________________
स्थानांगसूत्र
४०१ तत्तथाज्ञानं सम्यग्दृष्टि जीवद्रव्यं तस्यैवावितथज्ञानत्वात्, अथवा यथा तद्वस्तु तथैव ज्ञानमवबोधः प्रतीतिर्यस्मिस्तत्तथाज्ञानं घटादिद्रव्यं घटादितयैव प्रतिभासमानं जैनाभ्युपगतं वा परिणामि परिणामितयैव प्रतिभासमानमित्येवमन्यो द्रव्यानुयोगः । अतथाज्ञानं मिथ्यादृष्टिजीवद्रव्यमलातद्रव्यं वा वक्रतयाऽवभासमानमेकान्तवाद्यभ्युपगतं वा वस्तु, तथाहि एकान्तेन नित्यमनित्यं वा वस्तु तैरभ्युपगतं प्रतिभाति च तत्परिणामितयेति तदतथाज्ञानमित्येवमन्यो द्रव्यानुयोग इति ।।२२२॥
બે ભાંગાના વ્યાખ્યાનો આધીન હોવાથી અનુયોગના પ્રકારોને કહે છે.
દ્રવ્યાનુયોગના દશ (૧૦) પ્રકાર છે. તે આ પ્રમાણે – (૧) દ્રવ્યાનુયોગ (૨) માતૃકાનુયોગ (૩) એકાર્થિકાનુયોગ (૪) કરણાનુયોગ (૫) અર્પિતાનર્પિતાનુયોગ (૬) ભાવિતાભાવિતાનુયોગ (૭) બાહ્યાબાહ્યાનુયોગ (૮) શાશ્વતાશાશ્વતાનુયોગ (૯) તથાજ્ઞાનાનુયોગ અને (૧૦) અતથાજ્ઞાનાનુયોગ.
દ્રવ્યતિ :- અનુયોજન = સૂત્રનો અર્થ સાથે સંબંધ... અથવા અનુકૂલ યોગ... સૂત્રનો અભિધેયાર્થ પ્રતિ વ્યાપાર તે અનુયોગ... અર્થાત્ તેનું કથન કરવું એવો ભાવ છે.
તે અનુયોગ કહેવા યોગ્ય ભેદથી ચાર પ્રકારે બતાવેલ છે, તે આ પ્રમાણે - (૧) ચરણકરણાનુયોગ (૨) ધર્મકથાનુયોગ (૩) ગણિતાનુયોગ અને (૪) દ્રવ્યાનુયોગ.
તેમાં જીવાદિ દ્રવ્યોનો વિચાર તે દ્રવ્યાનુયોગ... તે દશ પ્રકારે છે.
(૧) દ્રવ્યાનુયોગ:- જીવાદિનું જે દ્રવ્યપણું વિચારાય છે તે દ્રવ્યાનુયોગ. જેમકે દ્રવતિ અર્થાત્ તે-તે પર્યાયોને પામે છે અથવા દૂયતે એટલે તે-તે પર્યાયો વડે શ્રવે છે – ઝરે છે તે દ્રવ્ય અર્થાત્ ગુણ અને પર્યાયવાળો પદાર્થ તે દ્રવ્ય.
જીવમાં સહભાવિત્વલક્ષણવાળા જ્ઞાનાદિ ગુણો હંમેશા વિદ્યમાન હોય છે. પરંતુ તે જ્ઞાનાદિ ગુણોથી રહિત ક્યારે પણ જીવ સંભવે નહીં, કારણ કે ગુણરહિતપણામાં જીવત્વની હાનિ છે. માનુષત્વ અને બાલ્યાવસ્થાદિ કાલકૃત અવસ્થા તથા લક્ષણ પર્યાયો પણ તેમાં છે જ.
આથી ગુણપર્યાયવાળા દ્રવ્ય હોય છે - ઈત્યાદિ વિચારણા કરવી તે દ્રવ્યાનુયોગ.
(૨) માતૃકાનુયોગ - માતૃકાની જેમ માતૃકા અર્થાત્ પ્રવચન-સિદ્ધાંતરૂપ પુરૂષની ઉત્પાદવ્યય અને પ્રૌવ્યરૂપ ત્રીપદી તે માતૃકા અને તેનો અનુયોગ અર્થાત્ વિચાર કરવો, જેમકે –
જીવદ્રવ્ય ઉત્પાદવાળું છે, કેમકે બાલ્યાદિ પર્યાયોની પ્રતિક્ષણ તેમાં ઉત્પત્તિ દેખાવાથી...
જો જીવદ્રવ્યમાં ઉત્પાદ માનવામાં ન આવે તો વૃદ્ધત્વાદિ અવસ્થાની અપ્રાપ્તિનો પ્રસંગ આવવાથી અસમંજસપણું અર્થાત્ અઘટિતની આપત્તિ આવશે. તથા વ્યયવાળું જીવદ્રવ્ય છે...