________________
स्थानांगसूत्र
४३७
(૮) ચમરાનો ઉત્પાત :- અમર નામના અસુરકુમારના રાજા અર્થાત્ ઇંદ્રનું ઉત્પતન. ઊંચે જવું તે ચમરોત્પાત, તે પણ અકસ્માત થયેલ હોવાથી આશ્ચર્ય છે. સંભળાય છે કે ચમચંચા રાજધાની નિવાસી ચમરેન્દ્ર કે જે નવો જ ઉત્પન્ન થયો હતો અને તેણે ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાન વડે ઊંચે જોયું. ત્યારે પોતાના મસ્તક ઉપર સૌધર્મ દેવલોકમાં રહેલ ઇંદ્રને જોયો. ઈર્ષાથી ધમધમેલો – ઇંદ્ર પ્રતિ તિરસ્કારની બુદ્ધિવાળો તે અહીં મનુષ્યલોકમાં આવીને છબસ્થ અવસ્થામાં એક રાત્રિની પ્રતિમાને સ્વીકારેલા, સુસુમારનગરના ઉદ્યાનમાં રહેલા ભગવાન મહાવીરને બહુમાનપૂર્વક નમસ્કાર કરીને... “હે ભગવન્ ! શત્રુથી પરાભવ પામેલા એવા મને તમારા ચરણ-કમળનું શરણ હો.”
આ પ્રમાણે વિકલ્પ કરીને ભયંકર રૂપવાળો, લાખ યોજન પ્રમાણ શરીરવાળો, પરિઘરત્ન નામના પોતાના શસ્ત્રને ચારે તરફ ભમાવતો, ગર્જના કરતો, આસ્ફોટન કરતો, દેવોને ત્રાસ પમાડતો ઊંચે જવા લાગ્યો. સૌધર્માવલંસક નામના વિમાનની વેદિકા ઉપર પગ મૂકીને શક્રેન્દ્રને આક્રોશ કરવા લાગ્યો. શક્રેન્દ્ર પણ કોપથી, જાજવલ્યમાન, અતિશય બળતા સેંકડો અગ્નિના કણિયાઓ વડે વ્યાપ્ત એવા વજને તેના પ્રતિ મૂક્યું-ફેક્યું. અને તે ચમરેન્દ્ર ભયથી પાછો ફરીને ભગવંતના ચરણનું શરણ સ્વીકાર્યું. શક્રેન્દ્ર પણ અવધિજ્ઞાનથી તે વૃત્તાંતને જાણીને તીર્થંકરની આશાતનાના ભયથી જલ્દી આવીને વજ પાછું ખેંચી લીધું. અને કહ્યું કે – “તું પરમાત્માની કૃપાથી આજે મુક્ત થયો છે, તને મારાથી કોઈ ભય નથી.” આ પ્રમાણે ચમરાના ઉત્પાતરૂપ આશ્ચર્ય જાણવું.
(૯) એકશો આઠ (૧૦૮) આત્મા ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક સમયમાં સિદ્ધ થયા તે આશ્ચર્ય. આવું પણ અનંતકાળે થતું હોવાથી આશ્ચર્ય.
(૧૦) અસંયતની પૂજા - આરંભ-પરિગ્રહમાં આસક્ત, અબ્રહ્મચારીને અસંયત કહેવાય. તેઓના પૂજા-સત્કાર તે અસંયત પૂજા... હંમેશા ખરેખર તો સંયમી આત્માઓ જ પૂજાને યોગ્ય હોય છે, પરંતુ આ અવસર્પિણીમાં વિપરીત થયું તે આશ્ચર્ય.
स्थानाङ्गजलधिमध्याद्विमला मुक्तां समुद्धृता एताः ।
नूनं बालमतीनां मानसमोदं वितन्वन्तु ॥ ઠાણાંગ સૂત્ર રૂપ સમુદ્રમાંથી આ નિર્મલ મોતીઓ ઉદ્ધત કરાયા છે જે ખરેખર બાલ-અલ્પ બુદ્ધિવાળા મનના આનંદ-હર્ષનો વિસ્તાર કરે.