________________
स्थानांगसूत्र
આકાશમાં થયેલું તે આંતરિક્ષક. સ્વાધ્યાય વાચનાદિ પાંચ પ્રકારનો જેમાં છે તે સ્વાધ્યાયિક. તેનો અભાવ તે અસ્વાધ્યાયિક. તેમાં
-
३९५
(૧) ઉલ્કા ઃ- આકાશમાં થનારી જે (વિજળી આદિ) તેનું પડવું તે ઉલ્કાપાત.
(૨) દિગ્દાહ :- દિશાનો અથવા દિશામાં જે દાહ તે દિગ્દાહ. તાત્પર્ય એ છે કે - કોઈ એક દિશાના વિભાગમાં મહાનગરમાં આગ લાગી હોય તેમ જે પ્રદેશ ભૂમિ પર ન રહ્યો હોય અને આકાશમાં રહ્યો હોય તે દિગ્દાહ.
(૩) ગર્જિત :- મેધનો ધ્વનિ. (૪) વિજળી :- વિજળીનો ચમકારો થાય ત્યારે.
(૫) નિર્થાત :- આકાશ વાદળાઓથી ઘેરાયેલું હોય કે વાદળા વગરનું હોય તેવા આકાશમાં વ્યંતરે કરેલ મહાગર્જના જેવો અવાજ યાને કડાકા થાય ત્યારે.
(૬) મિશ્રપ્રભા :- સંધ્યાની પ્રભા અને ચંદ્રની પ્રભા જેમાં બંને એકી સાથે થાય છે તે મિશ્રપ્રભા. તેમાં ચંદ્રની પ્રભા વડે ઢંકાયેલ (નાશ પામતી) સંધ્યા દૂર જતી સંધ્યા, શુક્લ પક્ષના પડવાદિ દિવસોમાં જણાતી નથી. અથવા સંધ્યાનો વિભાગ-છેદ નહીં જણાતે છતે કાલવેલા જણાય નહીં આથી ત્રણ દિવસ પ્રાદોષિક કાલને ગ્રહણ (કાલગ્રહણ) ન કરે. તેથી કાલિક સૂત્રનો
અસ્વાધ્યાય થાય.
(૭) યક્ષાદીપ્ત ઃ- યક્ષાદીપ્ત આકાશમાં થાય છે. (કોઈ એક દિશામાં રહી રહીને જે વિજળી જેવો પ્રકાશ આકાશમાં થાય છે તે યક્ષાદીપ્ત.) આ બધાયને વિષે સ્વાધ્યાય કરનારને ક્ષુદ્ર દેવતા છલે છે.
(૮) ધૂમિકા :- મહિકાનો જે ભેદ, વર્ણથી ધૂમિકા ધૂમના આકારવાળી ધૂમ્રા હોય છે.
(૯) મહિકા :- ઝાકળ પ્રતીત છે. આ ભૂમિકા અને મહિકા બંને પણ કાર્તિક આદિ ગર્ભમાસોમાં હોય છે અને તે પડ્યા પછી તરત જ સૂક્ષ્મ હોવાથી બધું જ અપકાયરૂપ કરે છે. (૧૦) રજઉદ્દાત :- વિસ્રસા (સ્વાભાવિક) પરિણામથી ચારે તરફથી ધૂળનું પડવું તેને રજઉદ્દાત કહેવાય છે.
આ રીતે આકાશ સંબંધી દશ અસ્વાધ્યાય કાલ છે. ૨૧૯૫
पुनरप्यस्वाध्यायकालमाह
अस्थिमांसशोणिताशुचिश्मशानसमीपचन्द्रसूर्यग्रहणपतनराजविग्रहवसतिमध्यगशरीराणि औदारिकस्यास्वाध्यायाः ॥ २२०॥
अस्थीति, औदारिकस्य मनुष्यतिर्यक्शरीरस्य सम्बन्ध्यस्वाध्यायाः, अस्वाध्याये निमित्तभूत मौदारिकमिति भावः । तत्रास्थिमांसशोणितानि प्रतीतानि । तत्र पञ्चेन्द्रिय