________________
स्थानांगसूत्र
४०३
તે પણ બે પ્રકારે છે - વામનીય - વમી શકાય તેવું. સંસર્ગથી ઉત્પન્ન થયેલ ગુણ અથવા દોષ અન્ય સંસર્ગથી વમે છે, ત્યાગ કરે છે. અવામનીય - સંસર્ગથી પ્રાપ્ત થયેલ ગુણો કે દોષોનું અન્ય સંસર્ગથી વમન ન કરે ત્યાગ ન કરે.
-
અભાવિત તો સંસર્ગને નહીં પામેલું કે સંસર્ગને પામેલું વજ્ર તંદુલની જેમ (કોરડા મગની જેમ) વાસિત થવા શક્ય નથી. એ રીતે ઘટ વિગેરે પણ દ્રવ્યને સમજવું. આમ ભાવિત કે અભાવિતનો વિચાર કરવો તે ભાવિતાભાવિત દ્રવ્યાનુયોગ.
(૭) બાહ્યાબાહ્ય :- બાહ્ય એટલે ભિન્ન... અબાહ્ય એટલે અભિન્ન. જીવ દ્રવ્ય ચૈતન્ય ધર્મરૂપ હોવાથી આકાશાસ્તિકાયાદિ ધર્મથી ભિન્ન હોવાથી બાહ્ય છે. તેમજ તે જ જીવ દ્રવ્ય અમૂર્ત હોવાથી આકાશાસ્તિકાયાદિ જે અમૂર્ત છે તેની અપેક્ષાએ તે બંનેસમાન હોવાથી અબાહ્ય છે. અથવા ચૈતન્ય ધર્મથી જીવાસ્તિકાયથી જીવ અબાહ્ય છે કારણ કે તે બંનેનું ચૈતન્ય લક્ષણ છે. અથવા ઘટાદિ દ્રવ્ય બાહ્ય છે - દેખાય છે, અને કર્મ-ચૈતન્ય વિગેરે તો અબાહ્ય છે કારણ કે તે આધ્યાત્મિક છે - દેખાતા નથી આ રીતે બાહ્યાબાહ્ય દ્રવ્યાનુયોગ.
(૮) શાશ્વતાશાશ્વત :- જીવ દ્રવ્ય અનાદિ અનંત હોવાથી શાશ્વત છે તે જ નવીન-નવીન પર્યાયો પામવાથી અશાશ્વત છે. આ રીતે શાશ્વતાશાશ્વત દ્રવ્યાનુયોગ.
(૯) તથાજ્ઞાનાનુયોગ :- વસ્તુ જેવી હોય તેવું તેનું જ્ઞાન તે તથાજ્ઞાન. જીવદ્રવ્યવિષે સમ્યગ્દષ્ટ જીવોનું અવિતથ જ્ઞાન હોવાથી તથાજ્ઞાન કહેવાય. અથવા જે વસ્તુ જેવી છે તેવું જ જ્ઞાન-અવબોધ કે પ્રતીતિ જેમાં થાય તે તથાજ્ઞાન. જેમકે ઘટાદિ દ્રવ્યને ઘટાદિરૂપે જ જણાય... તે તથાજ્ઞાન. અથવા જૈનો વડે સ્વીકારાયેલું પરિણામી દ્રવ્ય પરિણામરૂપે જ જણાય તે તથાજ્ઞાન. આ રીતે તથાજ્ઞાનની વિચારણા તે તથાજ્ઞાનાનુયોગ.
(૧૦) અતથાજ્ઞાનાનુયોગ ઃ- મિથ્યાષ્ટિ જીવ દ્રવ્ય અથવા અલાત એટલે કે ઊંબાડિયું તે વક્ર ન હોવા છતાં ગોળ દેખાવાથી અતથાજ્ઞાન. અથવા એકાંતવાદીઓએ સ્વીકારેલું જ્ઞાન તે અતથાજ્ઞાન.
તે આ રીતે... એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય વસ્તુ તેઓએ સ્વીકારી છે, અને જે રીતે સ્વીકારી છે તે રીતે અર્થાત્ એકાંતે નિત્ય અને એકાંતે અનિત્ય રીતે તેમને જણાય છે - આથી
અતથાજ્ઞાન.
આમ અતથાજ્ઞાનની જે વિચારણા તે અતથાજ્ઞાનાનુયોગ. ॥૨૨૨૫ अथाज्ञानप्रस्तावान्मिथ्यात्वमाह
धर्माधर्ममार्गामार्गजीवाजीवसाध्यसाधुमुक्तामुक्तेषुविपर्ययसंज्ञामिथ्वात्वम् ॥२२३॥
धर्मेति, धर्मे-कषच्छेदादिशुद्धे सम्यक् श्रुते आप्तवचनलक्षणेऽधर्मसंज्ञा सर्व एव पुरुषा रागादिमन्तोऽसर्वज्ञाश्च पुरुषत्वादहमिवेत्यादि प्रमाणतोऽनाप्ताः तदभावान्नेतदुपादिष्टं शास्त्रं धर्म