________________
४०२
अथ स्थानमुक्तासरिका
છે કેમકે દરેક ક્ષણમાં બાલ્યાવસ્થાદિ વ્યયને જોવાથી... અવ્યયપણામાં તો સર્વદા બાલ્યાદિની પ્રાપ્તિથી અસમંજસપણું જ થશે. અર્થાત્ બાળક, બાળક જ રહે... યુવા કે વૃદ્ધ ન બને..
તથા જો સર્વથા જ ઉત્પાદ અને વ્યયવાળું દ્રવ્ય હોય તે કોઈપણ રીતે ધ્રુવ ન થાય, ત્યારે અકૃતનું આવવું અને કૃતનાશની પ્રાપ્તિ થવાથી અને પૂર્વે જોયેલ વસ્તુનું અનુસ્મરણ તથા અભિલાષ વગેરે ભાવોના અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય.. જેથી આ લોક અને પરલોક સંબંધી આલંબનભૂત અનુષ્ઠાનોનો અભાવ થવાથી અસમંજસપણું જ થશે.. આથી દ્રવ્યપણાએ આનું ધ્રુવપણું છે... માટે ઉત્પાદ-વ્યય અને પ્રૌવ્યયુક્ત દ્રવ્ય છે - ઈત્યાદિ વિચારણા તે માતૃકાપદાનુયોગ.
(૩) એકાર્થિક અનુયોગ:- સમાન અર્થવાળા શબ્દો તે એકર્થિક.. એક એવો અર્થ કહેવા યોગ્ય જે જીવાદિ પદાર્થ, તે છે જેઓને તે એકાર્થિક શબ્દો... તે એકાર્થિક શબ્દો વડે જે અનુયોગ વ્યાખ્યાન થાય તે એકાર્થિકાનુયોગ. જેમકે જીવ દ્રવ્યને જીવ, પ્રાણી, ભૂત અને સત્ત્વ ઇત્યાદિ શબ્દોથી ઓળખાવાય છે. અથવા એક અર્થિકોનો જે અનુયોગ... જેમકે – જીવનાત્ = પ્રાણને ધારણ કરવાથી જીવ... ઉચ્છવાસાદિ પ્રાણના અસ્તિત્વથી પ્રાણી... ત્રણે કાળમાં તેને સદૂભાવ હોવાથી ભૂત. તેની વિદ્યમાનતા કાયમ રહેતી હોવાથી તેને સત્ત્વ પણ કહે છે.
(૪) કરણાનુયોગ :- જેઓ વડે કરાય છે તે કરણો તેનો અનુયોગ તે કરણાનુયોગ... તે આ પ્રમાણે – કર્તા એવા જીવ દ્રવ્યની જુદી-જુદી ક્રિયાઓમાં કાળ-સ્વભાવ-નિયતિ અને પૂર્વના કર્મરૂપ કારણો સાધકતમરૂપે છે, કારણ કે એકલો જીવ કંઈ જ કરવા માટે સમર્થ નથી.
માટીરૂપ દ્રવ્ય તે કુંભાર-ચક્ર-ચીવર અને દંડ વિગેરેના સમૂહ રહિત ઘટ રૂપ કાર્ય માટે સમર્થ થતું નથી, તેના તે કારણો છે – સાધનો છે. એવી રીતે દ્રવ્યનો કરણાનુયોગ છે.
(૫) અર્પિતાનર્પિતાનુયોગ - અર્પિત = વિશેષિત - વિશેષણથી યુક્ત અનર્પિત = અવિશેષિત.. વિશેષણથી રહિત.
દ્રવ્ય જ અર્પિત છે અર્થાત્ વિશેષિત છે. જેમકે -જીવ દ્રવ્ય... જીવ દ્રવ્ય કેવા પ્રકારનું છે ? સંસારી. સંસારી પણ ત્રસ રૂપ... ત્રસ પણ પંચેન્દ્રિય રૂપે... પંચેન્દ્રિય પણ મનુષ્ય રૂપે... ઈત્યાદિ. અનર્પિત - વિશેષણ રહિત જ. જેમકે જીવદ્રવ્ય...
આમ દ્રવ્ય અર્પિત અને અનર્પિત થાય છે. આ અર્પિત અને અનર્પિત દ્રવ્યનો અનુયોગ તે અર્પિતાનર્પિતાનુયોગ..
(૬) ભાવિતાભાવિત :- ભાવિત = અન્ય દ્રવ્યના સંસર્ગથી વાસિત થયેલ... અભાવિત = અન્ય દ્રવ્યના સંસર્ગથી વાસિત ન થયેલ.
જેમકે જીવદ્રવ્ય કિંચિત વાસિત છે. વળી તે જીવ દ્રવ્ય પ્રશસ્ત ભાવિત અને અપ્રશસ્ત ભાવિત છે. પ્રશસ્ત ભાવિત = સંવિજ્ઞ પુરૂષ વડે ભાવિત અને અપ્રશસ્ત ભાવિત = કુમતિ પુરૂષ વડે ભાવિત.