________________
४२८
अथ स्थानमुक्तासरिका
સમ્યગૃષ્ટિ આત્મા દશે સંજ્ઞાનો ક્રમપૂર્વક નાશ કરે છે તેથી હવે તે સંજ્ઞાઓ જણાવે છે. સંજ્ઞા દશ છે, તે આ પ્રમાણે
(૧) આહાર (૨) ભય (૩) મૈથુન (૪) પરિગ્રહ (૫) ક્રોધ (૬) માન (૭) માયા (૮) લોભ (૯) લોક તથા (૧૦) ઓઘ સંજ્ઞા...
સંજ્ઞાન સંશા એટલે કે આભોગ - સંકલ્પ. અન્ય આચાર્યો મનના વિજ્ઞાન રૂપ કહે છે, અથવા આહારાદિનો અભિલાષી જીવ જેના વડે સારી રીતે જણાય છે તે સંજ્ઞા વેદનીય અને મોહનીય કર્મના આશ્રયવાળી અને જ્ઞાનાવરણ - દર્શનાવરણ કર્મના ક્ષયોપશમ રૂપ વિચિત્ર પ્રકારની આહારાદિની પ્રાપ્તિ માટે જે ક્રિયા તે સંજ્ઞા.. ઉપાધિના ભેદ વડે ભેદ કરતાં તેના દશ - ૧૦ પ્રકાર થાય છે.
(૧) આહાર સંજ્ઞા - સુધા વેદનીયના ઉદયથી કવલાદિ આહાર માટે પુદ્ગલને ગ્રહણ કરવાની ક્રિયા જ જેના વડે જણાય તે આહાર સંજ્ઞા...
(૨) ભય સંજ્ઞા :- ભય વેદનીય કર્મના ઉદયથી ભયથી અત્યંત ઉત્ક્રાંત થયેલની દૃષ્ટિ - મુખનો વિકાર - તથા રોમરાજી ખડી થઈ જવી વગેરે ક્રિયા જેના વડે જણાય છે તે ભય સંજ્ઞા.
(૩) મૈથુન સંજ્ઞા -પુરુષ વેદાદિના ઉદયથી મૈથુન માટે સ્ત્રી આદિના અંગોનું અવલોકન... પ્રસન્ન વદન... થાંભલાની જેમ થીજી ગયેલ સાથળનું કંપન.. વિગેરે લક્ષણવાળી ક્રિયા જેના વડે જણાય છે તે મૈથુન સંજ્ઞા.
(૪) પરિગ્રહ સંજ્ઞા - લોભના ઉદયથી મુખ્ય ભવના કારણભૂત આસક્તિ પૂર્વક સચિત્ત કે અચિત્ત દ્રવ્યના ગ્રહણરૂપ ક્રિયા જેના વડે જણાય છે તે પરિગ્રહ સંજ્ઞા.
(૫) ક્રોધ સંજ્ઞા - ક્રોધ મોહનીયના ઉદયથી તેના આવેશથી યુક્ત મુખ, નયન અને હોઠની ચેષ્ટા જેના વડે જણાય છે તે ક્રોધ સંજ્ઞા. . (૬) માન સંજ્ઞા :-માનના ઉદયથી અહંકારાત્મક અધિક ઉત્કર્ષ વગેરે પરિણતિ જેના વડે જણાય તે માન સંજ્ઞા.
(9) માયા સંજ્ઞા - માયાના ઉદયથી અશુભ સંકલેશથી અસત્ય બોલવાની ક્રિયા વડે જણાય છે તે માયા સંજ્ઞા.
(૮) લોભ સંજ્ઞા - લોભના ઉદયથી લાલસાથી યુક્ત હોવાથી સચિત્ત - અચિત્ત દ્રવ્યની પ્રાર્થના જ જેના વડે જણાય છે તે લોભ સંજ્ઞા.
(૯) ઓઘ સંજ્ઞા - સામાન્ય પ્રવૃત્તિ તે ઓઘ સંજ્ઞા... મતિ જ્ઞાનાવરણીય આદિના ક્ષયોપશમથી શબ્દાદિ અર્થ વિષયક સામાન્ય બોધ રૂપ ક્રિયા જેના વડે જણાય તે ઓઘ સંજ્ઞા...