________________
स्थानांगसूत्र
४१७ અનુમાન તો સાધન ધર્મ માત્રથી સાધ્ય ધર્મ માત્રનો નિર્ણયાત્મક છે, જો એમ ન માનીએ તો ધૂમથી અગ્નિનું અનુમાન પણ સિદ્ધ નહીં થાય.
અહીં પણ બે વિકલ્પ કરાય છે.
(૧) પ્રથમ વિકલ્પ :- પર્વતો વદ્ધિમાનું ધૂમા” થી જે ધૂમ હેતુ છે તે શું પર્વતીય ધૂમ છે ? જો “પર્વતીય ધૂમ' હેતુ હોય તો પર્વતીય ધૂમમાં વહિનની વ્યાપ્તિ નથી, વ્યાતિ તો મહાનસીય ધૂમમાં મહાનસીય વાહનની વ્યાપ્તિ છે. રસોડામાં વારંવાર જોયું છે કે (રસોડામાં) જ્યાં -જયાં રસોડાનો ધૂમ છે ત્યાં ત્યાં રસોડાનો અગ્નિ છે.
(૨) બીજો વિકલ્પ :- “પર્વતો વદ્ધિમાનું ધૂમાત્' અનુમાનમાં જે ધૂમ હેતુ છે – તેને “મહાનસીય ધૂમ' હેતુ છે તેમ માનો તો પર્વત ઉપર તમે જે ધૂમાડો જોયો તે પર્વતીય ધૂમ છે, પણ પર્વતમાં રસોડાનો ધૂમાડો નથી. અને પર્વત પક્ષમાં હેતુ એવો મહાનસીય ધૂમ નથી. આમ પક્ષમાં હેતુ ન રહેવાથી “સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ છે. પક્ષમાં હેતુ જ નથી તો સાધ્ય વહિ શી રીતે સિદ્ધ થાય. આ રીતે મીમાંસકે કરેલો પરિહાર અસમ્યફ પરિહાર છે. ધૂમમાં વદ્ધિની વ્યાપ્તિ છે, આમ સામાન્ય ધર્મ ધૂમ માત્રથી સાધ્ય રૂ૫ વદ્ધિ ધર્મનો નિશ્ચય કરવો.
રસોડામાં ધૂમ છે ત્યાં વહ્નિ છે, એમ વારંવાર જોયા બાદ “જ્યાં રસોડામાં મહાનસીય ધૂમ છે ત્યાં મહાનસીય વહ્નિ છે' એવી વ્યાપ્તિ માત્ર ગ્રહણ કરી નથી પણ સામાન્યથી જ્યાં ધૂમ છે ત્યાં વદ્ધિ છે (સાહચર્ય નિયમ) એવી વ્યાપ્તિ ગ્રહણ કરી છે. આમ જો ન માનો તો કોઇ અનુમાન જ નહિ થઈ શકે. આમ આને પરિહરણ દોષ રૂપ જાણવો.
(૫) સ્વ લક્ષણ દોષ - અન્યને દૂર કરીને ચોક્કસ કરાય છે વસ્તુ જેના વડે તે લક્ષણ પોતાનું જે લક્ષણ તે સ્વ લક્ષણ જેમકે “ઉપયોગ એ જીવનું લક્ષણ છે. અથવા “સ્વ અને પરના પ્રકાશ રૂપ જાણવાપણું” એ પ્રમાણનું લક્ષણ છે. ઉપરોક્ત સ્વ લક્ષણમાં દોષ તે સ્વ લક્ષણ દોષ.
(૬) કારણ દોષ :- કરોતિ = કરે તે કારણ... આ કારણ પરોક્ષ અર્થનો નિર્ણય કરાવવામાં નિમિત્ત રૂપ ઉપપત્તિ માત્ર રૂપ હોય છે. જેમ કે – સિદ્ધ ભગવંતો નિરૂપમ સુખવાળા હોય છે, નિરાબાધ જ્ઞાનના પ્રકર્ષથી, (અનુમાન) અહીં સમસ્ત લોકમાં પ્રસિદ્ધ સાધ્ય-સાધન ધર્મને અનુરૂપ એવું કોઈ દષ્ટાંત નથી તેથી આવા કથનને ઉપપત્તિ રૂપે જ સમજવું દૃષ્ટાંતના સદ્ભાવમાં એને જ હેતુનો વ્યપદેશ થાય છે.
(૭) હેતુ દોષ - હિનોતિ = ગમતિ ઇતિ હેતુઃ જે જણાવે તે હેતુ.. સાધ્યના સદ્ભાવનો ભાવ અને તેના અભાવના અભાવરૂપ લક્ષણને જણાવે તે હેતુ... (અથવા સ્વલક્ષણ-કારણ અને હેતુ દોષની બીજી વ્યાખ્યા.) અહીં સ્વ લક્ષણાદિનો કંઠ સમાસ છે. જેથી સ્વ લક્ષણ દોષ. કારણ દોષ અને હેતુ દોષ આમ સમાસ કરાય – અથવા લક્ષણની સાથે કરણ અને હેતુ તે બંનેનો દોષ...