________________
४१२
अथ स्थानमुक्तासरिका
(૧૦) ઉપઘાત :- ઉપઘાતરૂપ વચન તે ઉપઘાત મૃષા ભાષા. પ્રાણિવધના આશ્રયીને બોલાય અર્થાત્ ચોર ન હોય તેને પણ મારવાની બુદ્ધિએ ચોર કહેવો તે ઉપઘાત મૃષા ભાષા.
દશ પ્રકારની મિશ્ર ભાષા - સત્ય અને અસત્ય બંનેના યોગથી બોલાતી ભાષા તે મિશ્ર ભાષા.
(૧) ઉત્પન્ન વિષયક :- ઉત્પત્તિ વિષયક મિશ્ર ભાષા -
જેમકે એક નગરને આશ્રયીને “આજે આ નગરમાં દસ બાળકો ઉત્પન્ન થયા છે આવું બોલતે છતે ન્યૂન કે અધિકની સંભાવના હોવાથી વ્યવહારથી તે મિશ્ર ભાષા કહેવાય. “પ્રાતઃ કાલે તને હું સો રૂપિયા આપીશ” એમ કહીને પચ્ચાશ - ૫૦ રૂપિયા આપે છતે લોકમાં તેનું મૃષાપણું ન દેખાતું હોવાથી - તથા નહીં ઉત્પન્ન થયેલને વિષે તથા નહીં આપેલને વિષે મૃષાપણાની સિદ્ધિ દેખાતી હોવાથી કેમકે સર્વથા ક્રિયાના અભાવ વડે સર્વથા વિપરિતપણાથી એ રીતે વિગતાદિને વિષે પણ જાણવું.
(૨) વિગત વિષયક મૃષા :- નાશના વિષયરૂપ ભાષા તે વિગત મિશ્ર ભાષા.
જેમકે કોઈ ગામને આશ્રયીને “આ ગામમાં આજે દશ વૃદ્ધો મૃત્યુ પામ્યા' આ વચનમાં ન્યૂનાધિકની સંભાવના હોવાથી વિગત વિષયક મિશ્ર ભાષા...
(૩) ઉત્પન્ન વિગત મૃષા :- ઉત્પત્તિ તથા નાશ સંબંધી મિશ્ર ભાષા -
જેમ કે આ પત્તનમાં આજે દશ બાળકો જન્મ્યા તથા દશ વૃદ્ધો મરણ પામ્યા. ન્યૂનાધિકની સંભાવના હોવાથી આ ઉત્પન્ન - વિગત મિશ્ર ભાષા -
(૪) જીવ મિશ્ર - જીવ વિષયક મિશ્ર વચન તે જીવ મિશ્ર ભાષા - જેમકે જીવિત તથા મૃત કરમીયાઓના સમૂહને વિષે “આ જીવરાશિ છે તેવું વચન તે જીવ મિશ્ર ભાષા...
(૫) અજીવ મિશ્ર ભાષા :- અજીવોને આશ્રયીને જે મિશ્ર વચન તે અજીવ મિશ્ર ભાષા જેમકે ઘણી મરેલી કૃમિની રાશિ હોતે છતે “આ અજીવ રાશિ' છે તેવું વચન તે અજીવ મિશ્ર ભાષા...
(૬) જીવાજીવ મિશ્ર ભાષા - જીવ અને અજીવવાળું જે મિશ્ર વચન તે જીવાજીવમિશ્ર ભાષા - જેમકે - તે જ જીવતા અને મરેલા કૃમિઓની રાશિને વિષે પ્રમાણના નિયમ વડે “આટલા જીવતા છે કે આટલા મરેલા છે તેવું બોલતા ન્યૂન કે અધિકની સંભાવના હોવાથી જીવાજીવ મિશ્ર ભાષા -
(૭) અનંત મિશ્ર - અનંતના વિષયવાળું મિશ્ર તે અનંત મિશ્ર - જેમકે પ્રત્યેક પાંદડાવાળા કંદમૂલાદિને વિષે આ અનંતકાય છે એમ બોલાય તે અનંત મિશ્ર ભાષા
(૮) પરિત્ત મિશ્ર - પ્રત્યેકને આશ્રયીને મિશ્ર તે પરિત્ત મિશ્ર...