________________
४२४
अथ स्थानमुक्तासरिका अगृहीतेनैवाशनादिना भवदर्थमहमशनादिकमानयाम्येवम्भूता । उपसम्पत्-इतो भवदीयोऽहमित्यभ्युपगमः सा च ज्ञानदर्शनचारित्रार्थत्वात्रिधा, तत्र ज्ञानोपसम्पत् सूत्रार्थयोः पूर्वगृहीतयोः स्थिरीकरणार्थं तथा प्रथमतो ग्रहणार्थं उपसम्पद्यते दर्शनोपसम्पदप्येवं किन्तु दर्शनप्रभावकसम्मत्यादि शास्त्रविषया, चारित्रोपसम्पच्च वैयावृत्त्यकरणार्थं क्षपणार्थञ्चोपसम्पद्यमानस्येति ॥२३२॥
પ્રત્યાખ્યાન તો સાધુની સામાચારી રૂપ છે માટે તેના અધિકારથી બીજી સામાચારીનું નિરૂપણ કરે છે.
સામાચારી દશ પ્રકારે છે - તે આ પ્રમાણે -
(૧) ઇચ્છાકાર (૨) મિથ્યાકાર (૩) તથાકાર (૪) આવશ્યકી (૫) નૈધિકી () આપૃચ્છા (૭) પ્રતિપૃચ્છા (૮) છંદણા (૯) નિમંત્રણ તથા (૧૦) ઉપસંપદા.
સામાચારી = સાધુઓનો સારો વ્યવહાર..
(૧) ઇચ્છાકાર સામાચારી - ઇચ્છા પૂર્વક બળાત્કાર વગર કરવું તે ઇચ્છાકાર..ઇચ્છાકારણ એટલે કે “આપની ઇચ્છા હોય તો મારું આ કાર્ય કરો” આમ ઇચ્છા પ્રધાન ક્રિયા વડે, પરંતુ બલાત્કાર પૂર્વકની ક્રિયા વડે નહીં.
(૨) મિથ્થાકાર :- મિથ્યા ક્રિયા તે મિથ્યાકાર.. સંયમ યોગમાં અકૃત્યનું સેવન થઈ જાય તો જામ્યો છે જિન વચનનો સાર જેણે એવા સાધુ ભગવંતો તે અકૃત્યને નિષ્ફળ બનાવવા માટે મિચ્છાકાર અર્થાત્ મિચ્છા મિ દુક્કડમ્ કહે છે.
(૩) તથાકાર :- તથા એટલે તહત્તિ કરવું તે “તથાકાર' ગુરૂને સૂત્ર સંબંધી પ્રશ્નો વિષયક તહત્તિ કરતા ગુરૂને કહેવું કે – “આપે જે કહ્યું કે, તે પ્રમાણે જ છે. આ પુરુષ વિશેષ અર્થાત્ બહુશ્રુતના સંબંધમાં જ પ્રયોગ કરવો યોગ્ય છે.
(૪) આવશ્યકી - અવશ્ય કરવા યોગ્ય યોગ વડે કરાતી ક્રિયા તે આવશ્યકી. આવશ્યક યોગથી યુક્ત એવા સાધુને ઉપાશ્રયથી બહાર નીકળતા આ “આવસહી' નો પ્રયોગ હોય છે. અર્થાત્ “આવશ્યક ક્રિયા માટે બહાર નીકળું છું..”
(૫) નૈધિકી - બીજી પ્રવૃત્તિના નિષેધ રૂપે નૈવિકી ક્રિયા છે. ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં સાધુ ભગવંતો આનો પ્રયોગ કરે છે. અર્થાત્ “નીસિહિ' બોલીને પ્રવેશ કરે છે.
(૬) આપૃચ્છના:- આપૃચ્છના = પૂછવું. પ્રયોજનમાં વિહારભૂમિ (સ્પંડિલ ભૂમિ) માં જવા રૂપ પ્રયોજનમાં ગુરૂને પૂછવું અર્થાત્ કોઈ પણ કાર્ય કરતાં ગુરૂને જણાવીને કરવું.