________________
स्थानांगसूत्र
४२९
(૧૦) લોક સંજ્ઞા :- લોક દૃષ્ટિ તે લોક સંજ્ઞા... તથા તેનાથી વિશેષ બોધ રૂપ ક્રિયા જ જણાય છે જેના વડે તે લોક સંજ્ઞા. તેવી જ ઓઘસંજ્ઞા સામાન્ય દર્શનના ઉપયોગ રૂપ અને લોકસંજ્ઞા જ્ઞાનના ઉપયોગ રૂપ છે. I૨૩૪॥
संज्ञावन्तो व्यवस्थावन्तोऽपि भवन्तीति सामान्येन धर्मं निरूपयति
ग्रामनगरराष्ट्रपाखण्डकुलगणसंघ श्रुतचारित्रास्तिकाया धर्माः ॥२३५॥
I
ग्रामेति, जनपदाश्रया ग्रामास्तेषां तेषु वा धर्म:- समाचारो व्यवस्थेति ग्रामधर्मः, स प्रतिग्रामं भिन्नः, अथवा ग्रामः इन्द्रियग्रामो रूढेस्तद्धर्मो विषयाभिलाषः । नगरधर्मो नगराचारः सोऽपि प्रतिनगरं प्रायो भिन्न एव, राष्ट्रधर्मो देशाचारः, पाखण्डधर्मः पाखण्डिनामाचारः, कुलधर्म:उग्रादिकुलाचारः, अथवा कुलं चान्द्रादिकमार्हतानां गच्छसमूहात्मकं तस्य धर्मः सामाचारी, गणधर्मो मल्लादिगणव्यवस्था, जैनानां वा कुलसमुदायो गणः कोटिकादिस्तद्धर्मः तत्सामाचारी, संघधर्मो गोष्ठीसमाचारः, आर्हतानां वा गणसमुदायरूपश्चतुर्वर्णो वा संघस्तद्धर्मस्तत्समाचारः, श्रुतमेवाचारादिकं दुर्गतिप्रपतज्जीवधारणाद्धर्मः श्रुतधर्मः, चयरिक्तीकरणाच्चारित्रं तदेव धर्मश्चारित्रधर्मः अस्तयः प्रदेशास्तेषां कायो राशिरस्तिकायः स एव धर्मः, गतिपर्याये जीवपुद्गलयोर्धारणादित्यस्तिकायधर्म इति ॥ २३५॥
સંજ્ઞાવાળા વ્યવસ્થાવાળા પણ હોય છે તેથી સામાન્યથી ધર્મનું નિરૂપણ કરે છે. દશ પ્રકારે ધર્મ છે - તે આ પ્રમાણે -
(૧) ગ્રામ ધર્મ (૨) નગર ધર્મ (૩) રાષ્ટ્ર ધર્મ (૪) પાખંડ ધર્મ (૫) કુલ ધર્મ (૬) ગણ ધર્મ (૭) સંઘ ધર્મ (૮) શ્રુત ધર્મ (૯) ચારિત્ર ધર્મ તથા (૧૦) અસ્તિકાય ધર્મ.
(૧) ગ્રામ ધર્મ ઃ- દેશના આશ્રયવાળા જે ગામો તે ગામોનો ધર્મ કે તે ગામોમાં ધર્મ – આચાર વ્યવસ્થા તે ગ્રામ ધર્મ... દરેક ગામોમાં ભિન્ન - ભિન્ન ધર્મ હોય છે. અથવા ગ્રામ
એટલે ઇન્દ્રિયો... ગ્રામ = સમૂહ (રૂઢ છે) તેના વિષયાભિલાષ સ્વરૂપ ધર્મ તે ગ્રામ ધર્મ... (૨) નગર ધર્મ :- નગરનો ધર્મ - આચાર, તે પણ દરેક નગરમાં પ્રાયઃ ભિન્ન જ હોય છે. (૩) રાષ્ટ્ર ધર્મ :- દેશનો આચાર (૪) પાખંડ ધર્મ :- પાખંડિયાઓનો આચાર.
(૫) કુલ ધર્મ :- ઉગ્ર-ભોગ વિગેરે કુલ તેનો આચાર તે કુલ ધર્મ. અથવા જૈન મુનિ ભગવંતોના ગચ્છના સમૂહરૂપ ચાંદ્રાદિ કુલ. તેનો આચાર તે કુલ ધર્મ...
-
(૬) ગણ ધર્મ :- મલ્લાદિના સમૂહની વ્યવસ્થા.. અથવા જૈનોના કુલના સમુદાય રૂપ કોટિકાદિ ગણ તેની સામાચારી રૂપ ધર્મ તે ગણ ધર્મ.