________________
४१६
अथ स्थानमुक्तासरिका
કુલાદિ વડે દૂષણ દેવું અથવા- પ્રતિવાદી દ્વારા ઉત્પન્ન થયેલા ક્ષોભને કારણે વાદીના મુખ થંભી જાય. ચૂપ થઇ જાય તેવા પ્રકારનો દોષ તે તજ્જાત દોષ...
(૨) મતિ ભંગ દોષ ઃ- પોતાની જ બુદ્ધિનો વિનાશ તે મતિ ભંગ અર્થાત્ વિસ્મરણ રૂપ દોષ તે મતિ ભંગ દોષ.
-
(૩) પ્રશાસ્તુ દોષ :- વાદી અને પ્રતિવાદીના વાદનો નિર્ણાયક હોય છે તે પ્રશાસ્તા કહેવાય - અર્થાત્ અનુશાસન કરનાર - મર્યાદા કરનાર - સભાનો નાયક કે સભ્ય તે પ્રશાસ્તા, તેના દ્વારા દોષથી કે ઉપેક્ષાથી પ્રતિવાદીને જય આપવા રૂપ દોષ... અથવા વીસરી ગયેલા પ્રમેય વિષયવાળા પ્રતિવાદીને પ્રમેયનું સ્મરણ કરાવવા રૂપ દોષ તે પ્રશાસ્ત્ર દોષ...
.(૪) પરિહરણ દોષ ઃ- પરિહરણ સેવવું... અર્થાત્ જે વસ્તુનું સેવન કરવાનો સ્વ શાસ્ત્રોએ નિષેધ કર્યો હોય અથવા લોકરૂઢિ દ્વારા જેના સેવનનો નિષેધ હોય એવી વસ્તુનું સેવન કર્યુ હોય તેનું નામ પરિહરણ દોષ.. અથવા પરિહરણ = ન સેવવું... અર્થાત્ સભાની રૂઢિ વડે સેવવા યોગ્ય વસ્તુનું નહિ સેવવું તે જ દોષ અથવા તેના દ્વારા જે દોષ... તે પરિહરણ દોષ.
=
અથવા વાદીએ સ્થાપન કરેલ દૂષણને જે સમ્યપરિહારરૂપ પ્રત્યુત્તર તે પરિહરણ દોષ જેમકે બૌદ્ધે કહ્યું છે ‘શબ્દઃ અનિત્યઃ કૃતકત્વાત્ ઘટવત્' ઇતિ... (અનુમાન) અહીં મીમાંસક તેનો પરિહાર કરે છે
હે બૌદ્ધવાદી ! ઘટ સંબંધી મૃતકપણું- તમે શબ્દનું અનિત્યપણું સિદ્ધ કરવા માટે સ્થાપો છો કે શબ્દમાં રહેલું અનિત્યપણુ સિદ્ધ કરવા માટે ? આ બંને પક્ષમાં દોષ આપતા મીમાંસક કહે છે કે
પ્રથમ પક્ષમાં દોષ :- જો ઘટગત કૃતકતાને આધારે તમે શબ્દમાં અનિત્યતા સિદ્ધ કરવા માંગતા હો તો તે શબ્દમાં નહીં ઘટી શકે કારણકે હેતુ અસિદ્ધ છે. કારણ કે ઘટમાં રહેલ કૃતકતા ઘટમાં છે શબ્દમાં નથી તેથી પક્ષમાં હેતુ ન રહેવાથી સ્વરુપાસિદ્ધ હેત્વાભાસ રૂપ દોષ છે.
-
બીજા પક્ષમાં દોષ :- જો કહેશો કે શબ્દ સંબંધી અનિત્યપણું છે, તો અનિત્યપણાએ વ્યાપ્તિની ઉપલબ્ધિ નથી, તેથી તમારા હેતુમાં અસાધારણ અનૈકાંતિક દોષ ઘટશે.
‘યંત્ર યંત્ર (શબ્દનિષ્ઠ) કૃતકત્વ તત્ર તત્ર અનિત્યત્વ' અનિત્ય સાથે આ વ્યાપ્તિ ઉપલબ્ધ
નથી
ઘટમાં કૃતકત્વ સિદ્ધ છે અને અનિત્યત્વ પણ સિદ્ધ છે, પણ ઘટમાં રહેલું કૃતકત્વ શબ્દમાં નથી એટલે અનિત્યત્વ પણ શબ્દમાં નથી.
મીમાંસકે જે આ પરિહાર કર્યો છે તે અસમ્યક્ છે, કારણકે આ પરિહાર રૂપ કથન વડે સર્વ અનુમાનના ઉચ્છેદનો પ્રસંગ આવશે આ રીતે માનવાથી તો કોઇ અનુમાન જ નહીં થાય.