________________
३९८
अथ स्थानमुक्तासरिका
(૯) રાજ વિગ્રહ:- રાજાનું યુદ્ધ, ઉપલક્ષણથી સેનાપતિ, ગ્રામ ભોગિક, મહત્તર પુરૂષ, સ્ત્રી, મલ્લના યુદ્ધોના સમયે સ્વાધ્યાય ન કરે. કારણ કે આવા સ્થાનોમાં પ્રાયઃ કરીને ઘણા વ્યંતરો કૌતુકથી આવે છે અને પ્રમાદને દેવતા છળે છે. અથવા આ સાધુઓ દુઃખ વિનાના છે એમ ઉડાહ (અપયશ-ઠેકડી) થાય અથવા અપ્રીતિ થાય. માટે જ્યાં આગળ જેટલો લાંબો સમય યુદ્ધ વગેરે થાય તેટલો સમય તે ક્ષેત્રમાં (તે જગાએ) સ્વાધ્યાય ન કરે.
(૧૦) વસતિ મધ્યગ શરીરાણિ - ઉપાશ્રયની અંદર (મધ્યમાં રહેલ) રહેલ ઔદારિક મનુષ્યાદિ સંબંધી શરીર શસ્ત્ર વગેરેથી ભેદાયેલું હોય તો સો હાથની અંદર અસ્વાધ્યાય થાય. અને જો ભેદાયેલું ન હોય તો પણ કુત્સિતપણાથી અને આચરિતપણાથી (ખરાબ હોવાથી અને ખરાબ આચરણ થવાથી સો હાથ સુધી સ્વાધ્યાય વજર્ય છે. પરઠવ્યા પછી ત્યાં તે સ્થાન શુદ્ધ થાય છે. I/૨૨૦ની
उपर्युक्तास्वाध्यायावर्जनेन सुक्ष्मजीवेष्ववतरन्तीति तद्भेदानाहप्राणपनकबीजहरितपुष्पाण्डलयनस्नेहगणितभङ्गसूक्ष्माणि सूक्ष्माणि ॥२२१॥
प्राणेति, प्राणसूक्ष्म-अनुद्धरितकुन्थुः, पनकसूक्ष्मं उल्लीप्रभृति, बीजसूक्ष्मं व्रीह्यादीनां नखिका, हरितसूक्ष्म-भूमिसमवर्णं तृणम्, पुष्पसूक्ष्म-वटादिपुष्पाणि, अण्डसूक्ष्म-कीटिकाद्यण्डकानि, लयनसूक्ष्म-कीटिकानगरादि, स्नेहसूक्ष्म-अवश्यायादी, गणितसूक्ष्म-गणितं जीवादीनां सङ्कलनादि तदेव सूक्ष्मं सूक्ष्मबुद्धिगम्यत्वात्, श्रूयते च वज्रान्तं गणितमिति । भङ्गसूक्ष्मभङ्गा-भङ्गकाः वस्तुविकल्पास्ते च द्विधा-तत्राद्यास्स्थानभंगका यथा-द्रव्यतो नामैका हिंसा न भावतः, अन्या भावतो न द्रव्यतः अपरा भावतो द्रव्यतश्च, इतरा च न भावतो नापि द्रव्यत इति । इतरे क्रमभंगकास्तु-द्रव्यतो हिंसाभावतश्च, द्रव्यतोऽन्या न भावतः, न द्रव्यतोऽन्या भावतः, अन्या च द्रव्यतो न भावत इति, तल्लक्षणं सूक्ष्मं भङ्गसूक्ष्मम्, सूक्ष्मता चास्य भजनीयपदबहुत्वे गहनभावेन सूक्ष्मबुद्धिगम्यत्वादिति ॥२२१।।
ઉપર કહ્યા મુજબ અસ્વાધ્યાયને ન છોડવાથી સૂક્ષ્મ જીવોમાં અવતરે છે. માટે સૂક્ષ્મ જીવોના ભેદોને કહે છે.
(૧) પ્રાણ સૂક્ષ્મ - ઉદ્ધરી ન શકાય એવા જીવો કુંથુઆ. જે જીવો ચાલે ત્યારે જ નજરે પડે છે તે પ્રાણ સૂક્ષ્મ.
(૨) પનકસૂમ - ઉલ્લી આદિ. વર્ષા ઋતુમાં જમીન, કાષ્ઠ આદિ પર જે પંચવર્ણી લીલફૂગ થાય છે તે પનકસૂક્ષ્મ. (૩) બીજસૂક્ષ્મ - ચોખા આદિની નખિકા = અગ્રભાગ. જેમાં અંકુર ઉત્પન્ન થાય તે બીજસૂક્ષ્મ. (૪) હરિતસૂક્ષ્મ :- ભૂમિના જેવા વર્ણવાળું ઘાસ તે હરિતસૂક્ષ્મ.