________________
४३०
अथ स्थानमुक्तासरिका
(૭) સંઘ ધર્મ - મિત્ર મંડળની વ્યવસ્થા.. અથવા જૈનોના સમુદાયરૂપ સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ તેનો ધર્મ તેની સામાચારી તે સંઘ ધર્મ...
(૮) શ્રત ધર્મ :- આચારાંગાદિ ઋત... દુર્ગતિમાં પડતાં જીવોને તે બચાવનાર હોવાથી તે ધર્મ તે શ્રત ધર્મ. (૯) ચારિત્ર ધર્મ - કર્મના સંચયને ખાલી કરે તે ચારિત્ર. તેનો જે ધર્મ તે ચારિત્ર ધર્મ.
(૧૦) અસ્તિકાય ધર્મ - અસ્તયઃ એટલે પ્રદેશો.. તેઓનો સમૂહ તે અસ્તિકાય... તે જ ધર્મ. ગતિ પર્યાય વડે જીવ અને પુદ્ગલ એ બંનેને ધારણ કરતો હોવાથી - મદદ કરતો હોવાથી અસ્તિકાય ધર્મ છે. ર૩પી
सोऽयं धर्मः स्थविरैः कृतो भवतीति तानाहग्रामनगरराष्ट्रप्रशास्तृकुलगणसंघजातिश्रुतपर्यायसम्बन्धिनः स्थविराः ॥२३६॥
ग्रामेति, दुर्व्यवस्थितं जनं सन्मार्गे स्थापयन्ति-स्थिरीकुर्वन्तीति स्थविराः तत्र ये ग्रामनगरराष्ट्रेषु व्यवस्थाकारिणो बुद्धिमन्त आदेयाः प्रभविष्णवस्ते तत्तत्स्थविराः, प्रशासति शिक्षयन्ति ये ते प्रशास्तार:-धर्मोपदेशकाः, ते च स्थविराः । कुलस्य गणस्य संघस्य च लौकिकस्य लोकोत्तरस्य च ये व्यवस्थाकारिणः तद्भतुश्च निग्राहकाः स्थविरास्ते तथा । षष्टिवर्षप्रमाणजन्मपर्याया जातिस्थविराः । समवायाद्यङ्गधारिणः श्रुतस्थविराः विंशतिवर्षप्रमाणप्रव्रज्यापर्यायवन्तः पर्यायस्थविरा इति ॥२३६।।
તે આ ધર્મ સ્થવિરો વડે કરેલો હોવાથી સ્થવિરોનું નિરૂપણ કરે છે. દશ પ્રકારના સ્થવિરો છે - તે આ પ્રમાણે -
(૧) ગ્રામ સ્થવિર (૨) નગર સ્થવિર (૩) રાષ્ટ્ર સ્થવિર (૪) પ્રશાસ્તૃ સ્થવિર (૫) કુલ સ્થવિર (૬) ગણ સ્થવિર (૭) સંઘ સ્થવિર () જાતિ સ્થવિર (૯) શ્રુત સ્થવિર તથા (૧૦) પર્યાય સ્થવિર... ઉન્માર્ગમાં ગયેલા લોકોને સન્માર્ગમાં લાવે તે સ્થવિરો... ખરાબ સ્થિતિમાં રહેલા લોકોને સન્માર્ગમાં સ્થાપે - સ્થિર કરે તે સ્થવિરો.
(૧) ગ્રામ સ્થવિરો - ગામની વ્યવસ્થા કરનાર બુદ્ધિશાળી પુરુષો, આદેય અર્થાત્ જેના વચનનો સ્વીકાર થાય એવા પ્રભાવવાળા પુરુષો તે ગ્રામ વિરો.
(૨) નગર સ્થવિરો - નગરની વ્યવસ્થા કરનારા બુદ્ધિશાળી પુરુષો - જેનું વચન માન્ય થતું હોય તેવા પ્રભાવી પુરુષો તે નગર સ્થવિરો.
(૩) રાષ્ટ્ર સ્થવિરો - રાષ્ટ્રની વ્યવસ્થા કરનારા બુદ્ધિશાળી પુરુષો - જેનું વચન માન્ય થતું હોય તેવા પ્રભાવી પુરુષો તે રાષ્ટ્ર વિરો.