________________
स्थानांगसूत्र
३९३ (૧) સ્પૃશદ્ગતિ પરિણામ - જે પ્રયત્ન વિશેષથી ક્ષેત્ર (આકાશ)ના પ્રદેશોને સ્પર્શતો (પરમાણુ વગેરે) જાય છે તે સ્પૃશદ્ગતિ પરિણામ.
(૨) અસ્પૃશગતિ પરિણામ - આકાશ પ્રદેશોને નહીં સ્પર્શતો જાય છે તે. એટલે કે મનુષ્યલોકમાંથી જીવ સિદ્ધ થાય છે ત્યારે જે સમયે જીવ આયુપૂર્ણ કરે છે તે જ સમયે સાત રજુ પાર કરી સિદ્ધશિલા પહોંચે છે. એક સમયની ગતિ છે. બીજા સમયે સ્પર્શતો નથી. તે અસ્પૃશદ્ગતિ. આ સંભવી શકે નહીં, એમ નથી અર્થાત્ સંભવી શકે છે. ગતિવાળા દ્રવ્યોની પ્રયત્નના ભેદથી ઉપલબ્ધિ હોવાથી (કોઈ દ્રવ્યની ગતિ હોય છે. કોઈની વધારે હોય છે.) તે આ પ્રમાણે – ગગનચુંબી હવેલીના તળીયામાં રહેલને ત્યાંથી મુકાયેલ પથ્થરો કાલભેદથી મેળવાય છે. આ પથ્થર નીચે પડે તો કોઈ જલ્દી પડે, કોઈને ટાઈમ વધારે લાગે તેમ કાલનો ભેદ થાય છે. નિરંતર ગતિમાં પ્રવૃત્ત થયેલા જુદા જુદા દેશને પ્રાપ્ત થાય છે. કોઈને એક સમય લાગે છે. તો કોઈને અસંખ્ય સમય લાગે છે. આ રીતે દેશાંતર પ્રાપ્તિમાં કાલનો ભેદ જણાય છે. આથી અસ્પૃશદ્ગતિ પરિણામ સંભવી શકે છે. અથવા દીર્ઘ અને હ્રસ્વના ભેદથી બે પ્રકારે છે. દીર્ઘ ગતિ પરિણામ અને હ્રસ્વ ગતિ પરિણામ.
(૩) સંસ્થાન પરિણામ :- પરિમંડલ, વૃત્ત, વ્યગ્ન, ચતુરગ્ન અને આયતના ભેદથી પાંચ પ્રકારે સંસ્થાન પરિણામ છે.
(૪) ભેદ પરિણામ :- ભેદ પરિણામ પાંચ પ્રકારે છે. તેમાં - ખંડભેદ - માટીના પિંડને ફેંકવાથી જે ટૂકડે ટૂકડા થાય છે તે ખંડભેદ. પ્રતરભેદ - મેઘ સમૂહનું આપ મેળે ટૂકડે ટૂકડા થઈ જવું તે. અભ્રકના પડની જેમ.
અનુત, ભેદ - વોશ ફાટવાની જે ક્રિયા થાય છે તે. વાંસની જેમ. (વાંશને ચીરવાથી તેની છાલનો ભેદ થાય છે તે.) ચૂર્ણભેદ - કોઈ પણ વસ્તુનો એકદમ ભૂકો થઈ જવો. ઉત્કરિકાભેદ - પહાડના ભેદનની જે ક્રિયા થઈ છે. પ્રસ્થક-પોપડો ઉખેડવાની જેમ.
(૫) વર્ણ પરિણામ :- પાંચ પ્રકારે છે. કૃષ્ણ, નીલ, પીત, રક્ત અને શ્વેત. (૬) ગંધ પરિણામ :- બે પ્રકારે છે. સુરભિ અને દુરભિ. (સુગંધ અને દુર્ગધ) (૭) રસ પરિણામ - રસ પરિણામ પાંચ પ્રકારે છે. તિક્ત, કટુ, કસાય, ખાટો, મધુર રસ. (૮) સ્પર્શ પરિણામ :- સ્પર્શ પરિણામ આઠ પ્રકારે છે.
(૯) અગુરુલઘુ પરિણામ :- નીચે જવાના સ્વભાવવાળું જે ભારે નથી અને ઊંચે જવાના સ્વભાવવાળું હલકું નથી એવું જે દ્રવ્ય તે અગુરુલઘુ દ્રવ્ય છે. અત્યંત સૂક્ષ્મ ભાષા, મન અને કર્મ દ્રવ્યાદિ તે જ પરિણામ તે અગુરુલઘુ પરિણામ.