિક સમુધાત
અને અર્થાવગ્રહનું વર્ણન અને પછી બીજા છ-છ પ્રકારનું વર્ણન કરી અંતે છ ભવની
મુક્તિવાળાની વાત જણાવી છે. • ૭મા સમવાયમાં ભવસ્થાન, સમુદ્ધાત, મહાવીરભગવાનની ઊંચાઈ વગેરેનું વર્ણન કરી
અંતે સાત ભવથી મુક્તિની વાત કરી છે.