________________
स्थानांगसूत्र
४११ प्रभूतमृत कृमिराशावजीवराशिरिति, जीवाजीवविषयं मिश्रं यथा तस्मिन्नेव जीवन्मृतकृमिराशौ प्रमाणनियमेनैतावन्तो जीवन्त्येतावन्तश्च मृता इत्यभिदधतस्तन्यूनाधिकत्वे । अनन्तविषयं मिश्रं यथा मूलकन्दादौ परीतपत्रादिमत्यनन्तकायोऽयमित्यभिदधतः । परीतविषयं-यथाऽनन्तकायलेशवति परीत्ते परीत्तोऽयमित्यभिदधतः । कालविषयं सत्यासत्यं यथा कश्चित् कस्मिंश्चित् प्रयोजने सहायांस्त्वरयन् परिणतप्राये वा वासरे एव रजनी वर्त्तत इति ब्रवीति । अद्धा दिवसो रजनी वा तदेकदेशः प्रहरादिः अद्धाद्धा तद्विषयं मित्रं यथा कश्चित् कस्मिंश्चित् प्रयोजने प्रहरमात्र एव मध्याह्न इत्याहेति ॥२२७।।
હવે સત્યના વિપક્ષરૂપ મૃષાને તથા મિશ્ર ભાષાને કહે છે.
૧૦ પ્રકારે મૃષા ભાષા છે... (૧) ક્રોધથી, (૨) માનથી, (૩) માયાથી, (૪) લોભથી, (૫) પ્રેમથી, (૬) દ્વેષથી, (૭) હાસ્યથી, (૮) ભયથી, (૯) આખ્યાયિકાથી (૧૦) ઉપઘાત દ્વારા નીકળેલું વચન.
(૧) ક્રોધ:- ક્રોધમાં બોલાયેલી ભાષા તે મૃષા ભાષા છે. જેમકે ક્રોધથી પરાભવ પામ્યો થકો દાસ ન હોય તેને પણ દાસ કહે છે.
(૨) માનઃ-માનને વશ થયેલી બોલાયેલી ભાષા તે મૃષા ભાષા. જેમકે, માનથી ધમધમેલો પુરૂષ, કોઈ વડે પૂછાયે છતે, અલ્પ ધનવાળો હોવા છતાં પણ હું મહાજનવાળો છું એમ કહે.
(૩) માયા - માયા દ્વારા મૃષા તે માયા મૃષા... જેમકે માયા કરનારા વિગેરે કહે કે પિંડનાશ થયો છે, એ પ્રમાણે...
(૪) લોભ - લોભનો આશ્રય કરીને જે બોલાય તે લોભ મૃષા. જેમકે વાણીયા-વેપારી વિગેરે ઓછા મૂલ્ય ખરીદ્યું હોય તો પણ વધારે મૂલ્ય ખરીદ્યું છે એમ કહે.
(૫) પ્રેમ - પ્રેમ-રાગને કારણે જે બોલાય તે પ્રેમ મૃષા ભાષા. જેમકે અતિરાગવાળો કહે કે “હું તારો દાસ છું...” ઇત્યાદિ.
(૬) દ્વેષ :- દ્વેષને આશ્રયીને જે બોલાય તે દ્વેષ મૃષા ભાષા. જેમકે ઈર્ષાળુઓનું વચનગુણવાન પુરૂષોને વિષે “આ નિર્ગુણ છે.' એવું વચન...
(૭) હાસ્ય - હાસ્યમાં બોલાયેલું તે હાસ્ય મૃષાભાષા.. જેમકે કામ પુરૂષોનું વચન-કોઇ પુરૂષનો કોઈ સંબંધી પકડાયે છતે પુછવાથી- નથી જોયું એ પ્રમાણે કહેવું.
(૮) ભય - ભયને આશ્રયીને જે બોલાય તે ભય મૃષા વચન. પકડાયેલા ચોર વિગેરેનું જેમ-તેમ બોલવું.
(૯) આખ્યાયિકાઃ- આખ્યાયિકા દ્વારા જે બોલાય તે આખ્યાયિકા મૃષા. કથામાં રચાયેલ જે અસત્ પ્રલાપ તે આખ્યાયિકા મૃષા ભાષા.