________________
४३२
अथ स्थानमुक्तासरिका रोगजालोद्भुतेः, प्राग्भारं ईषदवनतं गात्रं यस्यां भवति सा प्राग्भारा अष्टमी संकुचितवलिचर्मत्वात् मोचनं-मुक् जराराक्षसीसमाक्रान्तशरीरगृहस्य जीवस्य मुचं प्रति मुखं यस्यां सा मुङ्मुखी नवमी, शाययति-निद्रावन्तं करोति यस्यां सा शायनी दशमी हीनभिन्नस्वरत्वाद्दीनत्वाद्दुर्बलत्वाच्चेति ॥२३७॥
ગ્રામ સ્થવિરો વિગેરે સંસારી હોય છે, તેથી તેમના પર્યાય વિશેષોને કહે છે. દશ દશા નીચે પ્રમાણે જાણવી.
(૧) બાલ (૨) ક્રીડા (૩) મંદા (૪) બલા (૫) પ્રજ્ઞા (૬) હાયની (૭) પ્રપંચા () પ્રાગભારા (૯) મુક્ખી, તથા (૧૦) શાયની.
જે કાલમાં મનુષ્યોનું એક સો વર્ષનું આયુષ્ય હોય તે કાલ વર્ષશતાયુષ્ક કાલ. તે કાલમાં જે પુરુષ તે પણ ઉપચારથી વર્ષશતાયુષ્ક.મુખ્યવૃત્તિથી સો વર્ષના આયુષ્યવાળા પુરુષનું ગ્રહણ કરીએ તો પૂર્વ ક્રોડ આયુષ્યવાળા પુરુષના કાળમાં સો વર્ષના આયુષ્યવાળા કોઇક પુરુષને કુમારપણામાં પણ બલાદિ દશા દશકની સમાપ્તિ થાય, એમ તમે જો માનતા હો તો એમ નથી, તેથી ફક્ત ઉપચાર જ યોગ્ય છે.
વર્ષ દશકના પ્રમાણવાળી કાલકૃત અવસ્થા જાણવી - અર્થાત્ દશ વર્ષની એક દશા... સો વર્ષની દશ દશા... અહીં વર્ષ શતાયુનું ગ્રહણ વિશિષ્ટતર દશ સ્થાનકના અનુરોધથી જ છે. દશ સ્થાનકનું વિશિષ્ટતરપણું આ પ્રમાણે છે.
સો વર્ષની અપેક્ષાએ દશ વર્ષના પ્રમાણવાળી દશા દશ છે, પૂર્વ ક્રોડ વર્ષના આયુષ્યવાળાઓને પણ બાલાદિ દશ અવસ્થાઓ હોય છે. તેઓની દશા માત્ર દશ વર્ષના પ્રમાણવાળી ન હોય, પરંતુ બહુ વર્ષવાળી અથવા અલ્પ વર્ષવાળી હોય છે, આ તાત્પર્ય છે.
(૧) બાલ દશા - જેમાં સુખ દુઃખનું વિશેષ જ્ઞાન ન હોય તે બાલ દશા. બાલની આ અવસ્થા ધર્મ અને ધર્મોમાં અભેદ માનીને જાણવી. માત્ર જન્મ પામેલા જીવની જે પ્રથમ દશા છે, તેમાં સુખ કે દુઃખને બહુ જાણે નહીં, સામાન્યથી જાણે માટે તે બાલ દશા છે.
(ધર્મ એટલે અવસ્થા અને ધર્મ એટલે બાલ)
(૨) ક્રિીડા દશા - ક્રીડા પ્રધાન જે દશા તે ક્રિડા દશા... આ બીજી દશામાં જીવ વિવિધ ક્રિીડા કરે છે પણ કામ ભોગને વિષે તીવ્ર મતિ હોતી નથી.
(૩) મજા દશા - વિશિષ્ટ બલ કે બુદ્ધિ પૂર્વક કાર્ય કરી બતાવવામાં અસમર્થ અને માત્ર ભોગ ભોગવવા જ સમર્થ જે અવસ્થામાં હોય તે ત્રીજી મન્દી દશા. આ અવસ્થામાં જીવો ભોગ ઉપાર્જન કરવામાં મંદ હોય છે.