________________
४१८
अथ स्थानमुक्तासरिका
જેમકે – અસંભવ - અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિ રૂપ લક્ષણ દોષ છે.
તેમાં સ્વ લક્ષણમાં અવ્યાપ્તિ આ પ્રમાણે - અર્થના સમીપથી અને દૂરથી જ્ઞાનના પ્રતિભાસના ભેદ તે સ્વલક્ષણ, આ સ્વ લક્ષણ નામે લક્ષણ છે, આ ઇન્દ્રિય વડે પ્રત્યક્ષને આશ્રયીને હોય પરંતુ યોગી જ્ઞાનને આશ્રયીને ન હોય. ઇન્દ્રિય પ્રત્યક્ષ રૂપ જ્ઞાનમાં જેમ પદાર્થ નજીક હોય તેમ સ્પષ્ટ જ્ઞાન થાય છે અને પદાર્થ દૂર હોય તો સ્પષ્ટ જ્ઞાન થતું નથી. પણ યોગિ જ્ઞાન એટલે અવધિજ્ઞાનાદિમાં એવું નથી. અવધિજ્ઞાનમાં તો પદાર્થ દૂર હોય કે નજીક.. ઢાંકેલો હોય કે ખુલ્લો... તો પણ સ્પષ્ટ જ્ઞાન થાય છે.
આમ યોગિ જ્ઞાનની અપેક્ષાએ કંઇપણ સ્વલક્ષણ નહીં થાય - જેથી અવ્યાપ્તિ.
અતિવ્યાતિઃ- જે લક્ષણ લક્ષ્ય સિવાયના અલક્ષ્યમાં પણ ઘટે તે અતિવ્યાપ્તિ. અહીં અતિવ્યાપ્તિ આ પ્રમાણે
અર્થની ઉપલબ્ધિનો હેતુ તે પ્રમાણ' આ પ્રમાણનું લક્ષણ છે. અહીં પ્રમાણ લક્ષ્ય છે અને અર્થોપલબ્ધિ હેતુ તે લક્ષણ છે. અહીં અર્થોપલબ્ધિના હેતુ રૂપ ચક્ષુ - દધિ - ઓદન આદિ અનંત વસ્તુઓ પણ હોઈ શકે છે. પ્રત્યક્ષ જ્ઞાનમાં ઓદન - દધિ આદિ વિષય કારણ છે. કેમ કે વિષય હોય તો જ જ્ઞાન થાય. અને ચક્ષુ આદિ ઇન્દ્રિય વસ્તુના જ્ઞાનમાં સાધન છે માટે તે પ્રમાણ થઈ જશે. આમ પ્રમાણની અનંતતા થઈ જવાનો પ્રસંગ પ્રાપ્ત થઈ જશે. તેથી પ્રમાણની સંખ્યામાં અવરોધ આવવાથી આ લક્ષણ અલક્ષ્યમાં જવાથી અતિવ્યાપ્તિ દોષ. અથવા “સ્વ” શબ્દ વડે દાન્તિક અર્થ લેવામાં આવ્યો છે, તેથી દાન્તિક પદાર્થ જેના દ્વારા જણાય તે સ્વ લક્ષણ છે. આ દષ્ટાંતનો જે સાધ્ય વિકલતા રૂપ દોષ છે તેનું નામ “સ્વ લક્ષણ દોષ..'
જેમકે - “શબ્દો નિત્ય: મૂર્તવાન્ પટવ' (અનુમાન) ઘટની જેમ મૂર્ત હોવાથી શબ્દ નિત્ય છે.
અહીં દષ્ટાંતમાં “નિત્યત્વ' સાધ્ય છે - તે રહેલું નથી, તેથી તેને “સાધ્ય વિકલતા' રૂપ દષ્ટાંત દોષ કરી શકાય.
(૬) કારણ દોષ :- સાધ્ય પ્રતિ તેનો વ્યભિચાર. જેમ કે- “અપૌરુષેયો વેદો વેદકારણસ્યાશ્રયમાણવાદ્ ઇતિ..'
વેદની રચના કરનાર પુરુષરૂપ કારણ સાંભળવામાં આવ્યું નથી – અર્થાત્ કોઇપણ પુરુષ દ્વારા તેમની રચના થઈ નથી, તેથી વેદો અપૌરુષેય છે.
અહીં વેદના રચનારની અશ્રુમાણતા અન્ય કારણોને લીધે પણ હોઈ શકે છે, તેથી આ પ્રકારના કથનમાં કારણ દોષ છે.
(૭) હેતુ દોષ :- હેતુ દોષ ત્રણ પ્રકારે છે (૧) અસિદ્ધ (૨) વિરુદ્ધ તથા અનેકાંતિક રૂપ.. તે આ પ્રમાણે ...