________________
स्थानांगसूत्र
४०९ भाजनमित्यादि, अयं च गिरिगततृणादिदाहे व्यवहारः प्रवर्तते, उदके च गलति सतीति । भावसत्यं भूयिष्ठशुक्लादिपर्यायमाश्रित्य शुक्ला बलाकेति, सत्यपि हि पञ्चवर्णसम्भवे शुक्लवर्णोत्कटत्वात् शुक्लेति । योगसत्यं-सम्बन्धतो यथा दण्डयोगाद्दण्डी, छत्रयोगाच्छत्री एवोच्यते । औपम्यसत्यं-उपमेवौपम्यं तेन सत्यं यथा समुद्रवत्तडागं देवोऽयं सिंहस्त्वमिति ॥२२६।।
આવા પ્રકારની વિશુદ્ધિવાળા આત્મા સાચું જ બોલે, તેથી હવે તેનું નિરૂપણ કરે છે.
૧૦ પ્રકારના સત્ય છે... (૧) જનપદ સત્ય, (૨) સમત, (૩) સ્થાપના, (૪) નામ, (૫) રૂપ, (૬) પ્રતીત્ય, (૭) વ્યવહાર, (૮) ભાવ, (૯) યોગ તથા (૧૦) ઔપમ સત્ય.
પ્રાણીઓ-પદાર્થો અથવા મુનિઓ તેઓ માટે જે હિત તે સત્ય... તેના દશ પ્રકાર છે... તે આ પ્રમાણે... “સત્ય' પદનો સર્વત્ર સંબંધ કરવા યોગ્ય છે.
(૧) જનપદ સત્ય - દેશોમાં જે-જે અર્થ વાચકપણા વડે રૂઢ થયો હોય તે-તે અર્થ વાચકપણાએ દેશાંતરમાં પ્રયોગ કરાતો હોય તો તે અવિતથ છે તેથી તે જનપદ સત્ય કહેવાય. જેમકે કોંકણાદિ દેશોમાં પાણી માટે પયઃ, પિચ્ચ, નીર, ઉદકમ વિગેરે શબ્દોનો પ્રયોગ થાય છે.
અદુષ્ટ વિવક્ષા હોવાથી તથા વિવિધ દેશોને વિષે ઈચ્છિત અર્થની પ્રાપ્તિ કરાવનાર હોવાથી, તથા વ્યવહારની પ્રવૃત્તિ થવાથી આ ભાષાનું સત્યપણું છે. આ રીતે બીજા સત્યોને વિષે પણ ભાવના કરવી.
(૨) સમ્મત સત્ય :- સંમત એવું સત્ય સંમત સત્ય... જેમકે કુમુદ-કુવલય-ઉત્પલ તથા તામરસની સમાનપણે કાદવમાં ઉત્પત્તિ છે પણ આબાલ-ગોપાલ વિગેરેને “અરવિંદ' શબ્દ જ પંકજ રૂપે સંમત છે, તેથી તેમાં સંમતપણું હોવાથી પંકજ' શબ્દ સત્ય છે. જ્યારે “કુવલય' વિગેરે શબ્દોમાં “પંકજ શબ્દ સંમત ન હોવાથી અસત્ય છે.
(૩) સ્થાપના સત્ય:- જે સ્થપાય તે સ્થાપના... જે લેપ્યાદિ કર્મ અરિહંતાદિના અભિપ્રાય વડે સ્થપાય છે. જેમકે આ પ્રતિમા અરિહંતની છે વિ. સ્થાપના સત્ય. આચાર્ય ન હોવા છતાં પણ આ આચાર્ય છે... જિન ન હોવા છતાં પણ આ જિન છે તે રીતે સ્વીકારવું તે સ્થાપના સત્ય.
(૪) નામ સત્ય - માત્ર નામથી સત્ય તે નામ સત્ય... જેમકે કુલની વૃદ્ધિને ન કરતો હોય તો પણ કુલવર્તન કહેવાય છે.
(૫) રૂપ સત્ય :- કોઈ દંભથી પ્રવ્રજિત થયેલા મુનિ સંયમના વેષને ધારણ કરતો થકો દીક્ષિત કહેવાય છે, કારણ કે એના વેષની અસત્યતા નથી.
(૬) પ્રતીત્ય સત્ય - અન્ય વસ્તુને આશ્રયીને જે સત્ય તે પ્રતીત સત્ય... જેમકે અનામિકા મધ્યમાની અપેક્ષાએ નાની છે અને કનિષ્ઠાની અપેક્ષાએ લાંબી છે. તેમ અનંત પરિણામવાળા દ્રવ્યનું તે તે સહકારિ કારણની સાથે તે તે સ્વરૂપે પ્રગટ થવું તે સત્યતા.