________________
४२६
अथ स्थानमुक्तासरिका श्रुतमर्थतोऽधिगतं भवति सोऽभिगमरुचिः । विस्तारो व्यासः, ततो रुचिर्यस्य सः, येन हि धर्मास्तिकायादिद्रव्याणां सर्वपर्यायाः सर्वैर्नयप्रमाणैर्शाता भवन्ति स विस्ताररुचिः, ज्ञानानुसारिरुचित्वात् । क्रियानुष्ठानं तत्र रुचिर्यस्य, यस्य दर्शनाद्याचारानुष्ठाने भावतो रुचिरस्ति स क्रियारुचिः । संक्षेपः संग्रहः तत्र रुचिर्यस्य, यो ह्यप्रतिपन्नकपिलादिदर्शनो जिनप्रवचनानभिज्ञश्च संक्षेपेणैव चिलातिपुत्रवदुपशमादिपदत्रयेण तत्त्वरुचिमवाप्नोति स संक्षेपरुचिः । धर्मे श्रुतादौ रुचिर्यस्य, यो हि धर्मास्तिकायं श्रुतधर्मं चारित्रधर्मं च जिनोक्तं श्रद्धत्ते स धर्मरुचिरिति ॥२३३॥
દર્શન વિષયક પણ ઉપસંપદા હોય છે, અને તે દર્શન સરાગ સમ્યગદર્શન પણ હોય તેથી તેનું નિરૂપણ કરે છે.
સરાગ સમ્યગદર્શન દશ પ્રકારે છે - તે આ પ્રમાણે -
(૧) નિસર્ગ (૨) ઉપદેશ રૂચિ (૩) આજ્ઞા રુચિ (૪) સૂત્ર રુચિ (૫) બીજ રુચિ (૬) અભિગમ રુચિ (૭) વિસ્તાર રુચિ (૮) ક્રિયા રુચિ (૯) સંક્ષેપ રુચિ તથા (૧૦) ધર્મ સચિ.
ઉપશાંત નહિ થયેલ અને ક્ષય નહિ પામેલ એવા મહાધીન આત્માનું જે સમ્યગદર્શન... તથા તત્ત્વ રૂપ પદાર્થની જે શ્રદ્ધા તે સરાગ સમ્યગુદર્શન..
(૧) નિસર્ગ રુચિ - નિસર્ગ = સ્વભાવ, તેના વડે તત્ત્વના અભિલાષ રૂપ રુચિ છે જેને તે નિસર્ગ રુચિ... અથવા સહજથી રુચિ તે નિસર્ગ રુચિ... અર્થાત્ જે જાતિસ્મરણ જ્ઞાનાદિ રૂપ પોતાની બુદ્ધિ વડે જાણેલા સદ્ભૂત જીવાદિ પદાર્થો પ્રતિ શ્રદ્ધા કરે છે તે નિસર્ગ રુચિ..
(૨) ઉપદેશ રુચિ - ગુરૂ આદિ વડે જે કહેવાય તે ઉપદેશ. તે ઉપદેશ દ્વારા રુચિ તે ઉપદેશ રુચિ.. પરમાત્માએ કહેલ જીવાદિ પદાર્થો કે જે તીર્થકર કે તેમના શિષ્યાદિ વડે કહેવાયા હોય તેના ઉપરની શ્રદ્ધા તે ઉપદેશ સચિ...
(૩) આજ્ઞા રુચિ :- સર્વજ્ઞનું વચન તે આજ્ઞા, તેમાં જેની રુચિ છે તે આશા રુચિ... મંદ થયેલા રાગ-દ્વેષ અને મિથ્યા જ્ઞાન વડે, આચાર્યની આજ્ઞા વડે, કુગ્રહના અભાવથી જીવાદિ તત્ત્વો તેમજ છે અર્થાત્ જિનેશ્વરોએ કહેલા સત્ય છે તેમ માપતુષાદિ મુનિની જેમ સ્વીકારવા તેના પ્રતિ રુચિ કરવી તે આજ્ઞા રુચિ...
(૪) સૂત્ર રુચિ - સૂત્ર વડે રુચિ તે સૂત્ર ચિ... સૂત્રાગમને ભણતાં - ભણતાં તે જ અંગ પ્રવિષ્ટાદિ વડે ગોવિંદવાચકની જેમ સમ્યકત્વને પામે છે તે સૂત્ર રુચિ.
(૫) બીજ રુચિ - બીજની જેમ બીજ. અર્થાતુ એક બીજ જેમ બીજા બીજને પેદા કરે છે તેમ એક પણ અનેકાર્થરૂપ પ્રતિબોધને ઉત્પન્ન કરનારું વચન - તેના વડે જેની રુચિ તે બીજ રુચિ... અર્થાત્ જેને એક પણ જીવાદિ પદને જાણવા વડે અનેક પદાર્થને વિષે રુચિ ઉત્પન્ન થાય છે તે બીજ રુચિ...