________________
स्थानांगसूत्र
३९७ પંચેન્દ્રિય તિર્યંચો સંબંધી અસ્વાધ્યાયિક દ્રવ્યથી - હાડકા, માંસ, લોહી અને ચામડું આ ચાર અસ્વાધ્યાયિક હોય છે. ક્ષેત્રથી – સાંઇઠ(૬૦) હાથની અંદર, કાલથી સંભવ કાલથી માંડીને યાવત્ ત્રીજી પોરિસી સુધી. બિલાડી વગેરે દ્વારા ઉંદરાદિના નાશમાં અહોરાત્ર પર્વત અસ્વાધ્યાય હોય છે. ભાવથી નંદી આદિ સૂત્રનું અધ્યયન કરવું નહીં. મનુષ્ય સંબંધી અસ્વાધ્યાય પણ એમ જ છે. પરંતુ વિશેષ એ છે કે - ક્ષેત્રથી એકસો (૧૦૦) હાથની અંદરમાં, કાલથી-અહોરાત્ર સુધી, યાવત્ આર્તવ (અંતરાય) સંબંધી ત્રણ દિવસ સુધી, પુત્રીના જન્મમાં આઠ દિવસ સુધી, પુત્રના જન્મમાં સાત દિવસ સુધી.
હાડકાના વિષે તો જીવના વિનાશના (મરણ થાય) દિવસથી માંડીને (આરંભીને) એકસો હાથની અંદર રહેલા-દાટેલા હોય તો બાર વર્ષ સુધી અસ્વાધ્યાય હોય છે.
ચિતાના અગ્નિ વડે બળેલા અથવા પાણીના પ્રવાહ વડે તણાયેલા હાડકાઓ હોય તો અસ્વાધ્યાય થાય નહીં, પરંતુ ભૂમિમાં દાટેલા હાડકાઓ હોય તો અસ્વાધ્યાય થાય છે.
(૪) અશુચિ-વિષ્ટા અને મૂત્રની સમીપે અસ્વાધ્યાય હોય છે. (૫) શ્મશાનની નજીકમાં (મડદાના સ્થાનથી નજીકમાં) અસ્વાધ્યાય છે.
(૬-૭) ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ = ચંદ્રના વિમાનનું કે સૂર્યના વિમાનનું રાહુના તેજથી ઢંકાઈ જવું. અહીં કાલમાન છે - જો ચંદ્ર અથવા સૂર્ય ગ્રહણ થયે છતે સંગ્રહ (ખગ્રાસ) અથવા અસંપૂર્ણ બૂડે (ડૂબે) ત્યારે ગ્રહણ કાલ, તે રાત્રિ શેષ, અહોરાત્ર શેષ અને ત્યાર પછી અહોરાત્ર પર્યત વર્જે છે. આચાર એવો છે કે – જો તે જ રાત્રિ કે દિવસમાં ચંદ્ર ગ્રહણ મુકાયું હોય તો તે જ રાત્રિના શેષમાં (બાકીની રાત્રિમાં) સ્વાધ્યાયનું વર્જન છે. સૂર્ય ગ્રહણમાં તે બાકી રહેલા દિવસને છોડીને પછીની તરતની રાત્રિને પણ છોડે છે.
પ્રશ્ન :- સૂર્ય અને ચંદ્ર તો આકાશમાં છે તો પછી અહીં ઔદારિકમાં કેમ તેનું ગ્રહણ કર્યું ?
ઉત્તર :- સૂર્ય, ચંદ્ર આકાશમાં રહે છે તો પણ તેમના વિમાનો પૃથ્વીકાયના હોવાથી પૃથ્વીકાયિક જીવની અપેક્ષાએ ઔદારિકપણું કહ્યું છે. અંતરીક્ષપણું છે તો પણ તેની વિરક્ષા કરી નથી.
(2) પતન :- પતન એટલે મરણ. રાજા, પ્રધાન, સેનાપતિ, ગામના માલિક વગેરેનું મરણ. તેમાં જયારે દંડનાયક અથવા રાજા મરણ પામે છે અને જયાં સુધી બીજો રાજા થતો નથી ત્યારે નિર્ભયમાં સ્વાધ્યાયને છોડે છે. નિર્ભયના શ્રવણ પછી પણ અહોરાત્ર સ્વાધ્યાય છોડે છે.
ગામના મોટા માણસ-મુખ્ય પુરૂષનું, અધિકારી (અમલદાર)નું, ઘણા કુટુંબવાળાનું, શય્યાતર અથવા ઉપાશ્રયથી સાતમા ઘરની અંદર સામાન્ય પુરૂષનું પણ મરણ થયું હોય તો અહોરાત્ર સુધી સ્વાધ્યાય વર્જે છે, અથવા ધીમે ધીમે ભણે છે. કેમકે આ સાધુઓ દુઃખ વગરના છે એવી રીતે લોકો ગહ ન કરે. માટે સ્વાધ્યાય વર્જે.